Abtak Media Google News

જામનગર નજીક પડાણા પાસે આવેલા ઓક્સિજનના બે પ્લાન્ટ રવિવારે 12 કલાક બંધ રહેતા શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનના જથ્થા અંગે ભારે અફડા-તફડી મચી ગઇ હતી. મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટવાની અણી પર આવતા દાખલ દર્દીઓના પરિજનોના જીવ તાળવે ચોંટયા હતાં. ખાનગી હોસ્પિટલોમાં દૈનિક 5 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયાત છે.જામનગરમાં કોરોનાએ કાળોકેર વર્તાવતા પોઝિટિવ કેસનો ગ્રાફ દરરોજ ઉંચે જઇ રહ્યો છે. જેના કારણે શહેરની જી.જી.હોસ્પિટલમાં પથારીઓ ખૂટી પડી છે તો ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ મળતાં નથી.બીજી બાજુ ઓક્સિજન, ઇન્જેકશન અને દવાની પણ અછત પ્રર્વતી રહી છે. આ સ્થિતિમાં રવિવારે પડાણા પાસેના ઓક્સિજનના બે પ્લાન્ટ રવિવારે 12 કલાક બંધ રહેતા ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટવાની અણી પર આવતા ભારે અફડા-તફડી મચી ગઇ હતી. પડાણા નજીક આવેલા આ બન્ને ઓક્સિજન પ્લાન્ટમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા આ સમસ્યા ઉદભવી હતી. જોકે, ફોલ્ટનું નિરાકરણ આવી જતાં પ્લાન્ટ શરૂ થઇ ગયા હતાં. શહેરની ખાનગી હોસ્પિટલોનો દૈનિક 5 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જો કે, ઓક્સિજનના બંને પ્લાન્ટ પુન: કાર્યરત થતાં ઓક્સિજનના પુરવઠાની સમસ્યા હાલ પૂરતી ટળી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. જામનગરમાં સરકારી કોવિડ હોસ્પિટલમાં તો એક પણ બેડ ખાલી નથી એવા સમયમાં 13 ખાનગી કોવિડ હોસ્પિટલોની સ્થિતિ શું છે એ જાણવા ભાસ્કર ટીમે દર્દીના સગા બનીને આ તમામ હોસ્પિટલ્સમાં વાત કરી.

13માંથી માત્ર એક જ હોસ્પિટલ એવી હતી, જેમાં ઓક્સિજન સાથેનો બેડ ઉપલબ્ધ હતો. અન્ય બે હોસ્પિટલમાં એક-એક બેડ હતા, પણ ઓક્સિજનની સુવિધા નહોતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.