Abtak Media Google News

જાહેરનામાનો ભંગ કરતા 32 વેપારીની અટકાયત 

કોરોના મહામારી અટકાવવા સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇનનો ગઇકાલથી પોલીસે કડક રીતે અમલ શરૂ કરાવી જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખેલા 32 વેપારીઓ અને રાત્રી દરમિયાન કફર્યુમાં માસ્ક પહેર્યા વિના, સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા અને કારણ વિના રખડવા નીકળેલા 91 શખ્સોની ધરપકડ કરી છે.

સદર બજાર અને જંકશન વિસ્તારમાં વેપારીઓએ આવશ્યક ચિજ વસ્તુની દુકાન ન હોવા છતાં દુકાન ખુલ્લી રાખી રાખતા પાંચ શખ્સોની પ્ર.નગર પોલીસે અટકાયત કરી છે. રૈયા રોડ, જામનગર રોડ, બજરંગવાડી અને ગાંધીગ્રામ વિસ્તારમાં ચાની કેબીન, પાનના ગલ્લા અને ખાણી પીણીની દુકાનો ખુલ્લી રાખતા 15 વેપારી, કાલાવડ રોડ, બીગ બજાર પાછળ અને 150 ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખતા 12 વેપારીઓની અટકાયત કરી હતી.

જ્યારે રાત્રી કફર્યુનો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચાનાથી સમગ્ર શહેરની પોલીસે કડક અમલ કરાવ્યો હતો. રાત્રી કફર્યુ દરમિયાન લટાર મારવા નીકળેલા, માર્સ્ક પહેર્યા વિનાના અને સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવતા 22 શખ્સોની એ ડિવિઝન પોલીસે, બી ડિવિઝન પોલીસે 15 શખ્સો, થોરાળા પોલીસે 4 શખ્સો, ભક્તિનગર પોલીસે બે શખ્સો, માલવીયાનગર પોલીસે 14, પ્ર.નગર પોલીસે પાંચ, ગાંધીગ્રામ પોલીસે 13, તાલુકા પોલીસે 16 અને યુનિર્વસિટી પોલીસે 14 શખ્સોની ધરપકડ કરી છે. સરકાર દ્વારા તા.5 મે સુધી કડક નિયંત્રણ સાથે પ્રતિબંધ લાદી દીધા હોવાથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ પ્રસિધ્ધ કરી કડક રીતે અમલ કરાવ્યો છે.

જાહેરનામનો ભંગ કરી સ્પા ચલાવતો શખ્સ ઝડપાયો

Dsc 4408

કોરોનાની ચેઇન તોડવા સરકાર દ્વારા કડક નિયંત્રણ લાદવામાં આવ્યા હોવા છતાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી રૈયા સર્કલ પાસે સરકારી કોલોનીમાં રહેતા શ્યામ જયનારાયણ ગોહેલ નામના શખ્સે જાનકી પાર્કમાં બોસ સ્પા ખુલ્લું રખતા માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.