Abtak Media Google News

ગુજરાતના ઝડપથી વિકસતા જતાં મેરીટાઈમ ઉદ્યોગ માટે કાનૂની વિવાદમાં લવાદના દ્વાર ખુલી ગયા છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ગિફટ સિટી ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. એ માટે મેરીટાઈમ બોર્ડની ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસીસ સેન્ટર ઓથોરીટી સાથે સોમવારે ખાસ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ઉદ્યોગોને લગતા તમામ વિવાદોનું ઝડપથી નિરાકરણ આવશે

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસીસ સેન્ટર ઓથોરીટી સાથે એમઓયુ

હિન્દુત્વ સામે મોરચો ખોલવા શું શરદ પવાર લીડરશીપ લેશે ?

મેરીટાઈમ અને શીપીંગ સેકટરમાં ઉભા થતાં વિવાદો અને કેસમાં મધ્યસ્થી તથા લવાદની પ્રક્રિયા પધ્ધતિસભર થઈ શકે તે માટે ગિફટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરનું મેરીટાઈમ લવાદ કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે જે મેરીટાઈમ ઉદ્યોગનું એક અભિન્ન અંગ બની રહેશે. ગિફટ સિટી ખાતે આવેલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોન (સેઝ) ખાતે લવાદ કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે તેમ મેરીટાઈમ બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મેરીટાઈમ અને શીપીંગ ઉદ્યોગમાં જે કાંઈ કાનૂની વિવાદો ઉભા થતાં હશે તેના ઝડપી નિકાલમાં સરળતા રહેશે. જેના પરિણામે મેરીટાઈમ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામને આર્થિક ફાયદો થશે અને કરાર કરવામાં કોઈ કાનૂની અડચણો ઉભી થશે નહીં. સોમવારે જીએમયુના અવંતિકા સિંઘ અને આંતરરાષ્ટ્રીય સેન્ટરના ચેરમેન આઈ શ્રીનિવાસે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

મેરીટાઈમ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓને મધ્યસ્થિ અને લવાદનો લાભ મળતો થઈ જશે. જેથી અવાર-નવાર કોર્ટમાં જવાની લાંબી અને કંટાળાજનક પ્રક્રિયામાંથી છુટકારો થશે અને આર્થિક બોઝામાંથી દેશ છુટી જશે. ભારતમાં અત્યારે આવી 35 લવાદ સંસ્થાઓ છે પણ મેરીટાઈમ સેકટર માટે કોઈ લવાદ વ્યવસ્થા અત્યાર સુધી ઉપલબ્ધ નહોતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.