Abtak Media Google News

પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી વર્ષ સુધી હવસનો શિકાર બનાવી તી

ગોંડલ શહેરની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ગોંડલની અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે ભગવતપરા વિસ્તાર ના શખ્સને 10 વર્ષની સજા  ફરમાવતો હુકમ કર્યો છે વધુ વિગત મુજબ શહેરમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી  અઢી વર્ષ સુધી હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચાર્યની ભગવત પરા વિસ્તારમાં રહેતા કેતન હરેશ વૈષ્ણવ  નામના શખ્સ સાથે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી .

આ બનાવમાં ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફે કેતન હરેશ વૈષ્ણવ સામે બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી કેસની તપાસ પૂર્ણ થતા કેતનને જેલ હવાલે કર્યો હતો તપાસનીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરાતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

બંને પક્ષોની લેખિત મૌખિક રજૂઆત બાદ સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તબીબ, તપાસનીશ અને ભોગ બનનાર સહિત 19 સાહેદોની જુબાની લેવામાં આવી હતી સરકારી વકીલ ઘનશ્યામ ભાઈ ડોબરીયા ની દલીલો ધ્યાને લઇ આરોપી કેતન વૈષ્ણવને એટ્રોસિટી અને દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અદાલતે સજા ફરમાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.