Abtak Media Google News

મેષ :

શારીરીક અને માનસિક આરોગ્ય સારુ રહેશે મધ્યાહન બાદ નવા કાર્યો શરૂ ન કરવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. વાણી અને વ્યવહાર પર સંયમ રાખવો.

વૃષભ :

મધ્યાહન બાદ મનોરંજનની દુનિયાની આસપાસ રહેશો અને તમારુ પ્રિયપાત્ર મનને પ્રફુલ્લિત કરશે નવા વસ્ત્ર અને ઘરમાં ઉપયોગી વસ્તુઓ પાછળ ધન ખર્ચ થશે.

મિથુન :

ગણેશજી કહે છેે કે તમે તન અને મનથી અસ્વસ્થતાનો અનુભવ કરશો. આજે નવા કામ શરૂ કરવાની યોજના બનશે. પરંતુ કામ પ્રારંભ ન કરવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે.

કર્ક :

જમીન અને વાહનો સાથે જોડાયેલી સમસ્યા સતાવશે. મધ્યાહન બાદ તમે સુખ:શાંતિનો અનુભવ કરશો. મિત્રો તરફથી સહયોગ મળશે.

સિંહ :

નવા કાર્ય માટે સારો સમય છે. રોકાણ માટે આજનો દિવસ લાભદાયી છે. પરંતુ મધ્યાહન બાદ તમે વધુ સહનશીલ બનશો. માનસિક હતાશાનો અનુભવ થશે.

કન્યા :

શારીરીક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન નહી રાખી શકો. મધ્યાહન બાદ તમારો સમય વધુ સારો રહેશે. ભાઇ બંધુઓ સાથે મહત્વપુર્ણ વિષયો પર ચર્ચા થશે.

તુલા :

વસ્ત્રાભુષણ અને મનોરંજન પાછળ ધન ખર્ચે થશે મધ્યાહન બાદ તમારુ મન દુવિધાયુક્ત સ્થિતિમાં રહેશે. જેનાથી તેમને નિર્ણય લેવામાં મુશ્કેલીનો અનુભવ થશે.

વૃશ્ચિક :

મધ્યાહન બાદ શારીરીક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકશો. આર્થિક વિષયોનું વ્યવસ્થિત રીતે આયોજન કરી શકશો.

ધન :

મિત્રો સાથે બહાર જવાના સંયોગ છે. વેપારી વર્ગને પણ લાભ થશે. અવિચારી કાર્ય અથવા વ્યવહાર તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

મકર :

સહકર્મીઓનો સહયોગ મળશે. મધ્યાહન બાદ મિત્રો સાથે મુલાકાત થશે. અને કોઇ મનોહર સ્થળ પર પ્રવાસની સંભાવના છે.

કુંભ :

નવા કાર્યનો આજથી પ્રારંભ કરી શકો છો લાંબા પ્રવાસ અથવા ધાર્મિક યાત્રાનું આયોજન થવાની સંભાવના છે.

મીન :

ગણેશજી કહે છે કે તમારે વાણી અને વર્તનને સંયમિત રાખવાની સલાહ આપે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.