Abtak Media Google News

ધ્રોલમાં ગનીબાપુએ અને જામનગર કોર્ટમાં યુનુસ મૌલાનાએ ઘા નાખી 

કુરાને શરીફ પવિત્ર ધાર્મિક ગ્રંથમાંથી 26 આયાતો રદ કરવા સુપ્રીમમાં આઇપીએલ કરનાર ઉતરપ્રદેશના શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી સામે ધ્રોલના અમીને શેરીયાના પ્રમુખ ઉલ્યાન ગજીબાપુએ ધ્રોલ કોર્ટમાં તથા જામનગરની અદાલતમાં મૌલાના યુનુરે ફોજધારી ફરિયાદ કરી છે.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના કૂખ્યાત ભૂ-માફિયા શખ્સ વસીમ રિઝવીએ કુર્આને મજીદની શાનમાં ગુસ્તાખી કરવામાં આવેલી કોશિષ સામે દેશભરમાં વિરોધ ઉઠ્યો છે. જામનગરમાં ધ્રોલના અમીને શરીયન એજ્યુકેશન ટ્રસ્ટના ઉસ્માન ગનીબાપુ દ્વારા પોતાના સહયોગીઓ મારફત  વસીમ રિઝવી સામે ધ્રોલ અને જામનગરની અદાલતમાં ફોજદારી કેસ દાખલ કર્યા છે.

એવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે, ખબીસ વસીમ રિઝવી સામે સુપ્રિમ કોર્ટમાં મામલો લઇ જવામાં આવશે અને આખા વિશ્ર્વનું આ તરફ ધ્યાન જાય એ માટે જીનિવાની ઇન્ટરનેશનલ કોર્ટ સુધી પણ આ મામલો લઇ જવાની તૈયારી કરવામાં આવી છે.

અત્ર ેનોંધનીય છે કે, લગભગ ભારતમાંથી કોઇ કેસ ઇન્ટરનેશનલ અદાલતમાં પહોંચ્યો હોય એવું ધ્યાનમાં આવ્યું નથી. ગુજરાતમાંથી અને તેમાં પણ ખાસ કરીને જામનગરમાંથી તો અત્યાર સુધી ઇન્ટરનેશનલ અદાલતમાં પહોંચ્યો નથી. જો આ મામલો જીનિવાની ઇન્ટરનેશનલ અદાલત સુધી પહોંચે તો એક અનોખો ઇતિહાસ રચાઇ જશે.

ટૂંકમાં વિગતો મુજબ કુરઆને શરીફ પવિત્ર ધાર્મિક ગ્રંથમાંથી 26 આયાતો રદ કરવા શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ અરજી કરી છે, તેના વિરોધમાં આવા હલકા અધાર્મિક ક્યો માટે તથા સમગ્ર વિશ્ર્વના મુસ્લિમોના ધાર્મિક ગ્રંથ કુરઆન શરીફની આયાતો રદ કરવાની માંગણી માટે મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ છે અને તેથી ફોજદારી કાયદા હેઠળ ધ્રોલ તથા જામનગરની ફોજદારી અદાલતોમાં ફરિયાદો કરી છે.

આ ફરિયાદોમાં જણાવ્યું છે કે વસીમ રિઝવીએ કરોડો અબજોનો ભ્રષ્ટાચાર ઉતરપ્રદેશ શીયા વકફ બોર્ડના ચેરમેન તરીકે સને 2008 થી 2020 સુધીમાં કરેલ છે, તેની સામે લખનૌમાં 27 ફોજદારી કેસો દાખલ થયા છે. પરંતુ આ રિઝવીની સામેના કારણે આ કેસોમાં પોલીસ તપાસ થતી નથી.

આ અંગે લખનૌના શિયા આગેવાનોએ સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ કરતાં સુપ્રિમ કોર્ટ સી.બી.આઈ.ને આદેશ કરી આ કેસોની તાત્કાલીક તપાસ કરવા હુકમ કરતા ગભરાયેલા વસીમ રિઝવી સહાનુભૂતી મેળવવા મુસ્લિમોના પવિત્ર કુરઆનની 26 આયાતોને રદ કરવા સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ કરેલ છે.

દેશના મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને અનહદ દુ:ખ થયું છે તેથી દેશભરની અદાલતોમાં રિઝવી સામે કેસો કરવામાં આવી રહયા છે. જરૂર પડયે જામનગરનો મુસ્લીમ સમાજ આ ગુન્હા માટે દેશની સુપ્રિમ કોર્ટ સુધી કાયદાકીય લડત આપવા નકકી કરેલ છે અને વિશેષ જરૂર પડયે વિશ્વની આંતર રાષ્ટ્રીય અદાલત (જીનીવા) માં પણ કેસ કરવામાં આવશે.

મુસ્લિમ અગ્રણીઓએ હિન્દુ સમાજને પણ આ બાબતે આગળ આવવા અને વસીમ રિઝવીનો વિરોધ કરવા માંગણી કરીને એવો દાખલો ટાંક્યો છે, કોઈ વ્યકિત ભગવદ્ ગીતા, બાઈબલ, ઈન્જિલ જેવા ધર્મ ગ્રંથોમાં જે લખાયેલું છે તેને દૂર કરવાની માંગણી કરે તો એવી વ્યક્તિ સજાને પાત્ર જ ગણી શકાયને? ધારો કે કોઈ એમ કહે કે, ભાઈ ગીતાજી ના અધ્યાયમાંથી અમુક શ્ર્લોક અથવા અધ્યાય કાઢી નાખો તો શું આવી માંગણી સ્વીકાર્ય કરી શકાય..? વસીમ રિઝવીએ આવા જ પ્રકારનું દુષ્કૃત્ય આચર્યુ છે અને તેનો ઈરાદો તેની સામે થયેલી ફરિયાદો અને સી.બી.આઈ.ની શરૂ થયેલી તપાસને અવળે પાટે ચડાવવાનો ઈરાદો છે અને આવી વાહિયાત માંગણી કરીને આ શખ્સ પોતાના તરફે સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ ટ્રસ્ટે જણાવ્યું છે.

સમાજના ધ્રોલના અમીને શરીયતના પ્રમુખ ઉસ્માન ગનીબાપુએ અગત્યની કામગીરી કરી પોતાના પુત્ર મહમદ મદની નામે ધ્રોલની અદાલતમાં રિઝવી સામે ફોજદારી કેસો દાખલ કરેલ છે તેમજ જામનગરથી અદાલતમાં પણ પોતાના અંગત સચિવ મૌલાના યુનુસના નામે ફોજદારી કેસ દાખલ કર્યા, જામનગર અને ધ્રોલની અદાલતમાં આ કેસોમાં પૂર્વ કાનુન મંત્રી તથા સીનીયર ધારાશાસ્ત્રી એમ.કે.બ્લોચ તથા ધારાશાસ્ત્રી ઈસ્તીયાઝ કોરેજા અને ઉમર લાકડાવાલા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.