Abtak Media Google News

Table of Contents

રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. બપોર બાદ વરસાદનું જોર ઘટી શકે છે.અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. 24 કલાક હજુ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી, 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં ચાર ઇંચ વરસાદ, સુરત શહેરમાં 3.5 ઇંચ વરસાદ, બનાસકાંઠાના ભાંભરમાં 2.5 ઇંચ વરસાદ, રાધનપુર અને સાંતલપુરમાં 2 ઇંચ વરસાદ, અમરેલી અને ઓલપાડમાં 2 ઇંચ વરસાદ, લોધિકા અને તાલાલામાં 2 ઇંચ વરસાદ નોંધાયો

હવામાન વિભાગના મતે કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રાજ્યનાં 234 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા, સાબરકાંઠા , અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી સહિત તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાભર અને રાધનપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.Dsc 0429

કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા શિયાળુ પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસ, ઘઉં, મગફળી જેવા પાકનું વાવેતર થયેલું છે. જ્યાં વરસાદ વરસતા ખેડૂતોને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે. ભર શિયાળે ખેડૂતોનાં ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આજે રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માનવ મૃત્યુ નોંધાયા છે.

આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજકોટમાં બપોર બાદ ફરી કરા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. શાપર, પારડી અને શહેરના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે. જેના કારણે ખેતીપાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટના ગોંડલમાં ગાજવીજ સાથે કરા પડ્યા. કરા સાથે વરસાદ પડતા જીરૂ,ચણા, ધાણા સહિતના શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના પગલે શહેરના રાજમાર્ગો પર ચોમાસા જેવો માહોલ છવાયો છે.

મોરબી-વાંકાનેરમાં કરાથી સિરામિક એકમોના શેડ ચારણી બની ગયા

Img 20231127 Wa0018 મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અને મોરબીના ઘુંટુ, વાંકાનેર વિસ્તારમાં આજે સવારથી શરૂ થયેલા તોફાની પવન અને બરફના કરા સાથે પડેલા ભારે માવઠાને કારણે પતરાવાળા રહેણાંક મકાનમાં તથા સીરામીક ફેક્ટરીઓમા નુકશાન થયાની વિગતો સામે આવી છે જેમાં વાંકાનેર સીટી વિસ્તારમાં અનેક ઘરોમાં કાચ અને સોલાર પેનલો તૂટી ગઈ છે જયારે વાંકાનેરથી નજીક વઘાસિયા ટોલનાકા નજીક દસેક ફેકટરીઓના સિમેન્ટના પતરાવાળા શેડ કરા પડવાથી ચારણી જેવા થઈ ગયા છે અને હાલમાં આ ફેક્ટરીઓના પ્રોડક્શન બંધ કરાયું છે.

મોરબીમાં શરૂ થયેલ ઝરમર કમોસમી વરસાદ બાદ લગભગ આશરે 10 થી 15 મીનીટ તોફાની પવન સાથે મોટા મોટા કરા પડતા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં તેમજ ઘુંટુ, વાંકાનેર વિસ્તારમાં ભારે નુક્સાનીના અહેવાલ પ્રાપ્ત થયા છે જેમાં ઘુંટુ રોડ ઉપર ભારે તોફાની પવનમાં મકાનના પતરા ઉડી ગયા હતા તેમજ વીજપુરવઠો ખોરવાયો હતો તેમજ કારણ હિસાબે અનેક ઘરોમાં બખ્ખા પડી ગયા હતા. જયારે વાંકાનેર રહેણાંક વિસ્તારમાં કેટલાય ઘરોમાં બારીના કાચ ફૂટી ગયા હતા તેમજ સોલાર પેનલોમાં કરાના હિસાબે નુકસાની થઇ હતી તેમજ લગભગ 10 સીરામીક ફેક્ટરીના શેડ ચારણી જેવા બની ગયા હતા અને સાથે જ આ તમામ ફેક્ટરીમાં હાલ શટ ડાઉન કરવું પડ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે

સૌરાષ્ટ્રમાં વિઝિબિલિટી ઘટતા હિલસ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા

