Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગાના કામો શરૂ થતાં શ્રમિકોને લોકડાઉનમાં પણ રોજગારી ઉપલબ્ધ બની ચાલીસ ગામોમાં મનરેગા કામ ચાલુ કરી 1558 લોકોને રોજગારી આપવામાં આવી છે.

લોકડાઉન બાદ લોકોને છેલ્લા એક ડોઢ વર્ષથી ધંધા રોજગાર બંધ છે અને લોકો રોજગારી વગર પરેશાન હતા ત્યારે ધ્રાગધ્રા તાલુકામાં સરકાર દ્રારા મનરેગા કામ ચાલુ કરી જળ સંગ્રહ થઈ શકે અને લોકને રોજગાર મળી રહે તે માટે અંદાજે

શ્રમ થકી રોજગારી પ્રાપ્ત કરી જળસંચયના કાર્યમાં સહભાગી બનતા શ્રમિકો સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, અને ધંધા  રોજગાર બંધ છે. તેવા સમયે રોજ કમાઈને પરિવારોનો જીવન નિર્વાહ ચલાવતા લોકોને તકલીફ ન પડે અને લોકડાઉનમાં પણ તેમને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના કામો શરૂ કરવા માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના રોજનું કમાઈને  જીવન નિર્વાહ ચલાવતા પરિવારો ભૂખ્યા ન રહે તે માટે સમગ્ર રાજ્યમાં મનરેગા થકી રોજગારી ઉભી કરવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના કામો મંજુર કરી સોશિયલ ડિસ્ટસીંગ જળવાઈ રહે તે પ્રમાણે કામોનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના શ્રમિક પરિવારોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન ગામનું પાણી ગામમાં જ સંગ્રહ થાય તે માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ અને જરૂરી તમામ તકેદારી સાથે મનરેગાના કામો કરવામાં આવ્યા છે.જે અંતર્ગત ધ્રાંગધ્રા તાલુકાના ચાલીસ (40) ગામો જેવા કે કુડા, કોપરણી,નિમકનગર,નરાળી સરવાળ, સોખડા, ગંજેડા, રાવળીયાવદર જેવા ગામની અંદર  પંદરસો અઠાવન(1558) જેટલા વ્યક્તિને રોજગારી મળી રહી છે.

સામૂહિક ઈરીગેશન અને જળસંગ્રહના મનરેગાના કામો ચાલી રહ્યાં છે. આ કામો થકી  શ્રમિકોને કામની માંગણી અનુસાર લોકડાઉનમાં પણ રોજગારી પુરી પાડવામાં આવી રહી છે, તેમજ આ કામો થકી શ્રમિકોને  રોજગારી મળી રહી   મનરેગા યોજનાઅંતર્ગત ક્ધવર્ઝનથી તળાવ ઉંડુ કરવાના કાર્યમાં જોડાયેલા શ્રમિકો પણ રોજગારી મેળવી રહયાં છીએ. સરકાર દ્વારા આ કામ ચાલુ કરવાથી અમને ઘણો ફાયદો થયો છે.

અત્યારના સમયમાં તળાવ ઉંડુ કરવાના મનરેગાના આ કાર્યથી અમારૂં ગુજરાન સારી રીતે ચાલી રહયું છે આવી જ વાત જિલ્લામાં અન્ય વિસ્તારોમાં ચાલતા મનરેગાના કામો થકી રોજગારી મેળવી સંતોષ અનુભવતા શ્રમિકો કરી રહયાં છે. આ શ્રમિકોના જણાવ્યા પ્રમાણે મનરેગાના કામો શરૂ થતા અમારા જેવા શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળી રહી છે, અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ કામો મજૂર વર્ગ ના લોકોને આ કોરોના ની પરિસ્થિતિમાં ગામડાના શ્રમિકો માટે આશિર્વાદરૂપ બન્યા છે.

આમ લોકડાઉનની પરિસ્થિતિમાં પણ શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ આ કામોના પરિણામે જરૂરિયામમંદ શ્રમિકો મનરેગાના માધ્યમથી રોજગાર મેળવી સ્વમાનભેર જીવી રહયાં છે. લોકોને રોજગારી મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.