Abtak Media Google News

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી

અબતક, સોશિયલ મીડિયાના ફેસબુક પેઇજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

ગઈકાલે કોકોનટ થિયેટરનાં ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખતાને સંગમાં  ટ્રાન્સ મીડિયા એવોર્ડથી સન્માનિત, સુપ્રસિદ્ધ દિગ્દર્શક  ધર્મેશ મહેતા લાઈવ આવ્યા હતા. જેમનો વિષય હતો 40 વર્ષ 40 નાટકો ગુજરાતી રંગભૂમિ પર 40 વર્ષથી વધુ સમયથી સક્રિય એવા  ધર્મેશભાઈ એ પોતાની વાતની શરૂઆત કરતાં જણાવ્યું કે સંઘર્ષ વિના સફળતા ન મળી શકે ગુજરાતી બાળનાટકો થી શરૂઆત કરીને આજે ગુજરાતી રંગભૂમિ પર નિર્માતા અને દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધિ મેળવી ચૂકેલા ધર્મેશભાઈ એ પોતાના 40 વર્ષમાં 40 નાટકોના સંઘર્ષની વાત કરી 10 વર્ષની ઉંમરથી જ નાટક કરવાનું શરૂ કર્યું પ્રથમ નાટક હતું

આઈ.એન.ટી નું જળપરી માત્ર શોખ ખાતર કરેલ નાટક બાદ, નાટકો કરવાની જાણે આદત પડી ગઈ. અને  ચશ્મીસ ચચ્ચુ બિલાડીનું બચ્ચું, ટકા મુંડા, આવા અનેક બાળ નાટકો કર્યા પંદર નાટકોમાં અભિનય કર્યો. 1984માં ધમાચકડી નામનું નાટક દિગ્દર્શન કર્યું અને એનું નિર્માણ પણ કર્યું જે ખૂબ ચાલ્યું હતું. બાળ નાટક દરમિયાન જ સેટ લગાડતા, લાઇટિંગ કરતા શીખ્યા. એકવાર રંગભૂમિનું મોટું નામ કહેવાય એવા  ગૌતમ જોશીએ મને નાટકમાં કામ કરવાની ઓફર કરી નાટકનું નામ હતું ચીલ ઝડપ જેમાં મોટા ગજાના કલાકારો કામ કરતા હતા. આજે હું જે કંઈ શીખ્યો છું એ બધું દરેક કલાકારો ને જોઈને શીખ્યો છું .એ વખતે નાટકમાં બેકસ્ટેજ કર્યું જેમાં મને 30 રૂપિયા મળતા. એ નાટકમાં કામ કરતાં જતીન કાણકિયા જેમનો મારા ઉપર ખૂબ પ્રભાવ હતો એમની સાથે કામ કરવાનું સપનું હતું

મેસેજ કરતા ત્યારે માત્ર નેપથ્યમાં ઊભા રહીને જતીનભાઈ નો અભિનય જોવાનો લાહવો લેતા અને એમાંથી ઘણું શીખતા. સપનું હતું એમની સાથે કામ કરવાનું અને ત્યારે નાટક નિર્માણ કરવાનું વિચાર્યું સુરેશ રાજડા કે જે રંગભૂમિના દિગ્ગજ દિગ્દર્શકો માંના એક છે એમને મારા મનની વાત કરી કે મારે નાટક નિર્માણ કરવું છે તમે દિગ્દર્શન કરશો સુરેશભાઈએ મારા જેવા નવા ઉગતા નિર્માતાને તરત જ હા પાડી અને કહ્યું કે મારી પાસે સરસ સબ્જેક્ટ છે. પણ જો હું કહું એ કલાકારને તુ લઈ આવે તો જ તારું નાટકનું કરીશ અને મને કહ્યું કે આ નાટકમાં માત્રને માત્ર જતીન કાણકિયા કામ કરે તો હું નાટક કરીશ અને જતીનભાઈ એ વખતે ગુજરાતની ટૂર પર હતા

