Abtak Media Google News

દેશ-વિદેશથી થયેલી દાનની સરવાણીને પગલે ધૈર્યરાજને અપાયું 16 કરોડનું ઇન્જેક્શન

સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1  નામક દુર્લભ બીમારીથી પીડાતા ધૈર્યરાજ માટે અમેરિકાથી ઈંજેક્શન આવી જતાં મુંબઈની હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ ગઈ છે. ત્યારે ધૈર્યરાજસિંહને મુંબઈ ખાતે ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે ધૈર્યરાજસિંહને રૂપિયા 16 કરોડની કિંમતનું ઝોલગેનસ્મા ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવ્યો હતો. હાલમાં ધૈર્યરાજની તબિયત સારી હોવાનું ડોકટરનુ કહેવું છે અને ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇન્જેક્શનના ફંડ માટે લોકોએ મુહીમ ચલાવી હતી અને ધૈર્યરાજને બચાવવા લોકોએ દિલ ખોલીને દાન આપ્યું હતું.

Advertisement

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા 4 મહિનાનો ધૈર્યરાજસિંહને મુંબઈની હોસ્પિટલમાં ધૈર્યરાજને 16 કરોડનું ઈન્જેક્શન અપાયું છે. ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ ધૈર્યરાજનો જીવ બચાવવામાં દાન આપનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. ધૈર્યરાજ (એસએમએ-1)નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો હતો. જેને બચાવવા માટે 16 કરોડ રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન લગાવવુ જરૂરી હતું, જોકે, એક મધ્યવર્ગીય પરિવાર પાસે આટલા પૈસા ક્યાંથી હોય, તેથી ધૈર્યરાજના પિતા રાજદીપસિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ઈમ્પેક્ટ ગુરુ નામની એનજીઓમાં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ધૈર્યરાજ માટે 16 કરોડથી પણ વધુ દાન મળ્યું હતું. 7 માર્ચ સુધી ધૈર્યરાજના ખાતામાં ફક્ત રૂ. 16 લાખ જમા થઈ શક્યા હતા, પરંતુ, બાદમાં મીડિયા થકી ધૈર્યરાજની બીમારીના સમાચારો ખૂણેખૂણા સુધી પહોંચતા જ ધૈર્યરાજના ખાતામાં 16 કરોડથી વધુ રકમનું દાન જમા થઇ ગયું હતું અને દાનનો આ પ્રવાહ હજુયે ચાલુ છે. ધૈર્યરાજનાં માતા-પિતાએ તેમના પુત્રને સાજો કરવા દાન આપનારા તમામ દાનવીરોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમને ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી પણ દાન મળ્યું હતું, આ રોગની સારવાર માટે રૂ. 16 કરોડનું એક ઈન્જેક્શન અમેરિકાથી આવતા મુંબઈની હોસ્પિટલમાં ધૈર્યરાજને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.

સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-બીમારીથી બાળક પીડાતો હતો. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માનવ શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. પરંતુ તેમાં ખામી હોય ત્યારે ન્યુરોન્સનું સ્તર જળવાતું નથી. તેથી કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાય છે. આ બાળકને માતા-પિતા તરફથી વારસામાં મળતો રોગ છે, જે જનીનિક ખામીના કારણે થાય છે. આ રોગની સારવાર ખૂબ મોંઘી છે. આ માટે અમેરિકાથી રૂ. 22 કરોડ જેટલી કિંમતનું ઈન્જેક્શન મંગાવવું પડે છે, જેને ડિસેમ્બર-2016 માં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની માન્યતા પણ મળેલી છે. આ ઈન્જેક્શનની મદદથી પ્રોટીનનું પ્રમાણ વધારી શકાય છે, જે માંસપેશીઓની હિલચાલ અને કામ કરવાની શક્તિ પણ વધારે છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ત્યાં બાળકનો જન્મ થતાં માતા-પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પ્રસર્યો હતો, પરંતુ માતા-પિતાને ક્યાં ખબર હતી કે બાળક એક ગંભીર બીમારી સાથે જન્મ્યું છે. કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે. પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઇ જતાં ચકાસણી દરમિયાન નિષ્ણાત ર્ડોક્ટરે જણાવ્યું હતું કે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે, જેને એસએમએ-1 તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવાં બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતો નથી, જેને લીધે ન્યુરોન્સનો સ્તર અપૂરતો હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે, જે નુકસાન તરફ દોરી જાય છે. જે માતા-પિતાના વારસામાં આવેલો રોગ છે, જે જનીનો ખામી દર્શાવે છે, ત્યારે આ રોગની સારવાર ખૂબ મોંઘી છે, તેના માટેના ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી માગવું પડે છે, જેની માન્યતા ડિસેમ્બર-2016 માં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનને મળેલું છે. એ કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે, જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. એને લીધે માંસપેશીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.

‘અબતક’ દ્વારા પ્રકાશિત કરાયેલા ધૈર્યરાજના વિડીયો સમાચારને
લોકોએ ખોબલે-ખોબલે વધાવ્યો: 15 લાખ લોકોએ નિહાળ્યો

Img 20210508 Wa0014

અબતક દ્વારા અવાર-નવાર ધૈર્યરાજની બીમારી બાબતે સમાચાર પ્રકાશિત કરીને લોકોને દાન કરવા અપીલ પણ કરાઈ હતી. રૂ. 16 કરોડની માતબર રકમ એકત્રિત થતા જ ધૈર્યરાજને અમેરિકાથી ઇન્જેક્શન મંગાવીને આપવામાં આવ્યું હતું અને રાજ્ય સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જામ્યો હતો. ધૈર્યરાજસિંહને ઇન્જેકસન આપી દેવાયાં બાદ ’અબતક’ દ્વારા એક વિડીયો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં ફક્ત 5 માસના બાળકની નિર્દોષ મુસ્કાનની એક ઝલક મુકવામાં આવી હતી. જે વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થયો હતો અને લોકોએ  આ વીડિયોને ખોબલે ખોબલે વધાવ્યા હતા. આ વીડિયોને ફક્ત 2 દિવસમાં જ 15 લાખથી વધુ લોકોએ નિહાળ્યો હતો અને 95 હજારથી પણ વધુ લોકોએ પસંદ કર્યો હતો. આ વીડિયો કુલ 30 લાખ જેટલા લોકો સુધી પહોંચ્યો હતો અને 3 હજાર જેટલા લોકોએ આ વીડિયો શેર કર્યો હતો જે ઘટનાક્રમ ધૈર્યરાજને મળેલો લોકોના પ્રેમની સાક્ષી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.