રાજ્યભરમાં વહેલી સવારથી સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે ઝાકળ વર્ષા થઈ હતી. નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર પણ ઘટી હતી અને અનેક જગ્યાએ હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદની સાથે ગાઢ ધુમ્મસને કારણે શિયાળુ પાક જેવા કે, જીરું,ચણા,ધાણા વગેરેને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે.આથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.ગાઢ ધુમ્મસની અસર સૌથી વધારે જીરાને પાકને થાય છે. ગાઢ ધુમ્મસને કારણે ધૂંધળુ વાતાવરણ જોવા મળ્યું હતું.Dsc 0392

ઝાલાવાડ પંથકમાં ઘઉં, મેથી,  રાયડો, એરંડા અને ઈસબગુલના પાકને ભારે નુકશાન

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જીરું, વરીયાળી, ચણા, ઘંઉ, મેથી, અજમો, રાયડો, એંરડા અને ઈસબગુલમાં મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલો હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હાલ ધીમીધારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ છે. ત્યારે સરલાના ખેડૂતો અને આગેવાન ગણપતભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે, વરીયાળી, ચણા અને જીરુંના પાકને નુકસાન થવાની વધુ ભીતિ છે. જેથી ખેડૂતોને ખાસ કવચ સાથે સહાય ચુકવવી જોઈએ.જિલ્લા કીસાન કોંગ્રેસના રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે, મોટું નુકસાન ખેડૂતોને આવશે અને માવઠાનો માર સહન કરવો પડશે. ચણાના પાક ઉપર નુકસાન રહેશે અને વરીયાળીમાં પણ નુકસાન થશે. ત્યારે આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવશે. અને ખેડૂતોને વળતર માટે માંગ કરવામાં આવશે. હાલ તો ખેડૂતો ઉપર માવઠાનો માર પડયો છે.વરસાદ વરસતા કપાસના પાકને પણ મોટાભાઈ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે ત્યારે ખેતરોમાં વીણેલા કપાસની ગાંસળીઓ પણ પલડી જવા પામી છે અને આમ જોવા જઈએ તો ઝાલાવાડમાં મોટી માત્રામાં ખેડૂતોને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે

રાજુલા: માવઠાથી ખેતરો પાણી-પાણી!Img 20231126 224508

હાલ દેશભરમાં શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ભર શિયાળે ચોમાસુ જામ્યું છે. કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવાર થી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ભર શિયાળે ચોમાસાની અષાઢી બીજ જેવો માહોલ જોવા મળ્યો અને તાલુકા ગ્રામ્ય પંથકમાં ના ગાજવીજ અને વીજળીના કડા કા ભડાકા સાથે કમોસમી માવઠું થયુ. જેમાં કાલાવડ નવાગામ,ઉમરાળા,હરિપર મેવાસા,લંબુકિયા ભાડુકીયા,ખરેડી, નિકાવા, બેડીયા, ગુંદા,કાલમેઘડા, માખા કરોડ,ખઢેરા, ડેરી, ટોડા, નાના વડાલા,બામણગામ, ખરેડી, પીપર,આણંદપર,નાના વડાલા, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો..જેમાં ખરેડી ગામે એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો.તેમજ લંબુકિયા ભાડુકીયા ગામે નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ. વરસાદી પાણી જાહેરમાર્ગો તેમજ ખેતરોમાં  પર ફરી વળ્યાં હતાં.ખેડૂતોના ઉભા પાક કપાસ, ધાણા, ચણા, જીરૂ, સોયાબીન સહિતના પાકને નુકશાનની ભીતિ સર્જાઈ. અને કમોસમી માવઠું થતા જગતના તાત ચિંતામાં મુકાયા છે.

જેતપુરમાં કમોસમી વરસાદે ઘાસચારો પલાળી નાખ્યોImg 20231127 Wa0002

દિવસ દરમ્યાન સવારે થી બપોર સુધી જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં એક ઇચ જેવો ક મોસમી વરસાદ થતાં ખેડૂત તથા માલધારી ઓ ને ઘણું નુકસાન થયું હતુ ઘાસ ચારો પલળી ગયો હતો ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો

વીજળી પડતા 37 પશુઓના પણ મોત

રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 19 લોકોના મૃત્યુ થયા છે.વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે.

