Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી કરતા તત્વોને કાયદાનો પાઠ ભણાવવા ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીએ તેમની ટીમને સજ્જ રહેવા સૂચના આપેલ છે. તથા જિલ્લાના ખનીજ ચોરો વોટ્સએપ દ્વારા અધિકારીઓની રેકી કરતા હોવા છતાં કચેરીએ કમર કસી છે. ત્યારે તપાસ ટીમે અલગ અલગ સમયે આકસ્મિક રેઇડ કરી સરોલીથી રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનીજનું વહન કરતી 2 ટ્રક, દેરોલ પાસેથી 3 ટ્રેકટર, ટોલટેક્સ પાસેથી 1 ટ્રક, અને તપાસ ટીમથી બચવા ભાગીને લાલપુર ગામમાં ઘૂસી ગયેલ 1 ટ્રક અને પ્રાંતિજ અને તાજપુર કુઈ વિસ્તારમાંથી 2 ટ્રક એમ કુલ 09 વાહનો બિનઅધિકૃત રીતે ખનીજ વજન કરતાં પકડી પાડ્યા હતા.

9 વાહનો સહીત 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. અને આ સાથે આશરે 13 લાખની દંડકીય વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . વડાલી ખાતેથી કોઈ પણ પ્રકારની પરવાનગી વગર રેતી અને કપચીનું વેચાણ કરતા જાવેદભાઈ મેમણ દ્વારા કરવામાં સ્ટોક કરી વેચાણ કરવામાં આવતું હતું. જેમાં તંત્ર દ્વારા 140 મે. ટન રેતી અને કપચીનો બિનઅધિકૃત જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

000જિલ્લા ખાણ ખનીજ વિભાગે ગત વર્ષે 355થી વધુ કેસો પકડી પાડયા હતા. અને 4,32 કરોડની દંડકીય રકમની વિક્રમજનક વસુલાત કરી છે. જેના કારણે ખનીજ ચોરોમા ફફડાટ ફેલાયો છે. જ્યારે ખનીજ ચોરો સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ આવી કડક કાર્યવાહીની ચોમેરથી પ્રસંશા થઈ રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.