Abtak Media Google News

કોરોનાની બીજી લહેરને કાબુમાં લેવા દેશના ઘણા બધા રાજ્યોમાં લોકડાઉન અથવા કર્ફ્યુ લગાડવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાં કર્ફ્યુનું ઉલ્લંઘન કરતા લોકોને પોલીસ કાન પકડાવી ઉઠક બેઠક કરાવી અથવા લાકડીઓથી મારતા હતા. હવે પોલીસે કર્ફ્યુનો ભંગ કરતા લોકોને એક નવા પ્રકારની સજા આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશના દતિયામાં લોકડાઉનના સમયમાં લગ્ન કરવા પર જાનૈયાઓને પોલીસે નાગિન ડાન્સ કરવાની સજા આપી હતી. વિડિઓમાં તમે જોય શકો કે, ખાલી રસ્તા પર લગ્ન ધેલા જાનૈયાઓ નાગિન ડાન્સ કરી રહ્યા છે.

નાગિન ડાન્સનો આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. પોલીસ દ્વારા આપવામાં આવતી આ નાગિન ડાન્સની સજાથી હવે ફરી પાછા તે જાનૈયાઓ કર્ફ્યુનું ઉલ્લંઘન કરતા પહેલા એક વાર વિચારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.