Abtak Media Google News

ધર્મરાજસિંહ જે. વાઘેલા. (છબાસર): શરૂઆતનો માનવ સમુદાય, નદી કિનારે જ વસવાટ કરતો, નદીને પૂજતો, માં કહેતો. આથી તો વિશ્વની મહાનતમ સંસ્ક્રુતિઓ મહાન નદીઓના કિનારે તો વસી, વિકસી હતી. જળએ તમામ મુળતત્વ રૂપે જીવ, વનસ્પતિની પ્રાથમિક જરૂરિયાત છે, જે વસવાટ, ગામ કે નગરમાં આવી નદી નોહતી કે સુકાઈ ગઈ હતી, ત્યાંના રાજા કે મહાજને પાણીની પ્રાથમિક જરૂરિયાતને પોહચી વળવા કૂપ, કુઈ, વાવ, વાવડી, તળાવ, સરોવર બંધાવ્યાં હતાં. અને એમાં પણ કળા, શિલ્પસ્થાપત્યને નવો ઓપ આપી અદ્ભૂત વારસો આપણને આપ્યો. પછી ડેમ ચેકડેમ આવ્યાં. પણ મહાન ભાતીગળ સંસ્કૃતિની પરિપક્વ વિચારધારા તો એ હતી કે “નદી , ઝરણાં વહેતાં ભલા ને સંતો વિચારતાં ભલા.”

આપણા લોકસાહિત્ય, લોકકથાઓ, દંતકથાઓ અને ઇતિહાસમાં બલિદાનની અસંખ્ય વાતો સાંભળવા મળે છે. જેમાં જળમાટે બલિદાન આપ્યાના પણ ઉદાહરણ રૂપ ઈતિહાસ છે. વઢવાણની માધા વાવ, ગોઝારી વાવ હોય કે વણઝારી વાવ, એમાં નવયુવાન દંપતી કે હજી જેની આંખે સંસાર ભોગવવાના ઓરતા આવ્યાને સુકાણાં પણ નથી એવા જોડલા જ્યારે પરમાર્થ કાજે બલિદાન આપવા તૈયાર થયા હશે! એ ઘડીએ એમના સ્વજનો એ એમને પૂછ્યું હશે કે…

“તમારાં લીલા બલિદાન આપેલાં આ ગોઝારા જળ કોણ પીશે?”

ત્યારે આ નવદંપતિ શું જવાબ આપે છે કે ” પીશે પંખી ને પીશે પશું આ……. પીશે આલમના સૌ લોક હો જી રે….”

કેવી સમર્પણની ઉંચી વાત.. આહા..!

જ્યારે ગઢપાટણના ધણી વીરસિંહ ગંગાજળ અને તુલસીપત્ર મોઢામાં મૂકી કેશરીયા કરવા નીકળ્યાં ત્યારે રાણી માં રૂડાંદે’ ને છેલ્લી ભલામણ અડાંલીજની વાપી પુરી કરાવજો, એવી કરી હતી.. કેવા મહામાનવો હતા! પોતાને સતિ થાવનો વખત હાથમાંથી જતો હતો તોય એને ફિકર હતી પોતાના પ્રજા કલ્યાણની.

” હે જળ, તું જ સર્વેનું પોષક છો,
તુંજ થી જ છે, આ ઉપવન;
તું જ અજાન આલમનું અસ્તિત્વ,
તું જ થી તો છે, આ જીવન.
હે જળ……..”
…અજાન.

એવાં જ બાઈ હરિરને પણ કેમ ભુલાય ? એનાં શીલા લેખના શબ્દો હતાં,….

” नमः सृष्टिको नमोपांपतये तुम्यं सर्वजीवनरूपिणे वरुणाय नमस्तुभ्यं नमः सुकृत साक्षिण
जयति जगत्रयजननी कुंडलिनीनामतः पराशक्तिः । सुरनरवदितचरणा बापी रुपात्मना सततं
नमामि विश्वकर्माणं सकलाभीष्टदायकं ।।
के पातो यस्य सर्वे स्युः कर्तुं कर्म क्षमा नराः

( બાઈ હરિરની વાવ વિ.સ. १५५७, ઈ. સ. १४८८)

ફોટોગ્રાફ સાભાર : સાવજીભાઈ છાંયાજી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.