Abtak Media Google News

પશ્ચિમ બંગાળનો 28 વર્ષિય યુવાન બેડન  છેલ્લા 3 વર્ષથી ગુમ હતો. પરિવારજનો તેની  સતત શોધ ચલાવી રહૃાાં હતા. પરિવારજનો ખૂબ જ દૃુ:ખી હતા. ગરીબ અને નાનો એવો પરિવાર પુત્ર બેડન ઘરે આવશે તેવી  રાહ જોઈ બેઠો હતો. ચિંતા અને રાહ જોવામાં 3 વર્ષ પૂરા થવા આવ્યા હતા. મજુરીકામ કરી પોતાનું પેટિયું રેડતા પરિવારની મુશ્કેલીઓનો પાર નહતો. હવે કોણ ત્મને મદદ કરે ? કોણ આ પરિવારની વાત સાંભળે ? ગુમ થયેલ પરિવારનો એક માત્ર યુવાન પુત્ર ઘરે પાછો કયારે આવશે તેવી  ચિંતા મા-બાપને સતત સતાવતી રહી.માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને 4 મહિના પહેલા આ યુવાન ખાવડા રોડ ઉપરથી મળી આવ્યો હતો. માનવજ્યોતી  તેની સારી સારવાર ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી  કરાવતાં તો સ્વસ્થ  બન્યો હતો. રામદૃેવ  સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તો ક્રિકેટ રમતો અને યોગા પણ કરતો. આખરે તેની  પાસેથી મળેલ માહિતી મુજબ તેને તેમના  ઘર સુધી પહોંચાડવા શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતને સોપવામાં આવ્યો. કર્જતની શ્રદ્ધા ફાઉન્ડેશનની ટીમ તેના ગામ અને ઘર સુધી પહોંચી ત્યારે પરિવારનાં માતા-પિતા સાથે મિલન થતાં તેમને  ભેટી પડયો હતો. બાપની આંખોમાં આંસુનાં પૂર વહૃાાં હતા. ગરીબ અને નાના એવા પરિવારમાં આનંદૃ છવાઇ ગયો હતો.

માનવજ્યોત અને શ્રદ્ધા ફાઉન્ડેશનનો આભાર માન્યો. માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, પંકજ કરૂવા, મહેશભાઇ ઠર, વાલજી કોલી, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોશી, ક્ધૌયાલાલ અબોટી સહભાગી બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.