Abtak Media Google News

ચાલુ વર્ષે ઉનાળામાં સખ્ત ગરમી પડવાની શકયતા છે.ત્યારે આગામી તા.10 થી ગરમીનું પ્રમાણ હજુ પણ વધશે અને તા.13ના રોજ રાત્રે સૂર્ય મેષ રાશીમાં પ્રવેશ કરશે. આમ ત્યારબાદ ઉતરોતર ગરમીનું પ્રમાણ વધશે ગરમીનો પારો તા.15 એપ્રીલ બાદ 43 ડિગ્રી આસપાસ પહોચે તેવી શકયતા છે. તા.19 એપ્રીલ થી કાયદેસર પંચાગ પ્રમાણે ગ્રીષ્મઋતુનો પ્રારંભ થશે. અને લોકોને અકડાવતી ગરમીમાં વધારો થશે. ચૈત્ર મહિનામાં પાંચ મંગળ વાર હોવાથી અને ચૈત્ર મહિનાનો પ્રારંભ અને સમાપ્તી પણ મંગળવારે છે. આત્રી ગરમી અને બીમારીમાં વધારો થાય લોકોએ સાવચેત રહેવું જરૂરી બને. ખાસ કરીને 23,24,29,30 એપ્રીલના દિવસો દરમ્યાન ગરમીથી બચવુ જરૂરી બને. તા.1.5.થી ચૈત્ર દનૈયાનો પ્રારંભ થશે જે તા. 8-5સુધી રહેશે આમ આ આઠ દિવસ જેટલી ગરમી વધારે પડે તેટલું ચોમાસુ સારૂ જાય ચૈત્ર દનૈયાની ખાસીયત એ છેકે દનૈયા દરમ્યાન ગરમી વધારે પડે તેટલું ચોમાસુ સારૂ જાય એમ માનવામા આવે છે. મે મહિનામાં તા.12,16, 20,21, 26,27મા ગરમી વધુ પડવાની હોય બીમારીથી બચવુ જરૂરી છે.મે મહિનામાં તા.16 પછી ગરમી સાથે બફારાનું પ્રમાણ વધશે અને તારીખ 12 મી પછી ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી જાય તેવી શકયતા જણાઈ રહી છે. મે મહિનામાં ખોરાક લેવામાં પણ પરેજી રાખવી જરૂરી બનશે.જૂન મહિનાની શરૂઆતથી જ બફારો વધારે રહેશે અમુક જગ્યાએ થોડો-થોડો વરસાદ પડે.આ વર્ષે બધા જ ગ્રહયોગો જોતા તથા તા.14.5થી સૂર્ય રાહુનો ગ્રહણ યોગ ગોચરમા થશે. આથી બીમારી અને ગરમીથી બચવુ જરૂરી બનશે. તે ઉપરાંત અગ્નિથી પણ બચવું જરૂરી બનશે.રાજકોટની તુલા રાશી પ્રમાણે આઠમે રાહુ ચાલે છે. આથી લોકોએ આરોગ્ય અને અકસ્માતથી બચવું તકેદારી રાખવી. શિવજીને દરરોજ જળ ચડાવી શિવ ઉપાસના કરવા શાસ્ત્રી રાજદીપ જોષીની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.