Abtak Media Google News

દુધીબેન જસમતભાઇ બોદર ચેરી. ટ્રસ્ટ દ્વારા ર0 હજાર ટેસ્ટીંગ કીટ અને પ ઓસિકજન કીટનું આરોગ્ય વિભાગને અનુદાન 

કોરોનાને કાબુમાં લેવા માટે ટેસ્ટીંગ અત્યંત જરુરી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા કરેલા અનુરોધ પછી સમગ્ર રાજયની સાથે સાથે રાજકોટ જીલ્લામાં પણ ટેસ્ટીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે પણ રાજકોટ જીલ્લામાં મોટા પાયે ટેસ્ટીંગ થાય અને લોકો જાગૃત થાય તે માટે મોટા પાયે અભિયાન શરુ કરાવ્યું છે. આ અભિયાનના એક ભાગરુપે તેમના જ માતુશ્રી દુધીબેન જસમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આજે જુદા જુદા ર1 ગામોમાં કોરોના ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ માનવતાવાદી પ્રવૃતિમાં સહભાગી બનવા બદલ ભુપતભાઇ બોદરની કામગીરીને બિરદાવી હતી. અને કહ્યું હતું કે આજે ટેસ્ટી:ગ કીટની તાતી જરુર છે. ત્યારે ભુપતભાઇ એ ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્યની ચિંતા કરછી સ્વખર્ચે 20000 કીટ મંગાવી સાચા અર્થમાં લોકસેવા કરી છે.રાજકોટ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને શ્રીમતિ દુધીબેન જસમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્ટના સયુકત ઉપક્રમે કસ્તુરબાધામ, ગઢકા, બેડલા, હડમતીયા, ગોલીડા, મહીકા, રાજસમઢીયાળા, અણીયારા, લાખાપર, પાડાસણ, કાથરોટા, લોધીડા, કાળીપાટ, ખોખડદડ, લાપાસરી, લોઠડા, ભાયાસર, વડાળી, માંડાડુંગર, રફાળા, ફાળદંગ તથા ડેરોઇ કુલ ર1 ગામમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરોકત ર1 ગામોમાં 10 હજાર ટેસ્ટીંગ કીટ અને પાંચ ઓકિસજન કીટ આપવામાં આવી છે. જયારે બાકીની 10000 કીટ રાજકોટ જીલ્લાના અન્ય વિસ્તારો માટે ફાળવવામાં આવી છે. આ ટેસ્ટીંગ કીટથી દરેક લોકોનું ટેસ્ટીંગ થઇ જશે. તેમણે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને ટેસ્ટીંગ કીટથી દરેક લોકોનું ટેસ્ટીંગ થઇ જશે. તેમણે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને ટેસ્ટીંગ કરાવી લેવા અનુરોધ પણ કર્યો હતો.

કસ્તુરબા ધામ (ત્રંબા) ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરત બોદરા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, જીલ્લા મહામંત્રી મનસુખભાઇ રામાણી, સહકારી અગ્રણી નીતીનભાઇ ઢાંકેચા વિગેરે મહાનુભાવો અગ્રણી આગેવાનો અને ગ્રામજનો ઉ5સ્થિત રહ્યા હતા. જયારે અન્ય ગામોમાં રાજકોટ જીલ્લા પ્રમુખ ભુપતભાઇ બોદર ઉપરાં નીચે જણાવ્યા મુજબના સ્થાનીક આગેવાનો ઉ5સ્થિત રહેલા હતા.

બેડલા ગામના ટેસ્ટીંગ કેમ્પમાં મહાનુભાવો કિશોરભાઇ બોદર (સરપંચ), ભીખાભાઇ ગોવાણી, સદસ્ય તા.પં. સવિતાબેન ગોહેલ, ભગાભાઇ જીજરીયા, નાથાભાઇ સોરાણી, પ્રાગજીભાઇ બોદર, પ્રવિણ રામાણી, કેયુરભાઇ ઢોલરીયા, આટકોટીયા વિગેરે સ્થાનીક આગેવાનો હાજર રહેલા.

હજુ આવનાર દિવસોમાં પણ જુદા જુદા ગામોમાં કીટનું વિતરણ કરવામાં આવનાર છે અને વધુને વધુ લોકોના કોરોના ટેસ્ટ થાય અને તેમને સારવાર મળે તેઓ એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખભુપત બોદર તરફથી લોકોને કોરોના-19 મહામારીમાંથજી ઉગરવા હાલના સમયમાં વધુને વધુ લોકો ટેસ્ટીંગ કરાવે તેવી અપીલ સહ અનુરોધ કરેલ છે. આ પ્રકારની સાવધાનીથી રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાને નાબુદ કરવાનો ઘ્યેય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.