Abtak Media Google News

શહેરના અમિનમાર્ગ પર એન.એન.સી. હાઉસમાં પ્રથમ માળે લોકડાઉનમાં ન્યુ પેરેડાઇઝ નામથી ધમધમતા સ્પામાં પોલીસે દરોડો પાડી સંચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વધુ વિગત મુજબ કોરોનાની મહામારીથી રાજય સરકાર દ્વારા મીની લોકડાઉનનું જાહેરનામુ બહાર પાડયુ હોય જેમાં જીવન જરુરીયાત ચીજવસ્તુ સીવાય તમામ વેપાર ધંધા બંધ હોય ત્યારે કાલાવડ રોડ પર કણકોટ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો વત્સલ પરસોતમ મુંગલપરા નામનો શખ્સ અમિનમાર્ગ પર એન.એન.સી. હાઉસમાં પ્રથમ માળે ન્યુ પેરેડાઇઝ નામે સ્પા જાહેરનામાનો ભંગ કરી ચલાવતો હોવાની માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે દરોડો પાડી પોલીસે વત્સલ મુંગલપરાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.