Abtak Media Google News

કોરોનાની પ્રથમ લેહરમાં લાંબો સમય બાદ શરૂ થયેલી કોર્ટ કાર્યવાહી કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનતા ફરી કોર્ટમાં પ્રત્યેક્ષ કામગીરી બંધ કરવામાં આવ્યા બાદ કોરોના કાબુ થતા હાઇકોર્ટ દ્વારા નીચેની અદાલતો ફરી કાર્યરત કરવા આદેશ કરતા રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ સહિત તમામ અદાલતોમાં આજથી ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સવા વર્ષ બાદ કોર્ટ કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થતાં વકીલો અને અરજદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

Advertisement

કોરોનાની મહામારી અને સંક્રમણ વધતા રાજયભરમાં કરફર્યુ અને આંશિક લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા જેના પગલે હાઇકોર્ટ દ્વારા રાજયભરની અદાલતોમાં માત્ર પ્રત્યક્ષ કામગીરી બંધ કરી ઓનલાઇન અરજન્ટ સુનાવણી જ કરવામાં આવતી હતી. કોરોનાની બીજી લહેર હળવી થતા અને સંક્રમણનો ભય દુર થતા હાઇકોર્ટ દ્વારા રાજયના તમામ જિલ્લા અને રાજય કક્ષાએ કોર્ટની પ્રત્યેક્ષ કાર્યવાહી ફરી શરૂ કરવા માર્ગદર્શિકા જાહેર કરી કોર્ટમાં રાબેતા મુજબ ફિઝિકલ કાર્યવાહી ફરી શરૂ કરવા કરેલા આદેશના આદેશના પગલે રાજકોટની ડિસ્ટ્રીકટ કોર્ટ સહિત 44 કોર્ટમાં સવા વર્ષ બાદ આજથી ફિઝિકલ કાર્યવાહીનો પ્રારંભ થયો છે.

Dsc 5406

રાજકોટની મેડીકલેઇમના 7200 સહિત અદાલતો માહજારો કેસો પેન્ડિંગ છે. જ્યારે 250 જેટલા કેસો જજમેન્ટ ઉપર છે. રાજકોટની તમામ અદાલતો પૂરતા સ્ટાફ સાથે ફરી ધમધમતી થતા પેન્ડિંગ કેસોનો જલ્દી નિકાલ કરવામાં આવશે લાંબા સમયે રાજકોટની તમામ અદાલતો ફરી ધમધમતી થતા વકીલો અને અરજદારોમાં આતુરત નો અંત આવ્યો છે

Dsc 5405

લાંબા સમય બાદ ગુજરાતની તમામ અદાલતોમાં ફિઝિકલ કામકાજ શરૂ થતાં વકીલોમાં આનંદની લાગણી ફેલાઈ હતી 95%  વકીલો કોર્ટ બંધ હોવાથી બેકાર બનેલા હતા અસંખ્ય વકીલોએ આ મોભાદાર વ્યવસાય છોડી અન્ય વ્યવસાય કરવા પડેલા ઘણા વકીલોએ આર્થિક સ્થિતિના અનુસંધાને આત્મહત્યા પણ કરી હતી સવા વર્ષમાં માત્ર 18 દિવસ શરૂઆતથી રાજ્યની અંદર તમામ કચેરીઓ કોરોના મહામારી  દરમિયાન મહામારી હોવા છતાં પણ કર્યા રત હતી  માત્ર હાઇકોર્ટ ની તમામ અદાલતો જ બંધ હતી ફરીથી ફિઝિકલ  કોર્ટ શરૂ થતાં વકીલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના મેમ્બર દિલીપ પટેલ એ હાઈ કોર્ટ માં કોર્ટો માં ફિઝિકલ કામગીરી શરૂ કરવા અનેક વખત રજૂઆતો કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.