Abtak Media Google News

ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ

ફક્ત એક જ અઠવાડિયામાં કોરોનાનો પારો ગગડયો

કોરોનાની વૈશ્વિક મહામારીએ વિશ્વભરને બાનમાં લઈ લીધું છે. એમાં પણ ભારતમાં બીજી લહેર શરૂ થતા પરિસ્થિતિ વધુ વણસી છે. ગુજરાતમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં કેસ વધુ ખતરનાક ગતિએ વધતા મૃત્યુદર દરરોજ નવી સપાટી સર કરી રહ્યો હતો. પરંતુ હાલ છેલ્લા એક અઠવાડિયાના ગાળામા કેસ ઘટયા છે.તો સામે રીકવરી રેટ પણ વધ્યો છે. આગામી ટુંકાગાળામાં ગુજરાતને સંપૂર્ણ પણે કોરોના મૂકત કરાવવા હેતૂસર રૂપાણી સરકાર દ્વારા ‘મારૂ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન શરૂ કરાયું છે. જેમાં રાજયભરની 18 હજાર ગ્રામ પંચાયતોને જોડી દરેક ગામમાં 10 લોકોની કમિટી બનાવી મૂહીમ ચલાવવાનો નિર્દેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરે શહેરો ઉપરાંત, ગામડાઓને ભરડામાં લઈ ગ્રામ્યસ્તરે સ્થિતિ વધુ વિકટ બનાવી દીધી હતી. જેનાં પરિણામસર ગ્રામ્યસ્તરે વધુજાગૃકતા લાવી કોરોનાની ચેઈન સંપૂર્ણ પણે નાથવા ‘મારૂ ગામ કોરોના મૂકત’ ગામ અભિયાન છેડાયું છે.

આગામી પંદર દિવસ સર્તકતા અને સજાગતા જ ગુજરાતને કોરોના મુક્ત કરી દેશે

નોંધનીય છે કે, કોરોનાના કાળા કહેર વચ્ચે લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા. ચોતરફ કોરોના… કોરોના… કોરોના… પરંતુ હવે, આ રટણ બંધ કરી આમાંથી બેઠા થવા ડર દૂર કરી લડાઈને વધુ મજબૂત કરવા ગુજરાતવાસીઓને પ્રોત્સાહિત કરવા “અબતક” દ્વારા ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ મુહિમ શરૂ કરવામાં આવી છે. પ્રવર્તમાન સ્થિતિએ પૂરવાર સાબિત થઈ રહ્યું છે. અને હવે વધુ સાવચેત થઈ સતકર્તા દાખવીશું તો ટુંકાગાળામાં જ ગરવા ગુજરાતને સંપૂર્ણ પણે કોરોના મૂકત કરીશું ‘અબતક’ દ્વારા શરૂ કરાયેલી આ મુહિમને તંત્ર તેમજ સમાજ શ્રેષ્ઠીઓએ આવકારી જોડાયા છે. તેમજ આગળ આવી ગુજરાતમાંથી હિંમતભેર કોરોના નાબુદી કરી ફરી પહેલા જેવી સ્થિતિ ઉભી કરવા પહેલ કરી છે.

 

ગુજરાત જાગ્યુ, કોરોનાનો ડર હટયો: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર

Vlcsnap 2021 05 03 08H53M58S450

અબતક સાથેની વાતચીતમાં અશોકભાઈ ડાંગરે જણાવ્યું કે હાલમાં જે તે વ્યક્તિ ના માનસ પર કોરોના નો ભય આવી ગયો છે ત્યારે અત્યારનો સમય એવો છે કે કોરોના થી સંક્રમિત થયેલા લોકો માં રિકવરી રેટ વધી રહ્યો છે. ત્યારે હવે કોરોના થી ડરવાના બદલે લડવાની જરૂર છે ખાસ તો અત્યારે લોકોમાં ટેસ્ટિંગ તથા વેક્સિનેશન ને લઈને જાગૃતતા આવી છે જેના કારણે સરળતાથી સારવાર થઈ રહી છે હજુ પણ ઘણા એવા લોકો છે કે જેમને વ્યક્તિ અંગે ગેરમાન્યતાઓ છે પરંતુ ખરા અર્થમાં આ સમયમા વેક્સિન કોરોના સામે લડવા માટેનું મુખ્ય હથિયાર છે આ ઉપરાંત સરકાર તેની રીતે કાર્ય તો કરી જ રહી છે પરંતુ અનેક સેવાભાવી સંસ્થાઓ હાલ મેદાનમાં આવી છે જેના કારણે સરળતાથી લોકોને સહારો મળી રહ્યો છે સવિશેષ એક મીડિયા તરીકે અબતક દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું આ વાત આવતા દિવસોમાં સત્ય પુરવાર થશે.