ત્યારે હું ગુજરાત ગયો અને મેં જતીનભાઈને મળી એમને જણાવ્યું કે મારે નાટક નિર્માણ કરવું છે અને સુરેશ રાજડા નાટક દર્શન કરવા રેડી છે. પણ એમની શરત છે કે જો તમે આ નાટકમાં કામ કરો તો જે નાટક બની શકે. જતીનભાઈ એ સૂરેશ ભાઈ ને ફોન પર વાત કરી તેમણે વિષય સાંભળ્યો જે જતીનભાઈ અને ખૂબ જ ગમ્યો અને જતીનભાઈ એ નાટક માટેની શરતો મૂકી. એ જીવનમાં હું આજ સુધી નથી ભુલ્યો. જેના થકી મને ઘણું શીખવા મળ્યું, ઘણું જાણવા મળ્યું ત્યારબાદ એ નાટક બન્યું જેનું નામ સખણા રેજો રાજ જેમાં દરેકે દરેક કલાકાર એ અદભુત અભિનય કર્યો અને મારી નિર્માતા તરીકેની સફર શરૂ થઈ. ત્યારબાદ રંગભૂમિના દરેક મહાન કલાકારો સાથે કામ કરવાનો અવસર મળ્યો. અને હું એક નિર્માતા તરીકે ગુજરાતી રંગભૂમિ પર ઓળખાવા લાગ્યો આજે હું જે કંઈ પણ છું તે રંગભૂમિને લીધે છું

શ્રીમદ રાજચંદ્રજી ના આશીર્વાદ અને ગુરુદેવ રાકેશ ભાઈ ઝવેરીના આશીર્વાદ મળ્યા એમના આદેશથી એક નાટક બનાવ્યું જેના થકી આજે આખા જગતમાં મને ગુજરાતી રંગભૂમિને રિપ્રેઝન્ટ કરવાનો અવસર મળ્યો છે. અમે એક નાટક બનાવ્યું જેનું નામ “યુગપુરુષ” જેના લેખક ઉત્તમ ગડા, દિગ્દર્શક રાજેશ જોશી અને શ્રીમદ રાજચંદ્ર જીવન પર આધારિત યુગપુરુષ નાટક. રંગભૂમિના આશીર્વાદથી 4 ટીમ એ સિવાય ગુજરાતી મરાઠી, હિન્દી ઇંગલિશ તામિલ કન્નડા અને બાંગ્લા દરેક ભાષામાં યુગપુરુષ નામનો યુગ પુરૂષ નાટક સમગ્ર વિશ્વમાં ભજવાયું અને સૌ પ્રથમવાર ગુજરાતી રંગભૂમિ ના આ નાટકની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ જેનું શ્રેય યુગપુરુષ નાટકની સમગ્ર ટીમને અને ગુજરાતી રંગભૂમિને જાય છે.

ધર્મેશભાઈ એ આજે પોતાની સફરમાં બીજી ઘણી એવી વાતો કરી જે દરેક યુવા કલાકારે અને રંગભૂમિ સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિએ સાંભળવી જોઈએ સમજવી જોઈએ સાથે સાથે મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો અમિત ભાઈનું આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છો.

આજે જાણીતા સંગીતકાર મેહુલ સુરતી લાઈવ આવશે

Img 20210709 Wa0259

‘નાટક અને સંગીત’ આ વિષયક ચર્ચા અને પોતાના અનુભવો શેર કરવા આજે સાંજે 6 વાગે  કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’નાં એકેડેમીક સેશનમાં ગુજરાતી તખ્તાના જાણીતા સંગીતકાર મેહુલ સુરતી લાઈવ આવશે. છેલ્લા 100 દિવસથી ચાલી રહેલ આ  શ્રેણીથી યુવા કલાકારોને ઘણુ શીખવા મળી રહ્યું છે. નાટકની  વિષય વસ્તુ સાથે  સંગીતનું ઘણું મહત્વ હોય છે. ઘણા મહત્વના સીન સાથે હાસ્ય ને કરૂણ દ્રશ્યોમાં પણ તેનું મહત્વ હોય છે. ઘણા નાટકોતો તેના સંગીત ગીતોને  કારણે જ હીટ બન્યા છે. સ્ટેજનાં ડાર્ક વખતે સંગીત જ પ્રેક્ષકોને જકડી રાખે છે. સસ્પેન્શ થ્રીલર નાટકોમાં  સંગીત એક પાત્ર તરીકેનું  નાટકમાં મહત્વ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.