Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે કેબીનેટની બેઠક મળી હતી જેમાં અલગ-અલગ મુદાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી હાલ રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. જયારે છૂટછાટ વધારવા અને રસીકરણની ચર્ચાઓ મુખ્ય કેન્દ્ર સ્થાને હતી.

કોરોનાની ત્રીજી લહેર, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ, રસીકરણ, સ્કૂલ ફી, વરસાદ અને વાવેતર, કોલેજ-યુનિવર્સિટીઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે સમીક્ષા અને ચર્ચા કરાય

દર બૂધવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અ્ધ્યક્ષતામાં રાજય સરકારની કેબીનેટ બેઠક મળે છે. જેમાં રાજયમાં ચાલી રહેલી સ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવતી હોય છે અને સ્થિતિ થાળે પાડવા માટેનું વિસ્તૃત આયોજન કરવામાં આવતું હોય છે. આજે મળનારી કેબીનેટ બેઠકમાં ગુજરાતમાં આવનારા દિવસોમાં આવનારી કોરોનાની સંભવીત ત્રીજી લહેર,  રાજયમાં મળી આવેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીએન્ટના ત્રણ કેસો અને સ્કૂલ ફી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા રસીકરણ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. છેલ્લા એકાદ સપ્તાહથી વેકિસનના અપૂરતા જથ્થાના કારણે રાજયભરમાં વેકિસનેશનની કામગીરી પર અસર પહોચી છે. ત્યારે કેબીનેટમાં રાજયમાં ફરી રસીકરણની કામગીરી પૂરજોશમાં કેવી રીતે શરૂ કરી શકાય તે અંગે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામા આવી હતી. સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ વરસી ગયા બાદ સારા એવા પ્રમાણમાં વાવેતર થવા પામ્યું છે. વરસાદ અને વાવેતર અંગે પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ગુજરાતમાં કોલેજો તથા યુનિવર્સિટીમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવા માટેની મંજૂરી આપી શકાય કે ડેમ તે વિષયે પણ ચર્ચા કરવામાં આવી હતી. યોગ્ય સમીક્ષા કરી આ અંગે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજયનાં 18 શહેરમાં હાલ નાઈટ કરફયું લાગુ છે. અને કેટલીક પાબંધી લગાડવામાં આવી છે. જે આગામી 5 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારે કરફયુ અને પાબંધી લંબાવવી કે છૂટછાટ આપવી તે અંગે પણ કેબીનેટમાં ચર્ચા થયાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.