Abtak Media Google News

ભારતને મળેલી આઝાદીના 14 વર્ષ બાદ ભારતીય સશસ્ત્ર દળોએ સંયુ્ક્ત કાર્યવાહી કરી ગોવાને પોર્ટુગીઝ શાસનથી સ્વતંત્રતા અપાવી હતી. લશ્કરી કાર્યવાહીની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કારણ કે,પોર્ટુગીઝને વારંવાર ચેતવણી આપ્યા છતાં ગોવા છોડવાના પક્ષમાં ન હતા. જે પછી ભારતની ત્રણ સૈન્યએ 19 ડિસેમ્બર 1961ના રોજ ઓપરેશન વિજય હેઠળ પોર્ટુગીઝોને ગોવામાંથી હાંકી કાઢ્યા હતા.

ગોવાએ પોતાનો સ્થાપના દિવસ 30મી મેના દિવસે ઉજવ્યો હતો કારણ કે, તે જ દિવસે 30 મે 1987 ના રોજ ગોવામાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. જે પછી ભારતીય બંધારણ અહીં સંપૂર્ણ અમલમાં આવ્યું.

ક્યારે આવ્યા પોર્ટુગીઝ

માર્ચ 1510માં અલફાન્સો-ધ-અલ્બુકર્કના નેતૃત્વમાં ગોવામાં પહેલી પોર્ટુગીઝ આક્રમણ થયું હતું. જોકે ગોવા પાસે કોઈ સૈન્ય ન હતું જેના કારણે આ સુંદર સ્થાળ કોઈ પણ સંઘર્ષ વિના પોર્ટુગીઝોના કબજામાં આવ્યું. ત્યાર બાદ ભારતના યુસુફ આદિલ ખાને પોર્ટુગીઝને ગોવામાંથી ભગાડવા માટે હુમલો કર્યો. જે બાદ પોર્ટુગીઝ પાછા ભાગી ગયા, પરંતુ પાછળથી અલ્બુકર્ક ઘણી મોટી સેના સાથે પાછો ફર્યા અને આ દરિયા કિનારે આવેલા શહેરને ફરીથી કબજે કરી લીધું.

પોર્ટુગીઝોએ એક હિન્દૂ તિમોજાને ગોવાના પ્રશાસક તરીકે નિમણૂક કર્યા. આ સાથે ગોવા ભારતમાં પોર્ટુગીઝ સામ્રાજ્યની રાજધાની બની ગયું. તેને લિસ્બન જેવા જ નાગરિક અધિકાર આપવામાં આવ્યા હતા અને 1575 થી 1600ની વચ્ચે આ શહેર આર્થિક અને સામાજિક રીતે ભારતના મોખરે બન્યું. પોર્ટુગીઝોએ ગોવામાં પોતાનો કબ્જો મજબૂત બનાવવા માટે ત્યાં નૌકા મથકો બનાવ્યાં. તેમણે ગોવાના વિકાસ માટે પણ ઘણો ખર્ચ કર્યો.

પોર્ટુગીઝને ભગાડીને અંગ્રેજોએ ગોવા પર કબ્જો જમાવ્યો

1809-1815ની વચ્ચે નેપોલિયને પોર્ટુગીઝને ભગાડીને 1815થી 1947 સુધી ગોવા બ્રિટીશ શાસિત રહ્યું. આખા ભારતની જેમ, અંગ્રેજોએ ત્યાંનાં સંસાધનોનું શોષણ કર્યું. તેઓ બ્રિટીશ દરિયાઇ વેપારના મુખ્ય કેન્દ્ર તરીકે પણ ઉભરી આવ્યા હતા.

આઝાદી બાદ ગોવાને અંગ્રેજોએ પોર્ટુગીઝના હવાલે કર્યા

1947માં, ભારત એંગ્રેજોની ગુલામીથી મુક્ત થઈ ગયું, પરંતુ ફરીથી ગોવામાં પોર્ટુગીઝએ કબ્જો કર્યો. જોકે, અંગ્રેજોના કાવતરા હેઠળ અને પોર્ટુગલના દબાવના કારણે ગોવાને તેમની હવાલે કરી દીધુ. જોકે, જવાહરલાલ નહેરુએ ઘણી વખત અંગ્રેજોને ગોવાને ભારતના અધીન કરવા માંગ કરી હતી.

