Abtak Media Google News

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે 40 જૂથોને 40 લાખ રૂપિયાની લોનનું વિતરણ: મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

રાજકોટ ખાતે યોજાયેલા “નારી ગૌરવ દિવસ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની મહિલાઓને સોંપેલો રૂપિયો સારા કાર્યોમા જ વપરાશે, એવો રાજ્ય સરકારને દ્રઢ  વિશ્વાસ છે. માટે જ રાજ્ય સરકારે રાજ્યની મહિલાઓ માટે રૂપિયા 51 કરોડ 66 લાખ 88 હજારની ફાળવણી “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અન્વયે કરી છે.

Advertisement

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્રને ચરિતાર્થ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પાંચ વર્ષમાં અનેક વિકાસ કામો કર્યા છે. જે વચનો અપાયા છે તે પુરા પણ કર્યા છે. જે વિકાસ કામોના ખાતમુહૂર્ત અમે કર્યા છે તેના લોકાર્પણ પણ અમે જ કર્યા છે.

રાજ્ય સરકારે ખેતી, સિંચાઇ, આરોગ્ય સેવા, ઉર્જાશક્તિ, વીજ કનેક્શન, રમતગમત, શિક્ષણ વિગેરે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામો કર્યા છે. પ્રજાએ માગ્યું ન હોય તો પણ સરકારે સામેથી આપ્યું છે. અમને તેના થકી જ પ્રજાનો વિશ્વાસ મળ્યો છે. રાજકોટની પાણીની કટોકટીમાં ટેન્કર અને ટ્રેન દ્વારા પાણી આપવામાં આવતું હતું. ગામડાઓની પણ એવી જ સ્થિતિ હતી. પરંતુ ભાજપની સરકારે પાણીની કટોકટીને ભૂતકાળ બનાવી દીધી છે.

નર્મદાના પાણીથી ગુજરાતભરના ડેમો ભરી શકાય તેવી કોઈને કલ્પના પણ ન હતી અને સ્વપ્ને પણ ન વિચાર્યું હોય. પરંતુ, આજે ઘરે ઘરે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. કોંગ્રેસની સરકારે સરદાર સરોવર ડેમની ઉંચાઈ વધારવા અનેક અવરોધો ઉભા કરેલ. તેમજ ડેમના દરવાજા નાંખવાની મંજુરી આપતા ન હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કામ આગળ વધાર્યું અને પોતે પ્રધાનમંત્રી બન્યાના ફક્ત 17 દિવસમાં જ ડેમની ઉંચાઈ 121 થી 138 મીટર કરવા મંજુરી  આપેલ. તેના કારણે ડેમના પાણીનો જથ્થો અઢી ગણો વધેલ.

પાણીવિહોણા વિસ્તારો માટે ઉનાળામાં પણ સિંચાઇ દ્વારા પાણી આપવાનું શરૂ કરેલ. નર્મદા લીંક કેનાલ દ્વારા સૌરાષ્ટ્રના તમામ ડેમો નર્મદા પાણીથી ભરવામાં આવે છે. બોટાદનું કૃષ્ણનગર તળાવ ઉનાળામાં પણ પાણીથી ભરપુર રહે છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 5.50 લાખ વીજ કનેકશનો આપવામાં આવ્યા છે. હાલ એક પણ વેઇટિંગ નથી. સરકાર દ્વારા રાજકોટ શહેરમાં 63000 ગ્રાહકોને તથા રાજકોટ જિલ્લામાં 1.60 લાખ ગ્રાહકોને સબસીડી આપવામાં આવી છે.

ખેડૂતો માટે રૂ.1600 થી રૂ.1800 કરોડ રૂપિયા સબસીડી પેટે ફાળવવામાં આવેલ છે. કોલસા, ડીઝલ વિગેરેના ભાવ વધવા છતાં ખેડૂતો માટે વીજ વપરાશ ચાર્જમાં કોઈપણ વધારો કરવામાં આવેલ નથી અને સરકારે આ માટે કુલ રૂ.30 હજાર કરોડ ખર્ચ્યા છે. ખેડૂતોને પાક વિમાની રકમ ઓનલાઈન તેના બેંક ખાતામાં સીધી જમા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ ગુજરાત બનાવ્યું: વિભાવરીબેન દવે

