Abtak Media Google News

માયાનગરી તરીકે જાણીતી મુંબઈમાં મેયરને લઈ વિવાદ સામે આવ્યો છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર હાલમાં એક ટ્વિટ દ્વારા વિવાદમાં ફસાયા છે. ટ્વિટર પર મેયરને જે સવાલ કરવામાં આવ્યો હતો તેનો જવાબ આપવો તેને ભારી પડ્યો. કિશોરી પેડણેકરે તેના ટ્વિટર હેન્ડલ પર એક ખાનગી ચેનલને આપેલો ઇન્ટરવ્યૂ શેર કર્યો હતો. ઇન્ટરવ્યૂમાં જણાવામાં આવ્યું હતું કે, ‘મુંબઈમાં 1 કરોડ વેક્સિનેશન ડોઝના ઉત્પાદન માટે નવ કંપનીઓના નામ સામે આવ્યા છે, તે સિવાય BMC વેક્સીન ખરીદવા માટે કંપનીઓ સાથે વાત પણ કરી રહી છે.’

આ ટ્વિટમાં જયારે એક યુઝરે પૂછ્યું કે, ‘કઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.’ તેના ઉત્તરમાં પેડણેકરે મરાઠીમાં ટ્વિટ કરતા લખ્યું કે, ‘તુજ્યા બાપાલા યાની’ જેનો ગુજરાતીમાં અર્થ ‘તારા બાપને’ એવો થાય. આ જવાબથી જ વિવાદની શરૂઆત થઈ.

Twit
આ પહેલીવાર નથી જ્યારે મુંબઈની મેયર કિશોરી પેડણેકર વિવાદમાં ફસાઈ હોય. આ પહેલા પણ તે આવા અનેક વિવાદોમાં ફસાઈ હતી. આડાઅવળા નિવેદનો આપીને ઘણી બધી વાર તે હેડલાઇન્સમાં આવી ચુકી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં મેયર કિશોરી પેડણેકરે કોરોનાની બીજી લહેર દરમિયાન જણાવ્યું હતું કે, ‘કુંભથી પાછા ફરનારા લોકો કોરોનાનો પ્રસાદ વહેંચશે’. આ નિવેદન પછી પણ તેમની ટીકા થઈ હતી.

મહારાષ્ટ્ર સરકાર અને અભિનેત્રી કંગના વચ્ચેના વિવાદ દરમિયાન મેયર કિશોરી પેડણેકરે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જ્યારે તેણીએ કંગના માટે કહ્યું હતું કે ‘ડો ટકે કે લોગ’. આવા શબ્દોનો ઉપયોગ કરી ફરી પાછા તે વિવાદોમાં આવ્યા હતા.

કિશોરી પેડણેકર વિવાદાસ્પદ નિવેદનો આપવા ઉપરાંત તેની પર ભ્ર્ષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો છે. ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કિશોરી પર આરોપ લગાવ્યો કે, કિશોરી તેના પદનો દુરુપીયોગ કરી તેના પુત્ર અને બીજા નજીકના લોકોને BMCમાં કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.