Abtak Media Google News

કોરોના મહામારી વચ્ચે દેશમાં રોજના લાખોની સંખ્યામાં કોવિડ ટેસ્ટ થઈ રહ્યા છે. પાછલા એક વર્ષમાં ઘણી વખતા કોરોના ટેસ્ટે રેકોર્ડ સર્જોય છે. જોકે, લોકોએ વધુ ભરોસો RT-PCR ટેસ્ટ પર કરે છે. પરંતુICMR (કાઉન્સિલ ઓફ સાઈન્ટિફિક એન્ડ એન્ડસ્ટ્રિયલ રિસર્ચે) એક એવી ટેકનીક બનાવી છે. જેની મદદથી માત્ર ત્રણ કલાકમાંજ જાણી સકાય છે કે, તમને કોરોના છે કે, નથી. તેમાં કોગળા કરીને કોરોનાની તપાસ કરી શકાશે. ICMRએ પણ આ ટેકનોલોજીને મંજૂરી આપી દીધી છે.

આ ટેસ્ટમાં સ્વેબના કલેક્શન લવુ જરૂરી નથી.તેમાં એક ટ્યૂબ હશે,જેમાં સલાઈન હશે.લોકોને કોરોના ટેસ્ટ માટે આ સલાઈનના 15 સેકન્ડ સુધી ગરારા કરવા પડશે. જ્યારે શખ્સ કોગળા કરીને તેને ટ્યૂબમાં ભરવાનું રહેશે અને ટેસ્ટિંગ માટે આપવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આ ટેકનોલોજીનો રિમાર્કબલ ઈનોવેસન કરાર કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે,’આ સ્વેબ ફ્રી ટેકનીક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.’

નીરીના એન્વાયર્નમેન્ટલ વાઈરોલોજી સેલના સિનિયર સાયન્ટિસ્ટ ડો.કૃષ્ણ ખૈરનરે જણાવ્યું હતું કે, “નીરીએ નમૂના સંગ્રહને સરળ અને દર્દીને અનુકૂળ બનાવવાનો વિચાર કર્યો. ઓછામાં ઓછા, દર્દીને ઇજા પહોંચાડીને દર્દી સંગ્રહ કરી શકે છે. સલાઈન પીવું પડે છે અને પછી ગરારા કરવા પડે છે. ત્રણ કલાકમાં અમે આરટી-પીસીઆરની વાળી રિપોર્ટ આપી શકીએ છીએ. અમને હમણાં જ આઈસીએમઆર મંજૂરી મળી છે અને બાકીની લેબ્સને ટ્રેનિંગ આપવા કહેવામાં આવ્યું છે. આજે પહેલી બેચ નીરી પહોંચી છે, જેનું પરીક્ષણ હજુ બાકી છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકો આ પરીક્ષણો જાતે જ કરી શકશે, જે પરીક્ષણ કેન્દ્રની ભીડ નહીં કરે અને ઘણો સમય બચાવશે. ઉપરાંત કેન્દ્રમાં અન્યને સંક્રમણ લાગવાનું જોખમ રહેશે નહીં.

થોડા દિવસો પહેલા કોવિસલ્ફ કિટ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં 15 મિનિટ પર કોવિડ શોધી શકાય છે. આ કીટની કિંમત ટેક્સ સહિત 250 રૂપિયા રાખવામાં આવી છે. કીટ સાથે એક મેન્યુઅલ છે, જે જણાવે છે કે તમે હેલ્થ વર્કરની મદદ વગર કોરોનાને જાતે કેવી રીતે ચકાસી શકો છો. આ રેપિડ એન્ટિજેન ટેસ્ટ છે. ફક્ત નેજલ સ્વેબની જ જરૂરત રહેશે. ટેસ્ટમાં ફક્ત 2 મિનિટ લેશે અને 15 મિનિટની અંદર તમે પરિણામ જાણી શકશો. પોઝિટિવ રિપોર્ટ તેના કરતા ખૂબ પહેલા આવશે. જો રિપોર્ટ 20 મિનિટ બાદ આવે છે તો તે અમાન્ય માનવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.