Abtak Media Google News

અતિથીપદે મોટીવેશ્નલ સ્પીકર સંજય રાવલ, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહેશે

પ્રદેશ યુવા ભાજપ મંત્રી જય શાહ ‘અબતક’ની મુલાકાતે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન તા.2 ઓગષ્ટના રોજ ચોટીલામાં 65 હજાર રોપાના વાવેતર સાથે વિશ્વ રેકોર્ડ સર્જાશે. સમગ્ર કાર્યક્રમ ચામુંડા માતાજી યુવા ગ્રુપ તથા સામાજીક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર જિલ્લાના સહયોગથી આયોજીત થયો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિન નિમિતે ચોટીલા શહેર તથા તાલુકાના 88 ગામોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રામ-રહીમ ફાઉન્ડેશન, સતકર્મ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, સનસાઈન સ્કુલ પરિવાર, શ્રી ક્રિશ્ર્ના ગ્રુપ, આબલીચોક મીત્ર મંડળ, ગુજરાત રાજય યુવક બોર્ડના સહયોગ સાંપડયો છે.

તાલુકામાં એકી સાથે 65 હજાર રોપાના વાવેતર સાથે વલ્ડબુક ઓફ રેકર્ડ લંડનમાં પણ આ કાર્યક્રમની નોંધ લેવાશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ વગેરે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે.ચોટીલા સનસાઈન હોટેલ ખાતે મુખ્યમંત્રીના જન્મદિવસ તા.2 ઓગષ્ટના રોજ સવારે 10 કલાકે કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમની વિગતવાર માહિતી આપતા અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતુ કે વૃક્ષારોપણના ભવ્ય કાર્યક્રમનો હેતુ તાજેતરમાં આવેલા ભયંકર વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાઈ થયા છે. તે માટે નવા વૃક્ષો ઉગાડવા તેમજ હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઓકિસજનની પણ પુષ્કર અછત વર્તાઈ છે. ત્યારે વૃક્ષો પૂરતી માત્રામાં ઓકિસજન આપે છે. આથી લોકોમાં જાગૃતી લાવવા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું છે. તાલુકાના 88 ગામોમાં તેમજ ચોટીલા શહેરમાં કાર્યક્રમ યોજાશે.

આગેવાનો જય શાહ (પ્રદેશ યુવા ભાજપ મંત્રી), ભુપતભાઈ ધાંધલ, (તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ), અરજણભાઈ ખાંભલા (શહેર ભાજપ પ્રમુખ), ચિરાગ શાહ (વેપારી અગ્રણી), મોહીત પરમાર (સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર),બલવીર ખાચર (ચામુંડા માતાજી યુવા ગ્રુપના પ્રમુખ), વિષ્ણુ દેસાઈ (ડીએફઓ સુરેન્દ્રનગર), વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ વિશ્વ રેકોર્ડના ઐતિહાસીક કાર્યક્રમને રાજકોટના દેવર્ષિભાઈ પાઠકની ટીમ હાટકેશ ફોટો કેમેરામાં કંડારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.