Abtak Media Google News

પ્લેનમાં બેસવાનું કોને પસંદ ન હોય, હવાઇ મુસાફરીને વધુ સરળ અને સારી બનાવવા માટે જે તે એરલાઇન્સ કંપની દ્વારા એરહોસ્ટેસની નિમણૂક કરે છે. હવાઇ મુસાફરી દરમિયાન આ એરહોસ્ટેસ મુસાફરને સૂચનાઓ આપવાથી લઇને ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપે છે. હંમેશા મુસાફર સામે હંસતા ચહેરા સાથે વાતચીત કરતી એરહોસ્ટેસને એવા એવા અનુભવ થાય છે કે તે જાણીને તમે ચોંકી જશો, એરહોસ્ટેસ મુસાફરોની સેવા માટે ખડેપગે તો રહેવું જ પડે છે પરંતુ એરલાઇન્સ કંપની દ્વારા કેટલાક કડક નિયમોનું પણ પાલન કરવું પડે છે.

આવી જ એક મહિલાએ ઇંગ્લિશ વેબસાઇટ સાથે વાતચીતમાં એરહોસ્ટેસની ચમકદમક પાછળ છૂપાયેલી કાળી હકિકત અંગે પોતાના અનુભવ શેર કર્યા છે જેમાં તેણીએ જણાવ્યું કે હવાઇ મુસાફરી દરમિયાન અનેક લોકો ખાવા-પીવાની વસ્તુઓનો ખુબ જ બગાડ કરે છે. જેમાં જ્યુસથી લઇને સોફ્ટ ડ્રિંક્સના કેન ટોઇલેટમાં ફેંકી દેવામાં આવે છે. એટલું જ નહીં મોંઘીદાટ દારૂ પણ ટોઇલેટમાં ફેંકી દેવામાં આવે છે.

મહિલાએ જણાવ્યું કે એક તરફ કોરોનાકાળમાં લોકોને બે ટકના ખાવાના પણ ફાંફા પડી રહ્યાં છે તો બીજી બાજુ હવાઇ મુસાફરી દરમિયાન મોટા પ્રમાણમાં ખાવા-પીવાની વસ્તુનો બગાડ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યુસ, સોફ્ટડ્રિંક્સના કેન અને મોંઘીદાટ દારૂની ટોઇલેટમાં ડંપ કરવામાં આવે છે. કેટલાક લોકો બિમારીનું ખોટું નાટક કરી જમવાનું અપગ્રેડ કરાવે છે પરંતુ એરહોસ્ટેસ સમજી જાય છે કે કોણ નાટક કરી રહ્યું છે અને કોણ સાચું બોલે છે.

મહિલાએ જણાવ્યું કે એરહોસ્ટેસ સાથે એવા એવા કડવા અનુભવ થાય છે કે તે કોઇને કહી પણ શકતી નથી. કોવિડ પહેલા ફ્લાઇટના ફ્રૂ મેમ્બરો પાર્ટી કરતાં જેમાં એરહોસ્ટેસની છેડતી કરવાથી લઇને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવતું. એટલું જ નહીં પાયલટ પોતાના પદનો ગેરફાયદો ઉઠાવી એરહોસ્ટેસને સેક્સ માટે જબરજસ્તી પણ કરતા હતા. મહિલાએ જણાવ્યું કે ઝડપથી સફળતા મેળવવા માટે કેટલીક એરહોસ્ટેસ આવું કરવા માટે તૈયાર પણ થઇ જતી હતી. સાથે જ ચાલુ ફ્લાઇટ દરમિયાન એરહોસ્ટેસની છેડતી પણ કરવામાં આવતી હતી.

વધુમાં મહિલાએ જણાવ્યું કે એરહોસ્ટેસની નોકરી માટે સુંદર દેખાવવા માટે કંપનીએ કેટલાક નિયમો બનાવ્યા હતા જેમાં મેકઅપ કરવો, યુનિફોર્મ પહેરવો, હેરસ્ટાઇલ યોગ્ય રીતે રાખવી, લિપસ્ટિક, ફાઉન્ડેશન અને આઇલાઇન, નેલપોલિસ વગેરે ફરજિયાત હતું. આ સિવાય દરેક ફ્લાઇટ અટેન્ડન્ટે ફરજિયાત ડાયેટ ચાલું રાખવું પડતું હતું.

પોતાના અનુભવ શેર કરતાં પૂર્વ એરહોસ્ટેસે જણાવ્યું કે પોતાના છ વર્ષના કરિયરમાં હવાઇ મુસાફરી દરમિયાન આકાશમાં સીટ પર મુસાફરને મરતાં પણ જોયા છે જેમાં તેની નજર સામે જ એક ચાર વર્ષના બાળકનું મૃત્યું થયું હતું. તો અનેક યુવક-યુવતીને પ્રપોઝ કરતાં પણ જોયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.