Abtak Media Google News

મુસાફરોને કલીયરન્સ માટે સમય બગાડવો નહીં પડે: પ્રાઈવેટ જેટને ભારતમાં ઉડવામાં આસાની

ભારત સરકારે ખાનગી વિમાનધારકો માટે નવા નિયમો લાગુ કર્યા છે. જેને લઈને લોકો મુસાફરીમાં ચોકકસ કાયદો થશે તો આ નિયમથી પ્લેન ઉડાડતી કંપનીઓ સહિત પેસેન્જરો પણ ખુશ થશે. પ્રાઈવેટ પ્લેન એયરલાઈન્સ કરતા મોઘુ પડે છે. જે સામાન્ય રીતે મોટા બિઝનેસ ધરાવતા લોકો દ્વારા ઉપયોગ લેવામાં આવતું હોય છે. તો આ સિવાય એરક્રાફટ જેટ જેવી ઘણી કંપનીઓ હવાઈ મુસાફરીની સુવિધા પૂર્ણ કરે છે. ઘણા મોટા વેપારીઓને તત્કાલ ધોરણે સફર કરવી હોય છે. જેની પાસે સમય હોતો નથી કે તેઓ ઉડાન ભરવા માટે દસ્તાવેજોનો પુરાવ તથા કલીયરન્સ માટે સમય બગાડે તો છેલ્લી ઘડીએ ઉડાન ભરવા ઈચ્છુક માટે આ એક સારા સમાચાર છે.

આ નવા નિયમો પ્રમાણે હવે તેમને કલીયરન્સ માટે સમય વેડફવાની આવશ્યકતા નથી. ભારત સરકારે પ્રાઈવેટ એરવેઈસમાંથી વાયએ કોડ નાબુદ કરી દીધો છે.

સાથેજ એરજેટને નવી સુવિધાઓ સાથે સુસજજ કરવામાં આવશે. જેથી મુસાફરીમાં સરળતા રહે જેનો આદેશ એર ક્રાફટ કંટ્રોલને આપી દેવામાં આવ્યો છે. તો વિદેશી યાત્રા માટે ડીજીસીએ રજીસ્ટ્રેશન જે અનિવાર્ય હતું તેને પણ નાબુદ કરી દેવામાં આવ્યું છે. મતલબ ચાટર્ડ પ્લેનોને હવે જાણે મોકળા પર થઈ ગયા છે પરંતુ ડીજીસીએની પ્રક્રિયા પ્લેનની ક્ષમતા પર આધારીત રહેશે. પ્લેન કંપનીને પોતાની કલીયરન્સ પરમીશન આપવામાં આવી છે. આ પૂર્વ ભારતમાં જ પ્રાઈવેટ પ્લેન દ્વારા ઉડાન કરવાની પ્રક્રિયા મુશ્કેલ હતી જે હવે સરળ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.