Abtak Media Google News

એક સપ્તાહમાં નકસલીઓના બીજા હુમલાનો જડબાતોડ જવાબ આપવા ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય 

વડાપ્રધાન મોદીને બાહ્ય નહીં હવે આંતરિક યુધ્ધ ફરજીયાત લડવું પડશે 

છતીસગઢના સુકમાં જંગલ વિસ્તારમાં થોડા દિવસોમાં સર્જીકલ સ્ટ્રાઇકથી વિશેષ થશે 

સેનાના ઉચ્ચ અધિકારીઓની ગૃહ મંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં નકસલીના ‘ગ્રહ’ બદલવા રણનીતિ તૈયાર 

છતીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા અને મધ્ય પ્રદેશ સહીત નકસલીઓના પ્રભાવિત રાજયમાં આંતરિક યુધ્ધની તૈયારી 

છતીસગઢના સુકમા જિલ્લાના જંગલોમાં નકસલ હુમલામાં વધુ 23 સુરક્ષા જવાન શહિદ થતાં સરકાર દ્વારા તાકીદે ઉચ્ચસ્તરીય બેઠક યોજી નકસલી પ્રભાવિત વિસ્તારમાં મોટુ ઓપરેશન કરવાની તૈયારી આરંભી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે મંત્રણા કર્યા બાદ સમગ્ર ઘટના અંગે સમિક્ષા કર્યા બાદ બાહ્ય નહી પરંતુ આંતરિક સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ફરજ પડી છે. સર્જીકલ સ્ટ્રાઇક બાદ કાશ્મીર સરહદ શાંત થઇ તે રીતે નકસલી પ્રભાવિત વિસ્તારમાં સર્જીકલ સ્ટ્રાઇક કરવાનો નિર્ણય લેવાયાના નિર્દેશ મળી રહ્યા છે.

છતીસગઢના બીજાપુર જંગલમાં સુરક્ષા જવાનો પર એક સપ્તાહ પહેલાં થયેલા હુમલાના માસ્ટર માઇન્ડ નકસલી કમાન્ડર હીડમા સુકમા અને બીજાપુરના જંગલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસની ટીમ દ્વારા રવિવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ ટીમ સુકમાના જંગલ વિસ્તારમાં આવતી હોવાની નકસલીઓને પણ અગાઉથી જાણ થઇ જતાં પોલીસ જવાનોને જંગલ વિસ્તારમાં આવવા દીધા બાદ ‘યુ શેપ એમ્બુશ’ બનાવી પોલીસ જવાનો પર એક સાથે ત્રણ સાઇડથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા જવાનોએ વળતો હુમલો કરી મોટી સંખ્યામાં નકસલીઓને ઠાર કર્યા હતા. એક માહિતી મુજબ ચાર ટ્રેકટરમાં નકસલીઓના મૃતદેહ લઇ જવામાં આવ્યા હતા. નકસલી સાથેની અથડામણાં 22 જવાનો શહીદ થયા છે.

એક સાથે 22 જવાનો શહિદ થતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી નકસલી પ્રભાવિત વિસ્તાર્માં અસરકારક કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે મંત્રણા થયા બાદ ઉચ્ચસ્તરીય બેઠકમાં મળી હતી. તેમાં ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને આઇબીના ઓફિસરો હાજર રહ્યા હતા.

ઉચ્ચસ્તરીય બેઠકમાં નકસલીઓના પ્રભાવિત વિસ્તારોમાં નકસલીઓ અને માઓવાદીઓનો ખાતમો બોલાવવા ગૃહ મંત્રી અમિત શાહ સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી જેમાં લશ્કરની પણ મદદ લેવાનો નિર્ણય લેવાયો છે. નકસલીઓ અને માઓવાદીઓને નેસ્ત નાબુદ કરવા આંતરિક યુધ્ધ લડી લેવાની તૈયારી આરંભી દીધાનું સુત્રો જણાવી રહ્યા છે. અમિત શાહે આ હુમલા અંગે દુ:ખ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, માઓવાદીઓએ હુમલાને એક ચોક્કસ પ્રકારનો આકાર આપ્યો છે. જવાનોએ જીવ ગુમાવ્યા છે. આ લોહીવાળુ ધુમ્રપાન સહન નહી કરી શકાય યોગ્ય સમયે જવાબ આપી નકસલીઓને ભાન કરાવી લડાઇને અંત સુધી લઇ જવામાં આવશે તેમ કહ્યું હતું.

નકસલ હુમલાના માસ્ટર માઇન્ડ ગણાતા હિડમાએ 2013માં કોંગ્રેસી નેતાઓના હત્યા કાંડ પછીના તમામ મોટા હુમલાનો માસ્ટર માઇન્ડ ગણવામાં આવી રહ્યો છે. હિડમાનો ખાતમો બોલાવવા આંતરિક યુધ્ધ લડવું સરકાર માટે ફરજીયાત બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.