કોરોનાને હરાવવા રામબાણ શસ્ત્ર ‘વેક્સીન’ જ છે: તબીબો-કર્મચારીઓ

Vlcsnap 2021 05 03 08H39M43S022

કોરોના મહામારીને પહોંચી વળવા હવે લોકો જાગૃત થયા છે અને તેના માટે ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ચૌધરી હાઈસ્કૂલમાં આવેલા રેપિડ એન્ટિજન ટેસ્ટીંગ બુથના ડો.નયનેશ્વરીબા રાણાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મને ખુબ આનંદ થાય છે લોકો સુધી પોઝિટિવ મેસેજ પોહ્ચાડવામાં કે હવે મીની લોકડાઉનથી લોકો પોતેજ જાગૃત થઇ ગયા છે અને જરૂરી સિવાય બહાર નીકળતા નથી અને તે અહીં રેપિડ ટેસ્ટિગમાં જોવા મળી રહ્યું છે કે ટેસ્ટિગમાં ઘટાડો થઇ છે અને પોઝિટિવ કેસોમાં પણ ઘટાડો થય રહ્યો છે.અને જો કોઈ દર્દી પોઝિટિવ આવે તો ત્યારે ડરયા વગર અહીંના ડોક્ટર કે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ મુજબ ઘર પર કોરન્ટાઇન થવું જોઈએ અને ડોક્ટરોને સાથ સહકાર આપીને અને સાથે મળીને કોરોનાને હરાવીશુ. રાજકોટ ચૌધરી હાઈસ્કૂલમાં આવેલ રેપિડ એન્ટિજન ટેસ્ટીંગ બુથના ફલૂ ઓપીડી સુપરવાઈઝર કરણસિંહ રાણાએ અબતક મીડિયાના પોઝિટિવ અભિયાનને અભિનંદન પાઠવ્યું હતું અને અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે લોકો હવે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે સાવચેતીના પગલાં પણ લઈ રહ્યા છે અને જે પહેલા ટેસ્ટિંગ માટે દર્દીઓનો ઘસારો રહેતો તેમાં હવે ઘટાડો થઇ રહ્યો છે તો સામાન્ય છે કે પોઝિટિવ રેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.અને લોકો સાથે જ સાવચેત થયા છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, બને ત્યાં સુધી કોઈના ઘરે અથવા બહાર જવાનું ટાળવું, માસ્ક પહેરવું, હાથ સેંઇટાઇઝ કરવા જેવા નિયમોનું લોકો ચુસ્તપણે પાલન પણ કરી રહ્યા છે. આ સાથે રાજકોટવાસીઓ અને યુથ હવે વેક્સિન લેવા માટે પણ ઉજાગર થઈ રહ્યા છે. જેના કારણે હવે કોરોના વાયરસને નાથવા માટે વધુ એક રામબાણ શસ્ત્ર સાબિત થયું છે. જેના કારણે હવે થોડા સમયમાં જ આપણે કહેશું કે ’ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું.’

આર્થિક જાગૃકતાએ આરોગ્ય કટોકટીને મ્હાત આપી: શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રી એસો.

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને કહ્યું હતું કે, સંક્રમણની પરિસ્થિતિમાં એસોસિએશન સતત લોકોની વ્હારે રહ્યું છે. એસ.એન.કે. સ્કુલ ખાતે હાલ 200 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ રહી છે જેની એસોસિએશને જવાબદારી લીધી છે. સાથોસાથ સમરસ હોસ્ટલ ખાતે 20,000 લીટરની ઓક્સિજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરી દેવામાં આવ્યું છે જેનો પૂરેપૂરો ખર્ચ ફાલક્ન પરિવાર અને એસોસિએશને ઉપાડ્યો છે. બોલબાલા ટ્રસ્ટ અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા અસંખ્ય દર્દીઓને રાહત દરે ઓક્સિજન સિલિન્ડરો પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત વેકસીનેશન કેમ્પો થકી 2000 થી વધુ લોકોને ડોઝ આપી દેવામાં આવ્યા છે, દર્દીઓને અહીંથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાં માટે ઓક્સિજન કીટ સાથેની 2 એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે, તેમજ એસોસિએશન અને ભોજલરામ ટ્રસ્ટના સહિયારા ઉપક્રમે કોઈ પણ કોરોના દર્દીના કોઈ પણ રિપોર્ટ ફક્ત 20%ના ટોકન દરે થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પરિસ્થિતિમાં દેશ કુલ 2 પડકારોમાંથી પસાર થઈ રહ્યો છે. પ્રથમ આરોગ્ય કટોકટી અને બીજી આર્થિક કટોકટીની ભીતિ. ત્યારે ઉદ્યોગો આ બંને કટોકટીને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. એક બાજુ ઉદ્યોગકારો સમાજને ઉપયોગી થવામાં બિલકુલ પાછીપાની નથી કરતા અને બીજી બાજુ તેમના કર્મચારીઓના આરોગ્યથી માંડીને પ્રોડક્શન ચાલુ રહે, બજારમાં અછત ન વર્તાય, આર્થિક ફટકો ન પડે, દેશના અર્થતંત્રને નુકસાની ન સર્જાય તેના માટે પણ સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું હતું કે, ’અબતક’ દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે બિલકુલ સાચું ઠરવાનું છે, લોકો સાવચેત થયા છે એટલે 101% ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું.