આ પ્રસંગે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પુરા થયા છે જે માટે 9 દિવસનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. બહેનોને રોજગારી માટે 0%ના વ્યાજથી લોન આપવામાં આવશે. જે માટે રૂ.100 કરોડની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત 10,000 મંડળની 1 લાખ બહેનોને લોન આપવામાં આવશે. આ લોનના વ્યાજની રકમ રાજ્ય સરકાર ભોગવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન શ્રેષ્ઠ ગુજરાત બનાવેલ. તેને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સર્વશ્રેષ્ઠ ગુજરાત બનાવ્યું છે. 2002માં નવા જ શરૂ કરાયેલ મહિલા અને બાળવિકાસ માટે રૂ.450 કરોડની ફાળવણી કરવામાં આવેલ. જે આજે રૂ.3511 કરોડએ પહોંચેલ છે. સરકારે વહાલી દીકરી, વિધવા સહાય તથા મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરી, બહેનોના વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા છે.થાય તેવી પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

મુખ્યમંત્રીએ અતિવૃષ્ટિના સમયમાં પણ ખેડૂતોને મદદ કરી છે અને એમ.એસ.પી. આપી છે. તેના કારણે ખેડૂતોની આવક વધી છે. આ એક રાજકીય ઇચ્છાશક્તિનું સુખદ પરિણામ છે. કચ્છમાં 30 હજાર મેગા વોટનો એનર્જી પાર્ક બનાવવાની કામગીરી ચાલુ છે જે 2030 સુધીમાં પૂર્ણ થતા તે દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક કાર્યરત થશે. સરકાર દ્વારા જ્યોતિગ્રામ, કિસાન સૂર્યોદય વિગેરે યોજનાઓ દ્વારા ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવે છે.

આનો લાભ હાલ 5000 ગામોને મળ્યો છે. અને 2022 સુધીમાં 18000 ગામોને આ યોજનાનો લાભ મળશે. જેના કારણે લોકો દિવસે કામ અને રાત્રે આરામ કરી શકશે. દેશના અન્ય કોઈ રાજ્યના ગામડાઓમાં આ પ્રકારની વ્યવસ્થા નથી. ગુજરાતની આ અનન્ય સિદ્ધિ છે.

રાજ્ય સરકારે કોરોના કાળમાં, 40 થી 50 ટન ઓક્સિજનની જરૂરિયાત સામે પ્રથમ વેવમાં 250 ટન તથા બીજી વેવમાં 1300 ટનની જરૂરિયાત પુરી કરેલ. શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની હરણફાળ ભરી છે, સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા છે, ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારાયો છે અને આધુનિક સુવિધાયુક્ત સ્કૂલ બિલ્ડીંગો બનાવવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ ખાનગી સ્કુલ છોડીને સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવતા થયા છે.

ભૂતકાળની સરકારોએ બહુ ઓછી આવાસ યોજના બનાવેલ જેની સામે વર્તમાન સરકારે શાનદાર આવાસ યોજનાઓ ઉભી કરી છે અને તેની પાછળ અંદાજે રૂ.2 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા રાજકોટને એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સૌની યોજના, જી.આઈ.ડી.સી.માં રાજકોટ થી અમદાવાદ સિક્સ લેન રોડ, સૌરાષ્ટ્ર અને ધોલેરા ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ટુરીઝમ ક્ષેત્રે વિકાસ કર્યો છે. જેમાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા બ્રિજનું નિર્માણ તથા શિવરાજપુર બીચનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મંત્રી સૌરભભાઇ પટેલ તથા આમંત્રિતોના હસ્તે શહેરના 20 જૂથો અને રાજકોટ ગ્રામ્યના પડધરી અને લોધીકા સહિતના અન્ય વિશે 20 જૂથો મળી કુલ 40 જૂથોના 400 વ્યક્તિઓને આ કાર્યક્રમમાં 40 લાખ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું હતું.  આ જૂથોને “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અંતર્ગત જોઈન્ટ લાયેબિલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ તરીકે નિયત બેન્કો દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

મેયર ડો. પ્રદીપ ડવ એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી આ યોજનાએ રાજ્યની મહિલાઓ ખરા અર્થમાં આર્થિક રીતે સ્વાવલંબી બનાવી છે. મહિલાઓ જ્યારે તમામ ક્ષેત્રમાં અગ્રસ્થાને બિરાજે છે, તેમ જણાવી તેમણે આ યોજનાનો લાભ લઈને મહિલાઓને વધુને વધુ પ્રગતિ હાંસલ કરવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો.

મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ પ્રાસંગિક પ્રવચનમાં “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” વિગતો રજૂ કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રી સૌરભભાઈ તથા આમંત્રિતોએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

આ પ્રંસગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે. મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર, પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણીઆર, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા તથા શહેરની જુદી જુદી બેન્કના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.