Abtak Media Google News

અભિમાન, મિથ્યાભિમાન, અહંકાર, કે ઈગો આ બધાની વચ્ચે માત્ર એક પાતળી રેખા જેવડો જ ફર્ક હોય છે. પણ આ બધાની અસર સરખીજ થાય છે. વિશ્વના ઈતિહાસથી લઈ ખુદ તમારી જાત સુધી નઝર નાખો તો ખબર પડે કે ઈગોથી કેટલું નુકશાન થયું છે.

સૌથી મહત્વની વાતએ છે કે, દરેક લોકોને ઈગો વિશે ખબર છે. તે કોઈ બીજા વ્યક્તિને સલાહ આપશે કે ઈગો, અભિમાન કે અહંકાર ના કરાય પરંતુ એ જયારે પોતા પર આવે ત્યારે તે બધું જ ભુલાય જાય છે. આ માટે આપણા માટે મહત્વપૂર્ણ ઉદાહરણ છે, રામાયણમાંથી રાવણ અને મહાભારતમાંથી દુર્યોધન. આ બંને વ્યક્તિવ તે સમયે સંપૂર્ણ બળવાન, બુદ્ધિવાન હતા, પરંતુ પોતાના ઈગોને કારણે બંનેના સમગ્ર કુળનો વિનાશ થયો.

ઈગોને જો આપણે આજના જમાના પ્રમાણે વર્ણવો હોય તો કહી શકાય કે, “Ego is a silent killar”. અત્યારની સૌથી ખતરનાક બીમારી કોરોનાનું સંક્રમણ થાય તો તેના લક્ષણ જોવા મળે છે, પણ આ જીવમાત્ર સાથે જન્મેલી બીમારી ઈગો તેના એક પણ લક્ષણ જોવા મળતા નથી.

ઈગોની ઓળખાણ

વસ્તુ માત્રની ઓળખાણ કરવી સહેલી છે, પરંતુ જીવમાત્રની જે ભાવના છે, તેની ઓળખાણ કપરી છે. આ બધી ભાવનામાં પ્રેમ, ગુસ્સો, હાસ્ય એ બધુતો ચહેરા પરથી ઓળખી શકાય છે, પરંતુ ઈગો એક એવી (ભાવના કહો કે બીમારી) જેનો તાગ મેળવવો અઘરો છે.

ઈગોની શરૂઆત ‘હું’થી થાય છે. પછી તે ‘હું’ કોઈ વસ્તુ, ધંધો, કે સબંધમાં આવે એટલે ધીરે ધીરે ઈગો નામની બીમારી પાંગરે છે. ઈગો આવવાથી માણસના રીતભાતથી લઈ વર્તન, વ્યવહારમાં મોટા ભાગના ફેરફાર થાય છે. તેનામાં પ્રેમ, વિનમ્રતા, આદરભાવ જેવા લક્ષણો ઓછા થતા જાય છે ને તેની જગ્યા પર ઈગો આવી જાય છે.

ઈગોની અસર શું થાય

ઈગોની અસર વિશે આપણી સામે બે મહત્વપૂર્ણ ઉદાહરણ છે. જેમાં પહેલા આવે રાવણ, પોતાની બહેનનું નાક કપાતા કઈ પણ વિચાર્યા વગર બદલો લેવામાં સીતાનું અપહરણ કરી આવે છે. તેના પછી પણ મંદોદરી, વિભીષણ સાથે બીજા અન્ય લોકો સમજાવે છતાં પણ પોતાના અભિમાનમાં તે કોઈની વાત સ્વીકારતો નથી. આખરે સંપૂર્ણ કુળનો વિનાશ સર્જે છે.

મહાભારતમાં આવું કામ દુર્યોધન દ્વારા કરવામાં આવ્યું હતું. પાંડવનો 5 ગામ આપવામાં એને કોઈ ફર્ક પડતો ના હતો. પરંતુ ઈગો ખાતર એક પણ કણ ના આપું તેવું કહ્યુંને આખરે મહાભારત સર્જાણી. આવા અનેક ઉદાહરણો આપણે આજના સમયમાં પણ મળી જશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.