Abtak Media Google News

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્રનાવિસ્તારમાં સંભવિત આવનાર વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા રાજકોટ વહિવટીતંત્ર સુસજ્જ છે વાવાઝોડાની સંભાવના ને લઈને લોકોએ ભય રાખવાની જરૂર નથી તેમ આશ્વસ્ત કરતા જીલ્લા કલેકટર રેમ્યા મોહને ભય મનમાં ન રાખવા અને વાવાઝોડાનો સામનો કરવા રાજકોટ વહિવટીતંત્ર દ્વારા કરાયેલ તમામ તૈયારીઓ ની વિગતો આપતા કલેકટરએ જણાવ્યું હતું કે તમામ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓને ફરજ સોંપાય ગયેલ છે.

હાલ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલોને ઓકસીજન સપ્લાયનો પુરવઠો સતત મળી રહે તેમજ કોઇ જ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઇ છે. ઓકસીજન પ્લાન્ટમાંથી ઓકસીજનના પુરવઠાનું પરિવહન કરતા ટેન્કરોને પણ અડચણો ન આવે તે માટે ખાસ ’ગ્રીન કોરીડોર’ની વ્યવસ્થા કરાઇ છે. જેમાં જિલ્લાના હાઇ-વે, માર્ગ અને મકાન (રાજય તથા પંચાયત) પોલીસ અને વનવિભાગને રોડ કલિયર રાખવા સુચીત કરાયા છે. આ ઉપરાંત તમામ 78 શહેરી અને 13 ગ્રામ્ય કોવીડ હોસ્પીટલમાં વીજપુરવઠો જળવાઇ રહે તે માટે ખાસ જનરેટરો પણ ઉપલબ્ધ કરાવાયા છે.

વાવાઝોડાની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ , કોઈએ ભયભીત થવું નહીં: કલેકટર રેમ્યા મોહન

તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર દવાઓનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરાવાયો છે. ગ્રામ્ય વિસ્તારના 34 થી વધુ લોકોને જિલ્લાના સંભવત અસરગ્રસ્ત  ગામોના કુલ 2000 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી : ચાલુ કરી વાઇ છે. સગર્ભા મહિલાઓને પણ સલામત સ્થળે શીફટ કરવા સુચના અપાઇ છે.

કલેકટર રમ્યા મોહને લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરતા જણાવ્યું હતું કે સાવચેતી એ જ સલામતી” સૌ લોકો ઘરમાંજ રહે અને સલામત રહે તે જરૂરી છે. શહેરના જુદાજૂદા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરાયેલા હોર્ડીંગ્ઝને કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે હાઇ-વે, માર્ગ અને મકાન (રાજય તથા પંચાયત) તથા નગરપાલીકાઓને સુચના અપાઇ છે. તેઓએ ખાસ કરીને વાડી વિસ્તારમાં વસતા લોકો ગામમાં સલામત સ્થળે આશ્રય લેવા અપીલ કરી હતી. ભારે વરસાદની શકયતાઓને લઇને નદીના પટ કે નીચાણ વાળા પુલો પરથી અવરજવર ન કરવા તાકીદ કરી હતી. તેઓએ ઉમેર્યું હતુ રાજકોટની આસપાસના જિલ્લાને પણ જરૂર પડયે સહાયતા કરવા જિલ્લા વહિવટીતંત્ર તૈયાર છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.