શિર સલામત તો પઘડીયા બહોત

નર્સિંગ સ્ટાફ ડોક્ટરોની સર્તકતાએ લોકોને બહાર કાઢયા: બી કુમાર સાફાવાલે

Vlcsnap 2021 05 03 08H37M19S410

વૈશ્વિક મહામારી કોરોના ની ચેઇન તોડવા સરકાર અને તંત્ર ખૂબ સારી રીતે લડી રહ્યા છે ત્યારે હું માત્ર એટલું જ કહીશ શિર સલામત તો પઘ બહોત આનો મતલબ જો માથું હશે તોજ આપણે પાઘડીયો પેહરી શકસું જીવતા રહેવા માટે ની આ લડાઈ માં ગુજરાત ખરા અર્થમાં જાગ્યું છે લોકોમાં જાગૃતતા ખૂબ આવી છે અને હવે આ કોરોના મહામારી સામે લડવાની તૈયારી બતાવી રહી છે કોરોના ના કેસો માં ઘટાડો જોવા મળી રહ્યો છે આ ચેઇન તૂટી જશે જો આપણે આ પરિસ્થિતિથી ચાલીશું ડોક્ટર ,નર્સિંગ સ્ટાફ, મેડિકલ સ્ટાફ અત્યારે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યું છે દેશમાં લોકો ને વધુ ને વધુ સાચી માહિતી પહોંચાડવાની અને જાગૃતતા ફેલાવવા ની મીડિયાની હાલ ખુબ સરાહનીય કામગીરી પણ જોવા મળી રહી છે ત્યારે અબતક દ્વારા જે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે ગુજરાત જાગ્યુ કોરોના ભાગ્યું અમે પણ આ અભિયાન માં જોડાયા છીએ અને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે હવે રાજ્યની અંદર છે ઓક્સિજન ની અછત જોવા મળી રહી હતી તે અછત જોવા મળતી નથી જે લાઈનો જોવા મળતી રેમડિસીવીર ઇન્જેક્શન માટેની એ પણ હવે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે ડેથ રેશિયો ઘટી રહ્યા છે તે પણ સારા સમાચાર અત્યારે આવી રહ્યા છે તો ગુજરાત જાગ્યું છે અને કોરોના ને ભગાડ્યું છે હું આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આપણા આ અભિયાન માં જોડાવો જય જય ગરવી ગુજરાત.

ઉદ્યોગોને ધમધમતું રાખીને સામાજિક સંસ્થાનો સાથે ખંભે ખંભો મિલાવી

કોરોના મુક્ત થવા પ્રતિબંધિત:  બીપીનભાઇ હડવાની (ગોપાલ નમકીન)

Vlcsnap 2021 05 03 08H25M20S448

મેટોળા જીઆઇડીસી ખાતે બે ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે પ્રાણવાયુની અત્યારે તાતી જરૂર પડી રહી છે તેને ધ્યાનમાં રાખી આ પ્લાન્ટ શરૂ થવાના છે લોકોને હવે પ્રાણવાયુ સરળતાથી મળી રહેશે મેટોડા ખાતે થી અમારી જીઆઇડીસી માં હાલ ખુબજ સારા એવા લોક ઉપયોગી કાર્યો થઇ રહ્યા છે તેમજ એસ.એન.કે સ્કૂલ ખાતે કોવિડ સેન્ટર શરૂ થઈ રહ્યું છે તેમાં પણ અમે સહયોગ આપ્યો છે વધુ દર્દીઓએ સારવાર મેળવી અને સ્વસ્થ થઈ ત્યાંથી નીકળશે એવી આશા રાખી છે તેમ જ મેંટોળા ખાતે પણ અમે કોવિડ હોસ્પિટલ શરૂ કરી રહ્યા છીએ લોકો માં ઉત્સાહ વધી રહ્યો છે કોરોના સામેની લડાઈમાં તેઓ આગેકૂચ કરી રહ્યા છે પરિવારજનો તેમના દર્દીને હિંમત આપી અને આ મહામારી માંથી બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આપણે સૌ હવે આ મહામારીમાં સાથે મળી અને અને ગુજરાતમાંથી કોરોના ને ભગાડવાનો છે હવે ગુજરાત જાગ્યુ છે અને કોરોના ભાગ્યું છે અબતકની જે આ મુહિમ શરૂ થઈ છે  તેમાં અમે પણ જોડાયા છીએ મારી સૌને અપીલ છે આપ પણ આ મુહિમ માં જોડાવઓ અને વહેલી તકે કોરોના મુક્ત ગુજરાત બનાવીએ.

