Abtak Media Google News

કોરોનામુક્ત બની સ્વગૃહે પરત ફરેલા 75 વર્ષીય ચંપાબા કહે છે, રાજકોટની કેન્સર કોવીડ હોસ્પિટલની સારવારે મને ઘર ભુલાવી દીધુ

રાજકોટની કેન્સર કોવીડ હોસ્પિટલમાંથી 10 દિવસની સઘન સારવાર બાદ કોરોના મૂક્ત બની સ્વગૃહે પરત ફરેલા મોરબીના 75 વર્ષીય ચંપાબાના શબ્દો સરકારી હોસ્પિટલો અને તેમાં અપાતી સારવાર બાબતે નકારાત્મકતા દાખવતા લોકોને તેમની નકારાત્મકતા બદલવા મજબુર કરે તેવા છે.

મોરબી ખાતે તેમના દિકરા સાથે રહેતા ચંપાબેન વાઘેલાને કોરોના થતાં તેમનું ઓકસીઝન ઘટવા લાગ્યું હતુ. કોરોનાના કારણે વિકટ બનેલી ચંપાબાની સ્થિતિને ધ્યાને લઇ તેમને રાજકોટ ખાતે લાવવામાં આવ્યા. રાજકોટ રહેતા તેમના જમાઇ નારણભાઈ પરમારે તેમને તા. 9 મી એપ્રિલે સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા. સીવીલ હોસ્પિટલના ડોકટરોની બે દિવસની સતત જહેમત બાદ તેમનું ઓકસીજન લેવલ સ્થિર થતાં તેમને કેન્સર કોવીડ હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા.

ખાનગી હોસ્પિટલોમાં ન મળે તેવી સારવાર ચંપાબાને મળી છે. ચંપાબા 10 દિવસ કેન્સર કોવીડ હોસ્પિટલમાં રહયાં તે દરમિયાન ત્યાંના સ્ટાફના લોકો મને દરરોજ તેમની સાથે વિડીયો કોલથી કે મોબાઈલ ફોન દ્વારા વાત કરાવતાં હતા. અમે જ્યારે તેમને સીવીલમાં દાખલ કર્યા ત્યારે તેમની તબિયત બહુ જ સીરીયસ હતી. તેઓ બચે તેમ જ નહોતા. તેમની આવી પરિસ્થિતિ જોઈને સીવીલના ડોકટરોએ તુરત જ તેમને ઓકસીજન ઉપર લીધા હતા. અને બે દિવસમાં તેમનું ઓકસીજન લેવલ સારૂં થતાં તેમને કેન્સર કોવીડ હોસ્પિટલમાં શિફટ કર્યા હતા.

જમાઈ નારણભાઈ પરમાર જણાવે છે કે, મારા સાસુમા કેન્સર કોવીડ હોસ્પિટલમાંથી પરત ઘરે આવ્યા પછી હોસ્પિટલના લોકો અને તેમના દ્વારા અપાતી સારવારના સાચા અર્થમાં વખાણ કરતાં મને કહેતા હતા કે, કેન્સર કોવીડ હોસ્પિટલમાં ડોકટર – આરોગ્ય કર્મીઓએ કરેલી કાળજી પૂર્વકની સારવારે મને ઘર જ ભૂલાવી દિધુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.