Abtak Media Google News

અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવા સમયમાં લોકો ઈ-વ્હીકલ તરફ વળ્યા છે. ત્યારે રાજસ્થાનના બાડમેર જિલ્લાની પોલિટેકનીક કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા 14 વિદ્યાર્થીઓએ માત્ર 8 દિવસમાં પોકેટ મનીથી ઈ-સાયકલ બનાવી છે. આ સાયકલ બનાવવા માટેનો ખર્ચ 12 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેને ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર 20 પૈસા થશે.

આ સાયકલ આખા બાડમેરમાં ચર્ચાનો વિષય બની રહે છે. એક વખત ચાર્જ કર્યા બાદ, આ સાયકલ 25 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ સાયકલમાં 12 વોટની બે બેટરી ઉપરાંત તેમાં સ્પીડ કંટ્રોલર પણ છે.

Screenshot 2 44

આ ઈ-સાયકલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં બે 12 વોલ્ટની લેડ એસિડ બેટરી છે. જ્યારે બેટરી ખલાસ થઈ જાય છે, ત્યારે પેડલ મારીને તેને સરળતાથી ચલાવી શકાય છે. સંશોધન દરમિયાન, એક ઇ-સાયકલની કિંમત 15,000 જેટલી થવાનો અંદાજ હતો પરંતુ જ્યારે આ સાયકલ બનાવવાનું કામ શરૂ કરાયું હતું, ત્યારે તે 12 હજાર રૂપિયામાં સાયકલ બનીને તૈયાર થઈ ગઈ હતી. એક વખત ચર્જિંગ કર્યા બાદ તેને સરળતાથી 25 કિ.મી. સુધી લઈ જઈ શકાય છે.

સાયકલની સીટ હેઠળ કંટ્રોલર લગાડવામાં આવેલો છે. જે સ્પીડને વધારવામાં અથવા ઘટાડવામાં અને સ્પીડને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. બેટરી ચાર્જ કરવામાં 7 કલાકનો સમય લાગશે. બે 12 વોટની બેટરી ઉપરાંત, 250 વોટની મોટર છે. કોલેજમાં આ સાયકલનો ટ્રાયલ ખૂબ જ સફળ રહ્યો. તમામ વિદ્યાર્થીઓ તેમની સફળતાથી ખૂબ જ ખુશ છે.

Screenshot 3 25

આ સાયકલ બનાવવામાં ઇલેક્ટ્રિક HOD અમૃતલાલ જાંગીડે પણ ફાળો આપ્યો છે. તેમણે કહ્યું કે આ સાયકલ ઈકો ફ્રેન્ડલી છે. કોઈપણ આને ખૂબ જ સરળતાથી ચલાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.