Abtak Media Google News

રાજકોટ શહેરમાં કોવિડ-19 ના સંક્રમણ વધતા સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઇન્સ્ટીટયુટ પુન: શરૂ કરવામાં  આવેલ છે. રાજકોટ શહેર સીવીલ હોસ્પીટલ ખાતેથી આ હોસ્પીટલમાં કોવીડ-19ના દર્દીઓને દાખલ કરવામાં આવે છે. રાજકોટ શહેર ઉપરાંત આજુબાજુના તાલુકાઓ તથા જિલ્લાઓમાંથી કોવિડ-19 ના આ હોસ્પીટલમાં દાખલ થયેલ દર્દીઓના સગા વહાલા માટે તેઓના ખબર અંતર પૂછપરછ માટે નીચે  મુજબના ટેલીફોન હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. જેના નંબર નીચે મુજબ છે. કોવિડ કેર હેલ્પ ડેસ્ક  (1) 9313804929 (2) 93138 04945 કોવિડ રીસેપ્સન 9313805235 ઉપરોકત નંબર ફકત સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીસર્ચ ઈન્સ્ટીટયુટ (કોવિડ-19 હોસ્પીટલ) ખાતે દાખલ કરવામાં આવેલ દર્દીઓ પુરતી જ છે, તેમ અધ્યક્ષ સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ રાજકોટની યાદીમાં જણાવેલ છે.

શહેરમાં કયાં-કયાં ટેસ્ટીંગ બૂથ ચાલે છે ?

રાજકોટ શહેરમાં રાજય સરકારના માર્ગદર્શન હેઠળ લોકોને કોરોના ટેસ્ટ માટે સરળતા રહે તે માટે મહાનગરપાલીકા દ્વારા વિવિધ ટેસ્ટીંગ બુથ કાર્યરત  કરવામાં આવ્યા છે. રાજકોટમાં કાલાવાડ રોડ તેમજ વીવિધ વોર્ડ એરીયા, બસ સ્ટેશન,  આરોગ્ય કેન્દ્રો સહીતના વિસ્તારોમાં કોરોના એન્ટીજન ટેસ્ટ બુથ કરવામાં આવ્યા છે.   રાજકોટમાં લોકોમાં પણ ટેસ્ટ કરાવવા જાગૃતિ આવી છે. આજે લોકોએ ટેસ્ટ કરાવવા માટે આ સુવિધાઓનો વિશેષ લાભ લીધલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.