Abtak Media Google News

કોરોનાની બીજી લહેરે કેન્દ્ર, રાજય સરકારો ઉપરાંત આરોગ્ય ટીમ અને દેશભરનાં લોકોને હંફાવી દીધા છે. પરંતુ હવે, આ બીજી લહેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોચ્યાબાદ તેનો ગ્રામ નીચે સરકયો છે. નવા કેસમાં ઘટાડો થયો છે. તો સામે રીકવરી રેટ નોંધનીય ગતિએ વધ્યો છે. ગુજરાત સહિતના 18 રાજયોમાં કોરોનાની સ્થિતિ થાળે પડી રહી છે. જેમાં ગુજરાત સમગ્ર દેશમાં અવલ્લ નંબરે છે. સરકાર, સ્થાનિક તંત્ર અને ડોકટર-નર્સ સહિતનો મેડિકલ સ્ટાફ તેમજ સેવાભાવી સંસ્થાઓનાં સહીયારા પ્રયાસે આજે ગુજરાતને બીજી લહેરમાંથી

મૂકત કરાવવામાં મોટી મદદ કરી છે. તો આમાં ખાસ લોકોની જાગૃકતા અને સતર્કતાએ પણ અહમ ફાળો ભજવ્યો છે. લોકોમાં કોરોનાપ્રત્યેનો ભય દૂર થાય, ડરવાની બદલે લડવાનો જુસ્સો જાગે તેમજ રાત-દિવસ મહેનત કરતા કોરોનો વોરિયર્સને પ્રેરકબળ મળે તેહેતુસર નકારાત્મકતા દૂર કરી પોઝીટીવ નહીં પણ ‘બી પોઝીટીવ’ બનીએ તેવા હકારાત્મક વલણથી ‘અબતક’ દ્વારા ‘ગુજરાત જાગ્યુ’ કોરોના ભાગ્યુ અભિયાન શરૂ કરાયું હતુ જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી માંડી સ્થાનિક તંત્ર અને સમાજ શ્રેષ્ઠીઓએ જોડાઈ અભિયાનને વેગવંતુ બનાવ્યું હતુ.

અભિયાનનો આજે અંતિમ દિવસ પણ સતત હકારાત્મક વલણ રાખી
ગુજરાતને સંપૂર્ણ પણે કોરોના મુકત કરીશું

છેલ્લા પંદર દિવસથી સતત ચાલી આવતા આ અભિયાન અંતર્ગત રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતવાસીઓનો જુસ્સો વધ્યો છે. કોરોનામાંથી બહાર નીકળવા ડરનાં બદલે સાવચેતી રાખી લડવાની જરૂર છે. તેવો અભિગમ પ્રસરયો. હકારાત્મકતાથી ભરપૂર ‘અબતક’ના આ અભિયાન આજે પૂર્ણ થાય છે. પરંતુ હજુ આપણે આજ પ્રકારે હકારાત્મક વલણ રાખી કોરોનાની આવનારી તમામ લહેરનો હિંમતભેર સામનો કરી ગુજરાત સહિત સમગ્ર દેશને મહામારી મૂકત બનાવવાનો છે.
અબતક દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’
મુહિમને મુખ્યમંત્રીથી માંડી સ્થાનિક

નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ‘અબતક’ના આ અભિયાનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તાજેતરમાં ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે પણ મુખ્યમંત્રીએ આ અભિયાન સંબંધિત સુત્રો આપી લોકોની જાગૃકતા જનશકિત અને જનસતર્કતાને અહમ ગણાવી હજુ વધુ સાવચેતી રાખવા અપીલ કરી હતી.

તંત્ર અને સમાજ શ્રેષ્ઠીઓએ જોડાય બીજી લહેરના બિહામણા સ્વરૂપ વચ્ચે લોકોને પ્રોત્સાહિત કર્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં  યોજાયેલ “કોરોના સેવા યજ્ઞ” હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે 10,000 કીટ અર્પણ કરતા જણાવ્યું કે રાજ્ય સરકારે સમાજશક્તિને જોડીને કોરોના સંક્રમણ સામે જંગ છેડ્યો છે. રાજ્યપાલે કહ્યું કે પ્રત્યેક નાગરિક આ સેવાયજ્ઞમાં જોડાય. નિરાશા નહીં, ડર નહીં, સચેત બનીને જનશક્તિના સામર્થ્યથી કોરોના સંક્રમણ સામે “વિજય”નો નિર્ધાર કરીએ. વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે સંસાધનોની અછત નહીં, અસરકારક ઉપયોગ – વ્યથા નહીં વ્યવસ્થાના મંત્ર સાથે કોરોના સંક્રમણ સામે જંગ શરૂ છે.

રાજ્યપાલએ જણાવ્યું  કે, કોરોના સંક્રમણ સામે બે મોરચે લડવાનું છે એક તો લાપરવાહી છોડીને કોરોના યોગ્ય વ્યવહાર અપનાવી નિયમોનું ચુસ્ત પાલન કરવું અને બીજું રસીકરણથી માંડીને જરૂરિયાતમંદ લોકોની સેવા-સુશ્રુષાના સામૂહિક પ્રયાસો કરવા પડશે. કપરા કાળમાં અન્ય લોકોની પીડાને પોતાની પીડા સમજે એ જ સાચો માનવી છે, સંપત્તિનો સમાજકાર્ય માટે ઉપયોગ કરનારા જ મહાન કહેવાય છે. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરના કડક પાલન સામે યોજાયેલાં આ કાર્યક્રમમાં તમામ લોકો કોરોના સંક્રમણ સંદર્ભના ટેસ્ટ કરાવ્યા બાદ જ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ 10 હજાર કીટ લઈને પ્રસ્થાન કરી રહેલાં વાહનોના ચાલકોને પણ શુભેચ્છા પાઠવી હતી. બીજા ચરણમાં સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઇડર, હિંમતનગર, ખેડબ્રહ્મા, વડનગર વિસ્તારોના કોરોના વોરિયર્સને માટે કીટનો જથ્થો મોકલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.