Abtak Media Google News

નગરપાલિકાના ચીફ ઓફીસરે પોલીસમાં અરજી આપતા પોલ ખુલી

કેશોદ ની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ ના સંચાલકે    નગરપાલિકા ના ચિફ ઓફિસર ના ખોટા સહી સિક્કા કરી ફાયર સેફટી ની   એન. ઓ. સી. બનાવ્યાની હકીકત ની અરજી પોલીસમાં નગરપાલિકા ના ચિફ ઓફિસર એ  આપતાં ભારે સનસનાટી મચી જવા પામી છે.આ બનાવ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર પ્રોફેસર એકેડમી તથા અન્ય ત્રણથી ચાર શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા સંસ્થાના સંચાલક અને રાજકીય અગ્રણી એવા પ્રોફેસર એકેડમીના સંચાલક દ્વારા તેમની ત્રણથી ચાર શૈક્ષણિક સંસ્થાઓ માટે ફાયર સેફ્ટી એન્ડ. ઓ. સી. લેવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી તેમાં બોગસ રબર સ્ટેમ્પ બનાવી બોગસ સહીઓ હાથે કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા અંગેની બાબત નગપાલિકાની જાણમાં આવતાં આ બાબતે આજે નગરપાલિકાના ચિફ ઓફિસરે ચાકણય એજ્યુકેશન ટ્રસ્ટ તથા પ્રોફેસર એકેડમી વગેરે સંસ્થાઓ જોડાયેલા સંસ્થાના સંચાલક સામે પોલીસમાં અરજી કરતાં કેશોદ શહેરમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે એક રાજકીય અગ્રણી અને નામાંકિત સંસ્થાના પ્રમુખનું ફાયર સેફ્ટી બાબતે આવું કૌભાંડ બહાર આવતાં રાજકીય ક્ષેત્રે પણ ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે એક વગદાર વ્યક્તિનું કૌભાંડ બહાર આવ્યું છે  કેશોદ પોલીસ નગરપાલિકાના ચિફ ઓફિસરની અરજી પરથી ફરિયાદ દાખલ કરશે કે કેમ? તે પણ એક પ્રશ્ર્ને છે

Advertisement

અબતક રિપોર્ટર પ્રકાશ દવે એ બાબતે નગરપાલિકાના અધિક્ષક પ્રવિણભાઈ વિઠલાણી સાથે વાતચીત કરતાં આ બાબતે નગરપાલિકા એ પોલીસ ને લેખિતમાં રજુઆત કરી છે તેમ જણાવ્યું હતું ત્યારે આ પ્રશ્ર્ને કેશોદ પી. આઈ. ચોહાણ સાથે અબતકના અમારા પ્રકાશ  દવે એ ટેલિફોનીક વાતચીત કરી હતી તૈઓએ જણાવ્યું હતું કે તેમની અરજી આવી છે અને અમો અમારી કાયેવાહી કરીશું તેમ જણાવ્યું હતું  આ અંગે શૈક્ષણિક સંસ્થાઓના સંચાલક નો મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કર્યો હતો પરંતુ તેઓએ અમારો ફોન ઉપાડેલ ન હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.