Abtak Media Google News

આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત ત્રણ સિરીઝ યજમાનીપદે જ્યારે અન્ય ત્રણ સિરિઝો વિદેશમાં રમશે!!

ત્રણ સપ્તાહ અગાઉ આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ સાઉથમ્ટનમાં રમાઇ હતી. ન્યુઝીલેન્ડએ ભારતને હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં ચેમ્પિયન બન્યુ હતુ. હવે આ ચેમ્પિયનશીપની જંગ ફરી શરુ થવા જઇ રહી છે. આઇસીસીએ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી એડીશન ૨૦૨૧ થી ૨૦૨૩નુ એલાન કર્યુ છે.

જે મુજબ ભારત કુલ ૯ ટીમો પૈકી ૬ ટીમો સામે સીધી ટકરાશે. ભારત કુલ ૬ સિરીઝ રમશે જેમાંથી ૩ સિરીઝ માટે ટીમ યજમાની કરશે એટલે કે ઘર આંગણે જ સિરીઝ રમવામાં આવશે. જ્યારે અન્ય ૩ સિરીઝ માટે ભારતે વિદેશની ટુર કરશે.

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ ટેસ્ટ શ્રેણી રમશે. તો વિદેશમાં ઇંગ્લેંન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. જૂન ૨૦૨૩માં સમાપ્ત થનારી ફાઇનલની બીજી એડીશનમાં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ફક્ત બે શ્રેણી સામેલ છે. જેમાં ભારત અને ઇંગ્લેન્ડ ઉપરાંત આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી એશેઝ સિરીઝ સામેલ છે.

ઓસ્ટ્રેલિયાના આગામી વર્ષે ભારત પ્રવાસ દરમ્યાન ચાર ટેસ્ટ મેચ રમાનાર છે. જે નવી એડીશનની એક માત્ર ચાર મેચોની સિરીઝ હશે. કુલ ૯ ટીમો પૈકી ભારતે પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને અન્ય એક ટીમની બાદબાકી કરી છે.

આ ચેમ્પિયનશીપ ની શરુઆત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ શરુ થશે. જ્યારે માર્ચ ૨૦૨૩ માં તેની આખરી શ્રેણી રમાશે જેના બાદ ફાઇનલ મેચમાં ચેમ્પિયનનું પરીણામ સામે આવશે.

અંતિમ એડીશન દરમ્યાનની માફક ૯ ટીમો ટેસ્ટ ચેમ્પિયનશીપની ૬-૬ ટેસ્ટ શ્રેણી રમનારી છે. જોકે આ વખતે પોઇન્ટ પધ્ધતી બિલકુલ અલગ હશે. તમામ ટીમોને દ્વીપક્ષીય સિરીઝ અને પોઇન્ટસ સિસ્ટમ જારી કરી છે. પ્રેસ રિલીઝ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. જે મુજબ ૩ સિરીઝ ઘરેલુ અને ૩ સિરીઝ વિદેશમાં રમવાની રહેશે. જોકે પોઇન્ટ ગત એડીશનની માફક નહી હોય પ્રત્યેક ટેસ્ટ માટે સમાન પોઇન્ટસ હશે.

ગત ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમ્યાન દરેક સિઝનમાં ૧૨૦ પોઇન્ટ નિયત કરવામાં આવ્યા હતા. જેને સિરીઝમાં રમાનારી ટેસ્ટમાં વહેંચવામાં આવતા હતા. જેને લઇને અનેક ખેલાડીઓએ સવાલ ઉઠાવ્યા હતા. જેના બાદ આઇસીસીએ તેને આ વખતે બદલી દીધા છે. હવે દરેક ટેસ્ટ મેચ માટે પોઇન્ટ્સ નિર્ધારિત કરવામાં આવ્યા છે. એક ટેસ્ટ મેચ જીતવા પર ૧૨ પોઇન્ટસ મળશે. જ્યારે ડ્રો રહેવા પર ૪ પોઇન્ટ મળશે. પરંતુ જો ટેસ્ટ મેચ ટાઇ રહેશે તો ૬ પોઇન્ટસ મળશે.