ગોવામાં રાષ્ટ્રવાદનો ઉદય, લોહિયાને જેલ હવાલે

1928 માં ગોવામાં આઝાદી માટે મુંબઈમાં ડો.ટીબી. કુન્હાની અધ્યક્ષતામાં ગોવા કોંગ્રેસ સમિતિની રચના કરવામાં આવી. જે બાગ બ્રિટીશ અને પોર્ટુગીઝો પાસેથી આઝાદી મેળવવા માટે છૂટાછવાયા સંઘર્ષો થયા હતા. 1946 માં સમાજવાદી નેતા ડો.રામ મનોહર લોહિયા ગોવામાં પહોંચ્યા ત્યારે આઝાદીની ચળવળ વધુ તીવ્ર થઈ. જ્યારે લોહિયાએ નાગરિક અધિકારના ભંગના વિરોધમાં ગોવામાં બેઠક યોજવાની ચેતવણી આપી હતી, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં હવાલે કરવામાં આવ્યા હતાં.

પોર્ટુગીઝોએ ભારત સરકારની વિનંતીને ફગાવી દીધી હતી

તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલે પોર્ટુગીઝ શાસનને ગોવા ખાલી કરવા વારંવાર વિનંતી કરી હતી, પરંતુ દરેક વખતે તેમની માંગ નકારી કાઢી હતી. તે સમયે દમણ-દીવ પણ ગોવાના ભાગ હતા. 1954ની મધ્યમાં ગોઆન રાષ્ટ્રવાદીઓએ દાદરા નગર હવેલીની વસાહતો પર કબ્જો કર્યો અને ભારત સમર્થક પ્રશાસનની સ્થાપના કરી.

ગોવામાં સેના દ્વારા “ઓપરેશન વિજય”

1961 માં, ભારત સરકારે જોયું કે પોર્ટુગીઝ ગોવાને ખાલી કરવા તૈયાર નથી ત્યારે લશ્કર, વાયુસેના અને નૌકાદળને યુદ્ધની તૈયારી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેજર જનરલ કેપી કેન્ડેથને 17 ઈન્ફેટ્રી ડિવીજન અને 50 પેરા બ્રિગેડનો હવાલો મળ્યો હતો. ભારતીય સૈન્યની તૈયારીઓ છતાં, પોર્ટુગીઝોને કોઈપણ રીતે અસર થઈ ન હતી.

ભારતીય સૈન્ય ગોવામાં ઘૂસી અને પોર્ટુગીઝ શાસનનો અંત

ગોવામાં એર ઓપરેશન કરવાની કાર્યવાહી એર વાઇસ માર્શલ એર્લિક પિન્ટો પાસે હતી. ભારતીય વાયુસેના પાસે તે સમયે છ હન્ટર સ્ક્વોડ્રન અને ચાર કેનબેરા સ્ક્વોડ્રન હતા. ત્યારબાદ, 8 અને 9 ડિસેમ્બરના રોજ, એરફોર્સ દ્વારા પોર્ટુગીઝ લક્ષ્યો પર અનિયમિત બોમ્બ ધડાકા કરવામાં આવ્યા. આર્મી ગ્રાઉન્ડ અને નેવીએ દરિયાઇ માર્ગ દ્વારા ઘેરો વધાર્યો હતો.

ચારે તરફથી ઘેરાયેલા જોઈને 19 ડિસેમ્બર, 1961 તત્કાલીન પોર્ટુગીઝ ગવર્નર મેન્યુ વાસલો ડી સિલ્વાએ ભારત સામે સમર્પણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સાથે, ગોવા, દમણ અને દીવથી પોર્ટુગીઝો 451 વર્ષ જૂનો વસાહતી શાસનનો અંત આવ્યો. 20 ડિસેમ્બર 1962 ના રોજ, દયાનંદ ભંડારકર ગોવાના પ્રથમ ચૂંટાયેલા મુખ્યમંત્રી બન્યા હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.