Abtak Media Google News

બે બાઇક પર આવેલા ચાર શખ્સો રૂા.70 હજારના સોનાના પાટલા લઇ ભાગી ગયા

અલંગ નજીક આવેલા મણાર ગામની મહિલાને સોનાના ઘરેણા ચળકતા કરી દેવાના બહાને બે બાઇક પર આવેલા ચાર ગઠીયા રૂા.70 હજારની કિંમતના સોનાના પાટલા લઇ ભાગી ગયાની અલંગ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના લસકાણા વિસ્તારમાં ગ્રીનવેલી ફલેટમાં રહેતી કેતનાબેન હિતેશભાઇ કાકડીયા નામની પરિણીતા ગત તા.21મીએ અલંગ નજીક આવેલા મણાર ગામે પિયર આવી હતી ત્યારે ગત તા.27મીએ બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ તાંબાના વાસણ ચળકતા કરી આપવાના બહાને આવ્યા બાદ પ્રથમ તાંબાના વાસણને લીકવીડ લગાવી સાફ કરી દીધા બાદ ચાંદીના ઘરેણા સાફ કરી સોનાના ઘરેણા ચળકતા કરવાનું કહેતા કેતનાબેન રૂા.70 હજારની કિંમતના સોનાના પાટલા ધોવા માટે આપતા ચારેય શખ્સો બે બાઇક પર પાટલા લઇ ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.  અલંગ પીઆઇ બી.વી.ડોડીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.