Abtak Media Google News

અમદાવાદના બિલ્ડરનું  અપરહરણ થતા ચકચાર ફેલાઇ હતી. આ અંગે જેનુ અપહરણ થયુ હતુ તેના પત્નીએ અમદાવાદ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે અમદાવાદની ક્રાઇમ બ્રાંચની ટીમે અપહરણ કરનાર શખ્સોને લીંબડીના રળોલથી દબોચી લીધા હતા.

અપહરણ કરનારે એક કરોડની ખંડણી માંગી હતી: આશરો આપનાર પાંચને પણ દબોચી લેવાયા

ચાંદખેડા વિસ્તારમાં ન્યુ સી.જી.રોડ દેવનંદન હાઈટસની બાજુમાં મલબેરી હેબીટેડ ઘર નં.ઇ 203માં રહેતા ક્ધસ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા બિલ્ડર પ્રકાશ લક્ષ્મણભાઈ પ્રજાપતિને બાવળાના ભાયલાના નરેન્દ્રસિંહ રાઠોડ સાથે 6-7 વર્ષથી નાણાંકીય વ્યવહાર હતો.નરેન્દ્ર રાઠોડને પ્રકાશ પ્રજાપતિ પાસે રૂ.4 કરોડ લેવાનાં નીકળતાં હોવાની વિગત સામે આવી રહી છે. 20 દિવસ પહેલા નરેન્દ્ર અને તેનો પુત્ર વિરેન્દ્ર રાઠોડ પ્રકાશની ગેરહાજરીમાં તેના ઘરે જઈ પૈસા બાબતે પ્રકાશના પત્ની હર્ષાબેનને ધમકાવી બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. શનિવારે પ્રકાશ રખડતા શ્વાનોને બિસ્કિટ ખવડાવવા ગયા ત્યારે અપહરણ કરાયું હતું. પ્રકાશ પ્રજાપતિ સાથે કામ કરતા શિવાકાન્ત તિવારીને ફોન કરી અપહરણ કર્તાએ રૂ.1 કરોડની માંગણી કરી હતી. જેમાં ફોન કરનાર વ્યક્તિ વાઘા ભરવાડ બોલું કહીં પ્રકાશને ફોન આપ્યો હતો.

પ્રકાશે તેની પત્નીને જણાવ્યું હતું કે આ નરેન્દ્રના માણસોએ મારૂ અપહરણ કર્યું હતું. રૂ.1 કરોડ નહીં આપીએ તો મને મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. પ્રકાશના પત્ની હર્ષાબેનને આ અંગે નરેન્દ્ર રાઠોડ અને વાઘા ભરવાડ સામે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે રળોલ ગામે અબ્દુલ ટીંબલયાને ગોંધી રાખેલા બિલ્ડરને અપહરણકર્તાના ચૂંગલમાંથી છોડાવ્યા હતા. આશરો આપનાર શખ્સ નરેન્દ્ર રાઠોડ, પરનાળા ગામનો વાઘા ભરવાડ, રઘુ ભરવાડ, અબ્દુલ ટીંબલયા, યુનુસ વારૈયાને ઝડપી પાડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.