Abtak Media Google News

ઈન્જેકશનનો દુરૂપયોગ જણાશે તો કડક પગલા: કલેકટરની ચેતવણી 

રાજકોટ જિલ્લામાં રાજય સરકાર દ્રારા  કોરોનાના દર્દીઓની સારવાર માટે તાત્કાલીક પગલા હાથ ધરી 10,000 રેમડેસિવીર ઇન્જેકશન ફાળવવામાં આવ્યા છે. તેમ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું. રાજકોટ જિલ્લામાં રેમડેસિવીર ઇન્જેકશનની અછત નથી. રેમડેસિવીરનો  દુરૂપયોગ ન થાય તે માટે પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. રેમડેસિવીરનો દુરૂપયોગ  કે બનાવટી પ્રીસ્ક્રીપશન જેવી કોઇ બાબતો  ધ્યાને આવશે તો કડક પગલાં લેવાશે. રાજકોટ જિલ્લામાં 10,000 રેમડેસિવીર ઇન્જેકશનમાંથી 7,000 સિવિલ હોસ્પીટલને, 2000 રાજકોટ શહેરની ખાનગી હોસ્પીટલ અને 1000 ઇન્જેકશન ગ્રામ્ય વિસ્તારની હોસ્પીટલને ફાળવાયા છે.

Antijan Test K.k.v.hall Rajkot 5

જિલ્લા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે દર્દીના સગાએ જાતે ઇન્જેકશન લેવા જવાની જરૂર નથી. ડોકટરોના પ્રિસ્ક્રીપશન મુજબ હોસ્પીટલ અને મેનેજમેન્ટ-તબીબો સાથે સંકલન કરી હોસ્પીટલોને ફુડ અને ડ્રગ વિભાગ દ્રારા આ ઇન્જેકશનની ઉપલબ્ધતા અંગે વ્યવસ્થાઓ સુનીસ્ચીત કરવામાં આવી રહી છે.લોકોએ ઇન્જેકશન અંગેની ગેરસમજ દુર કરવા, ખોટી અફવાથી દુર રહેવા તેમજ માસ્ક પહેરવા સોશીયલ ડીસ્ટન્સીંગ અપનાવવા અપીલ કરવામાં આવી છે.  રાજય સરકાર દ્રારા  કોરોનાના સંક્રમણને ખાળવા દર્દીઓની સારવાર માટે તેમજ રસીકરણ સહીતની કામગીરી માટે વ્યાપક જનહીતકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. લોકો દ્રારા જરૂરી જાગ્રતી દાખવવામાં આવે ,સંક્રમણ પ્રસરે નહીં તે માટે શિસ્ત કેળવવા- જાગૃત  બનવા પર અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.