માવઠાથી ખેતીને ભારે નુકશાન, વળતર આપવાની ખેડૂતોની માંગ

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક જિલ્લાઓમાં માવઠાથી ખેડૂતોને વ્યાપકપણે નુકસાન થયાની આશંકા છે. જીરૂ, વરિયાળી, રાયડો, ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા શિયાળુ પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસ, ઘઉં, મગફળી જેવા પાકનું વાવેતર થયેલું છે. જ્યાં વરસાદ વરસતા ખેડૂતોને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે. ભર શિયાળે ખેડૂતોનાં ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા.ચણા, ધાણા, લીલા શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું છે. અનેક ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટાપાયે નુકસાન જશે. ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનું વળતર આપવાની પણ માંગ કરી હતી.સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. માવઠાથી સૌરાષ્ટ્રમાં કૃષિ પાકને નુકસાન થયું છે.

આજથી વરસાદનું જોર ઘટશે, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતી અને હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આગળ વધી ગઇ છે, જેથી સોમવારથી રાજ્યમાં વરસાદનુું જોર ઘટશે. પરંતુ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં દિવસ દરમિયાન હળવાથી ભારે મધ્યમ વરસાદી ઝાપટા તેમજ 30થી 40 કિલોમીટરની ગતિના પવનો ફુંકાવાની શક્યતા છે.આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ભરુચ, વલસાડ અને દમણ જેવાં દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે,

જેને કારણે આ વિસ્તારોમાં સોમવારે સવારથી સાંજ સુધી હળવોથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જયારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ જેવા વિસ્તારો તેમજ અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જારી કર્યું છે.

કરાવર્ષાથી કાશ્મીર-હિમાચલ જેવો માહોલScreenshot 1 5

ગુજરાતમાં શિયાળાની હજુ શરૂઆત થઈ છે, ત્યાં માવઠાને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વરસાદ સમગ્ર રાજ્યને ઘેરી વળ્યો છે. સૌરાષ્ટ્રમાં અને ઉત્તરગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરાવર્ષાને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. માવઠાંને કારણે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખેતીને ઘણું નુકસાન થયું છે. રવિ પાક સંકટ તોળાઈ રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દક્ષિણ ગુજરાતના માછીમારોને અપાઈ ચેતવણી રાજ્યમાં ભારે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના બંદરો પરથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી 12 કલાક ભારે વરસાદની આગાહી હોવાને કારણે હવામાન વિભાગ દ્વારા માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા હોવાને કારણે આ સમય દરમિયાન દરિયો ખેડવો મુશ્કેલ સાબિત થઈ શકે છે. આથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી માછીમારોને દરિયો ખેડવા જવા માટે પરવાનગી અપાઈ નથી.

વાવાઝોડા-વરસાદને કારણે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને ભારે નુકશાન

Screenshot 2 6

રાજકોટ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડતા ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને ભારે નુકસાન થયું હતું. જાણવા મળ્યા મુજબ વરસાદ અને વાવાઝોડા ના કારણે મીડિયા બોક્સના કાચ ફૂટી ગયા હતા અને એલીવેસનના પતરાં પણ ઉડી ગયા હતા. આ ઉપરાંત બેનરોને પણ નુકસાન થયું હતું. વાવાઝોડા ના કારણે કુચ બિહાર ટ્રોફી રદ કરવી પડી હતી.

ભચાઉમાં 3.3 અને સુરતમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

એકબાજુ માવઠાનો કહેર બીજીબાજુ ઠંડીના માહોલ વચ્ચે રાજ્યભરમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે રાતે 8:54 કલાકે ભચાઉથી 19 કિમી દૂર 3.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે 4:18 કલાકે ભાવનગરના મહુવાથી 39 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. અને સવારે 8:08 કલાકે સુરતથી 20 કિમી દૂર 2.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.વારંવાર આવતા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.