આજીવીકામાં કોર્ટે પણ વકીલોને નાશીપાસ

નથી થવા દીધા: બાર કાઉન્સીલ

Vlcsnap 2021 05 03 09H11M54S238

બાર કાઉન્સિલના એડવોકેટસે કહ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં સૌ પ્રથન તો ’અબતક’ દ્વારા જે પહેલ કરવામાં આવી છે તે ખૂબ પ્રશંસનીય છે. સાથોસાથ વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા પણ વેકસીનેશનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વેક્સીનના ડોઝ લઈને જ આ મહામારી સામે સુરક્ષિત થઈ શકાય છે. ત્યારે અમે સૌને વેક્સીન લેવા માટે અપીલ કરીએ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હાલના તબક્કે જે રીતે ક્યાંક સંક્રમણ વધ્યું તેના જવાબદાર ક્યાંક આપણે જ છીએ. ક્યાંક માસ્ક નહીં પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવવું સહિતની બાબતો આપણે કરી છે જેના કારણે સંક્રમણ વધ્યું હતું પરંતુ હવે કહેતા

આનંદ થાય છે કે, છેલ્લા 5 દિવસથી કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, રિકવરી રેટ પણ વધ્યો છે અને સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાગતી લાંબી કતારો દૂર થઈ છે જેથી કહી શકાય કે, ગુજરાત જાગ્યું,કોરોના ભાગ્યું. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 13 મહિનાથી ન્યાયમંદિરો બંધ અવસ્થામાં છે, અનેક વકીલોની આજીવિકા છીંવાઈ ગઈ છે તેમ છતાં વકીલોએ હાર માની નથી. વકીલોએ આ પરિસ્થિતિમાં પણ વર્ચ્યુલ હિયરિંગ કરીને કેસોનું બને તેટલું ઝડપી નિકાલ કરવા પ્રયત્ન કર્યો છે. છેલ્લા 13 મહિનાથી આવી જ પરિસ્થિતિ છે તેમ છતાં પૂરેપૂરા જુસ્સા સાથે વકીલો પોતાનું કામ હવે ઓનલાઈન કરી રહ્યા છે ત્યારે કોરોનાને ભગાડવામાં અને લોકોને મદદરૂપ થવામાં વકીલોએ પણ ભૂમિકા ભજવી છે.

લોકોમાં નવી ચેતના જાગી છે: સાર્વજનિક સેવા સમિતિ

Vlcsnap 2021 05 03 08H54M31S227

સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છેલ્લા 1 વર્ષથી રાજકોટ શહેરમાં ઉકાળા વિતરણ તેમજ વિટામિન સી ટેબ્લેટ આપવામાં આવી રહી છે.મહામારીના કપરા સમયમાં ભૂખ્યા ને ભોજન સતત પોહચાડી રાજકોટમાંથી કોરોનાને ભગાડવામાં સાર્વજનિક સેવા સમિતિ સંસ્થાએ કમરકસી રહ્યું છે.સાર્વજનિક સેવા સમિતીના સંસ્થાના મુખ્ય સંચાલક રાજુભાઇ જુંજાએ જણાવ્યું હતું કે હાલમાં પણ કોરોનાની બીજી લહેર થોડી હળવી પડતા લોકોએ રાહત નો શ્વાસ લીધો છે.અબતક મીડિયા દ્વારા ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું મુહિમ ચાલવવામાં આવી રહી છે તે અત્યારે સાર્થક થયું છે.સિવિલમાં પણ દર્દીઓ સ્વસ્થ થતા જાય છે અને લોકોમાં એક નવી ચેનતા જાગી છે. લોકોએ સતત માસ્ક પહેરવું જોઈએ તેમજ સામાજીક અંતર પણ જાળવવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.