ટૂર્નામેન્ટમાં પોઇન્ટ પરસેન્ટેઝ સિસ્ટમ બનશે ગેમ ચેન્જર

જોકે પોઇન્ટ ટેબલમાં ટીમોના સ્થાન જીતવામાં આવેલા પોઇન્ટસના આધાર પર નહી હોય. કારણ કે કેટલીક ટીમો અન્ય ટીમોની તુલનામાં વધારે ટેસ્ટ રમશે. આવામાં આઇસીસીએ પોઇન્ટસ પરસેન્ટેઝ સિસ્ટમને આ વખતે લાગુ કરી છે. આઇસીસી એ પાછળના વર્ષે કોરોના વાયરસ ને કારણે કેટલીક સિરીઝ રદ થવા પર તેની શરુઆત કરી હતી.આ વખતે તેને શરુઆત થી જ લાગુ કરવામાં આવી રહ્યુ છે.

જેના આધારે સંપૂર્ણ ૧૨ પોઇન્ટસ હાંસલ કરવા પર ૧૦૦ પર્સેન્ટેઝ પોઇન્ટસ મળશે. જ્યારે ટાઇની સ્થિતીમાં ૫૦ પર્સેન્ટેઝ પોઇન્ટસ અને ડ્રો મેચ માટે બંને ટીમોને ૩૩.૩૩ પર્સેન્ટેઝ પોઇન્ટસ મળશે. આવી સ્થિતિમાં કોઇ ટીમ વધારે મેચ રમે કે, કોઇ ઓછી, નબળી ટીમ સામે કે મજબૂત ટીમ સામે રમે પોઇન્ટસ સૌને બરાબર મળશે.આઇસીસીએ સાથે જ સ્પષ્ટ કર્યુ છે કે, ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમ્યાન ધીમી ઓવર રેટ પર ટીમોએ પોઇન્ટસ ગુમાવવા પડશે. ધીમી ઓવર રેટમાં દોષીત ટીમ એ પ્રત્યેક ઓવર ૧ પોઇન્ટનો દંડ લાગશે. ફાઇનલ મેચને લઇને તારીખ અને સ્થળને લઇને કોઇ જ એલાન કર્યુ નથી.

ટેસ્ટ મેચ સિરીઝ પૂર્વે અશ્વિનનું ‘ફોર્મ’ ઇંગ્લેન્ડની ચિંતા વધારી દેશે!!

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત સૌ પ્રથમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. જે પૂર્વે ભારતીય સ્પિન બોલર અશ્વિન ફોર્મમાં આવી ગયો છે. એક પ્રેક્ટિસ મેચમાં અશ્વિને ફક્ત ૨૭ રન આપીને ૬ વિકેટો ચટકાવી હતી. ખાસ બાબત છે કે, અશ્વિને અલગ અલગ ટેકનિકો વિકસાવી છે જેના કારણે બેટ્સમેનો બોલને સમજી શકતા નથી અને પરિણામે વિકેટ ગુમાવે છે. અશ્વિનની નવી ટેકનિકો પૈકી એક ટેક્નિક બહાર આવી છે જે કેરમ બોલ છે.

બેટ્સમેનને લાગે કે બોલ ટપ્પો પડયા બાદ ઓફ સ્વીન્ગ થશે પરંતુ બોલ બાઉન્સ થઈને લેગમાંથી વિકેટમાં ઘુસી જાય છે. આ ટેકનિક બાઉન્સી પિચ માટે હશે. એક એવી ધારણા છે કે, બાઉન્સી પિચ પર સ્પિન બોલર ફાયદાકારક સાબિત થતા નથી પરંતુ અશ્વિને નવી ટેક્નિક વિકસાવી આ બબાતને ખોટી પુરવાર કરી દીધી છે. અશ્વિનની આ ટેકનિકો ચોક્કસ ઇંગ્લેન્ડની ટીમની ચિંતામાં વધારો કરી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.