Abtak Media Google News

સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા અથવા યુએવીએમ ટીમ દ્વારા વિશ્ર્વ જાગૃતિ  દિવસ નીમીતે પેટન્ટ ફ્રી  રસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંચ અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ સેંકડો સંસ્થાઓએ (ઘણી જગ્યાએ) કોવિડ રસીને સર્વ સુલભ બનાવવા માટે પોસ્ટર અને બેનરો હાથમાં રાખી તેમાં ભાગ લીધો. આ અવસર પર સ્વદેશી જાગરણ મંચ રાજકોટના સંયોજક જયેશભાઇ ઝીઝુવાડીયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક માનવતા આજે કોવિડ-19  ના રુપમાં અભૂતપૂર્વ કટોકટી અને ત્રાસદીનો સામનો કરી રહી છે.

છેલ્લા એક વર્ષમાં વિશ્ર્વભરમાં લગભગ 37 લાખથી વધુ અને ભારતમા 4.4 લાખ લોકો કોવિડ-19 થી મૃત્યુ નિપજયા છે. ઇઝરાઇલ, યુએસ, યુકે, નોર્વે વગેરે દેશોએ તેમની મોટાભાગની પુખ્ત વસ્તીને રસી આપીને નવા સંક્રમણ અને કોરોના થી થતો મૃત્યુ ને નિયંત્રણ કરી ચૂકયા છે, લોકોને કોરોના થી બચવવા માટે વિશ્ર્વને યુએવીએમ 14 અબજ રસી ડોઝની જરુર છે. જયારે આશરે છેલ્લા 6 મહિનામાં 8 કંપનીઓ દ્વારા કોવીડ રસીના માત્ર ર00 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. વર્તમાન દર, વિશ્ર્વની વસ્તીને રસી આપવામાં હજી વધુ ર-3 વર્ષ લાગી શકે છે. જયારે પહેલાથી જ રસી અપાયેલા લોકોને ફરીથી નવા કોરોના વેરીએન્ટથી ચેપથી બચાવવા માટે 10-1ર મહિનાની અવધીમાં બધા દેશની તમામ વસ્તીને રસી આપવી જરુરી છે. તેનો અર્થ એ છે કે જયાં સુધી બધા સલામત ના હોય ત્યાં સુધી કોઇ સુરક્ષિત રહેશે નહીં.

કોવિડ રસીઓના મોટા પાયે ઉત્પાદન  થવા માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ટ્રીપ્સના કાયદાની જોગવાયની અંદર પેટન્ટ કાયદા અને બોૈઘ્ધિક  સંપતિ હકકો કે અન્ય ફાર્મા કંપનીઓ આ રસીના ઉત્પાદનની મંજુરી નથી. વિશ્ર્વની 7.87 અબજની વસ્તીને કોરોનાની પકડમાંથી બચાવવા માટે રસી અને દવાઓનું ઉત્પાદન વધારવા પેટન્ટ કાયદાઓમાં રાહતની જરુર છે.

યુએવીએમ (સર્વ સુલભ વેકસીન અને દવાઓ) અભિયાન બધા માટે કોવિડ રસી ઉપલબ્ધ કરાવવા માટેના હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને સ્વદેશી જાગરણ મંચ જેવી સામાજીક સંસ્થાઓના સભ્યો દ્વારા ઓનલાઇન અભિયાનો દ્વાર શરુ કરવામાં આવી હતી. એક અરજી કુલપતિ અથવા સમકક્ષ પ્રતિષ્ઠિત  વ્યકિતઓ માટે અને બીજી અરજી અન્ય લોકો માટે પહેલી અરજી પર દેશભરમાં ર000 થી વધુ ખ્યાતનામ વ્યકિતઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અને બીજી અરજી પર 16 જુન સુધી ભારત અને વિદેશના 14 લાખથી વધુ લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અરજીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પેટન્ટ ફી રસીઓ માટેની ટ્રીપસની જોગાવાઇઓ માં રાહત આપે. વૈશ્વિક દવા કંપની સ્વેચ્છાએ અન્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓને કોવિડ-19 રસી બનાવવા માટે ટેકનોલોજી હસ્તાતરણ સહીત પેટન્ટ મુકત આધીકાર આપે, સરકારે પોતાના સાર્વભૌમ અધિકારીનો ઉપયોગ કરી વધુ નવી દવા કંપનીઓને રસી બનાવવા માટે લાયસન્સ આપે, સબંધીત વ્યકિતઓ અને સંગઠનનો માનવતા હેતુ આ અભિયાનને સમર્થન આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.