Abtak Media Google News

અબતક, નવી દિલ્હી : ફ્લોરિડાના મિયામીમાં સમુદ્રની પાસે બનેલી એક 12 માળની શૈમ્પ્લેન ટાવર્સ નામની બિલ્ડિંગ અચાનક ઢળી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 99 લોકોનો કોઇ પત્તો મળ્યો નથી. રેક્સ્યૂ ટીમે અત્યાર સુધી 102 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ મદદ કરી રહી છે.

Advertisement

અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું, 99 લોકોનો કોઇ પત્તો મળ્યો નથી : રેક્સ્યૂ ટીમેં 102 લોકોને બચાવ્યા

ગુમ લોકોમાં એક ગુજરાતી પરિવારની ભાવના પટેલ (ઉ.વ.38), તેમના પતિ વિશાલ (ઉ.વ. 41), અને એક વર્ષની પુત્રી ઇશા સામેલ છે. ભાવના પટેલની ફેમિલી ફ્રેંડના અનુસાર ભાવના અત્યારે પ્રેગ્નેંટ છે. બચાવ દળ ગુમ લોકોને શોધવા માટે સોનાર ટેક્નોલોજી અને ડોગ-સ્ક્વોડની મદદ લઇ રહ્યા છે. મિયામી-ડેનાના પોલીસ ડાયરેક્ટર ફ્રેંડી રેમિરેઝએ જણાવ્યું કે તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ સર્ચ મોડ પર કામ કરી રહી છે. ટીમના સતત પ્રયત્નો ચાલુ છે. કાટમાળ નીચે અવાજ સંભળાઇ રહ્યા છે.

12 માળની બિલ્ડિંગ ફ્લોરિડાના મિયામીમાં આવેલી છે. તેનું નાઅમ શૈમ્પલેન ટાવર્સ છે. આ સમુદ્રની સામે બનાવવામાં આવી હતી. આ બિલ્ડિંગનું નિર્માણૅ 1980માં થયું હતું. ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓનું કહેવું છે કે બિલ્ડિંગને ફરીથી સમારકામની જરૂર હતી, જે થઇ શક્યું નહી. આ બેદરકારીના લીધે અકસ્માત સર્જાયો છે. જોકે રેસ્ક્યૂ બાદ જ અકસ્માતની તપાસ કરવામાં આવશે.

ફ્લોરિડા સરકારે અકસ્માતની ગંભીરતાને જોતાં પીડિત પરિવારોને આર્થિક મદદ આપવા માટે કાર્યકારી આદેશ જાહેર કરી દીધા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. જેને સરકારી ડિપાર્ટમેન્ટ જરૂરિયાત અનુસાર તમામ જરૂરી સંસાધન ઇમારતના રાહત અને બચાવ કાર્ય માટે ઉપયોગ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.