Abtak Media Google News

સ્વદેશી ગાયના સંવર્ધનથી લઈને દૂધ ઉત્પાદન અને તેના તમામ પ્રકારના ઈનોવેશનને વેગ મળે તે અર્થે કેન્દ્ર સરકાર દ્વારા “રાષ્ટ્રીય કામધેનુ આયોગનું” ગઠન કરવામાં આવેલ છે. આયોગ દ્વારા તમામ યુનિવર્સિટીઓને પણ આ ક્ષેત્રમાં કાર્યરત રહીને કામધેનુ ચેરની રચના કરવા માટે અપીલ કરવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા કામધેનુ ચેરની રચના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે અને કામધેનુ ચેર અંતર્ગત જીટીયુ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે “જીટીયુ ગૌ અનુસંધાન યુનિટનું( જીટીયુ-ગૌ)” ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે , ટેક્નોલોજીની મદદથી ખેતી અને ગૌ સંવર્ધને પ્રાથમિકતા આપીને, ન માત્ર ભાવનાત્મક પણ વૈજ્ઞાનિક ઢબે પણ જીટીયુ‌ – ગૌ દ્વારા કાર્યરત રહીને ઉદ્યમીતા અને રોજગારની અનેક તકો પૂરી પડાશે.

રાજ્યપાલના હસ્તે જીટીયુના ગૌ અનુસંધાન યુનિતનું લોકાર્પણ કરાયું

આ કાર્યક્રમના અતિથિ વિશેષ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ જીટીયુને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, જીટીયુ આ પ્રકારે ગૌ અનુસંધાન યુનિટ શરૂ કરનાર રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ , કુલસચિવ ડૉ. કે. એન. ખેર , ગૌ સેવક ગોપાલભાઈ સુતરીયા અને કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના સુપરવાઈઝર ઘનશ્યામભાઈ સીતાપરા ડિજીટલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતાં.

ગૌ-આધારીત વિવિધ ઈનોવેશન અને રીસર્ચ થઈ શકે , આ ઉપરાંત ટેક્નોલોજીની મદદથી સ્વદેશી ગાયના સંવર્ધન થકી તેના દૂધ ઉત્પાદનમાં વધારો કરવો , ગુણકારી ગૌ-મૂત્રનો પણ વૈજ્ઞાનિક ઢબે વિવિધ ઔષધો અને ખેત ઉત્પાદનમાં જતુંનાશક તરીકેનો વપરાશ જેવી અનેક બાબતોમાં ઈનોવેશનની તકો “જીટીયુ-ગૌ” દ્વારા પૂરી પાડવામાં આવશે

ગૌ-આધારીત વિવિધ ઈનોવેશન અને રીસર્ચ થઈ શકે , આ ઉપરાંત ટેક્નોલોજીની મદદથી સ્વદેશી ગાયના સંવર્ધન થકી તેના દૂધ ઉત્પાદનમાં વધારો કરવો , ગુણકારી ગૌ-મૂત્રનો પણ વૈજ્ઞાનિક ઢબે વિવિધ ઔષધો અને ખેત ઉત્પાદનમાં જતુંનાશક તરીકેનો વપરાશ જેવી અનેક બાબતોમાં ઈનોવેશનની તકો “જીટીયુ-ગૌ” દ્વારા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત આ સંદર્ભે જાગૃકતા કેળવાય તે માટે સમયાંતરે ખેડૂતો , પશુપાલકો , સંશોધકો અને હોર્ટીકલ્ચરના વિશેષજ્ઞો દ્વારા માહિતીસભર તાલીમનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે જીટીયુ જીઆઈસી હેડ ડૉ. સંજય ચૌહાણ અને સીઈઓ તુષાર પંચાલને અભિનંદન પાઠવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.