Abtak Media Google News

કોરોના વાયરસે દેશમાં હાહાકાર મચાવ્યો છે, અને આ સાથે ઉભી થતી ઓક્સિજનની અછત પણ એક ગંભીર પરિસ્થિતી છે. આવી સ્થિતિમાં જો કોઈ કોરોના દર્દી હોય અને તેને વધારે તકલીફ ન હોય તો તે ઘરે રહીને પોતાનું ધ્યાન રાખી શકે છે અને થોડીક કસરત દ્વારા શ્વાસ લેવાની તકલીફોને પણ દૂર કરી શકે છે. ઘરે કોરોના સાથે લડતા દર્દીઓ કસરત દ્વારા શ્વાસ લેવાની મુશ્કેલીઓને દૂર કરી શકે છે. આ માટે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેટલીક પદ્ધતિઓ અપનાવવા અને કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે, જેથી કોઈ પણ તેમનો ઓક્સિજન સ્તર જાળવી શકે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ‘આ પ્રક્રિયા તબીબો દ્વારા પ્રમાણિત થયેલી છે, જે શ્વાસ સુધારે છે અને ઓક્સિજનના સ્તર વધારવામાં મદદ કરે છે. જો કોઈનું ઓક્સિજનનું સ્તર 94 ની નીચે હોય અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, તો આવા હોમ આઇસોલેશનવાળા દર્દીઓ ઊંધા સુઈ મોટા ભાગનો વજન પેટ પર રાખી આ કસરત કરીને તેમનો ઓક્સિજન સ્તર વધારી શકે છે. આ પ્રક્રિયાને પ્રોનિંગ કહેવામાં આવે છે.’

ઓક્સિજન લેવલને જાળવી રાખવા માટે પ્રોનિંગ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં પાંચ ઓશીકાની જરૂરી પડે છે. પ્રોનિંગ માટે એક ઓશીકું ગળાની નીચે મૂકવામાં આવે છે અને પછી એક અથવા બે ઓશિકા છાતીની નીચે મૂકવામાં આવે છે. આ પછી, પગના આગળના ભાગ હેઠળ બે ઓશિકા મૂકવા પડશે. આગળ જણાવ્યા મુજબ પ્રોનિંગ માટે પેટ પર વજન રાખી સુઈ જવાનું. દર ત્રીસ મિનિટમાં આ સ્થાને બદલવાની જરૂર છે.

આરોગ્ય મંત્રાલયે આ કવાયત કરવા માટે અમુક લોકોને મનાય કરી છે. જેમાં ગર્ભવતી ઓરતો માટે આ હાનિકારક છે. કોઈ ને હૃદયની બીમારી, કરોડરજ્જુની સમસ્યા છે અથવા શરીરના ભાગમાં કોઈ ફેક્ચર છે તો તેને આ કસરત કરવી હિતાવહ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.