Abtak Media Google News

ભારતની ‘આક્રમણ’ની રણનીતિ સામે મેચમાં ઇંગ્લિશ ટીમ ગોઠણીયે વળી!!!

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો અંતિમ અને નિર્ણાયક દિવસ હતો. નોટિંગહામ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પાંચમાં દિવસની રમતની શરુઆતે મજબૂત સ્થિતી ઘરાવતુ હતુ. પરંતુ નિરાશા સાથે રમતનો અંત આવી ચુક્યો હતો. ભારતીય ટીમ ને ઇંગ્લેન્ડે ૨૦૯ રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. ભારતે પાંચમાં દિવસની રમત દરમ્યાન જીતની પ્રબળ આશા હતી, એવા સમયે જ વરસાદે રમતને બગાડી દીધી હતી. જેને લઇને અંતે રમત ડ્રો સાથે સમાપ્ત જાહેર કરી હતી.

પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનું પલડું ભારે રહ્યું હતું તેમ ચોક્કસ કહી શકાય. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમથી જ એટેકિંગ રમવાનું નક્કી કર્યું હતું જેના કારણે બંને ઇનિંગમાં ઇંગ્લિશ બેટ્સમેનો ભારતીય બોલરો સામે ગોઠણીયે બેસી ગયા હતા. બંને ઇનિંગમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. જેની સામે ભારતીય બેટ્સમેનો એટેકિંગની રણનીતિ યથાવત રાખતા સ્કોર ઇંગ્લેન્ડ કરતા વધુ ઝડપે આગળ ધપી રહ્યો હતો. કે.એલ. રાહુલ જેવા ખેલાડીને એકમાત્ર એટેકિંગની રણનીતિને ભાગરૂપે જ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ઇંગ્લેન્ડ ટીમની બોલિંગ પણ નબળી રહી હતી. ભારતના આક્રમણની રણનીતિ સામે ઇંગ્લેન્ડના બોલરો વિકેટથી એક ફુટ દૂર બોલ ફેંકી રહ્યા હતા જેના કારણે વિકેટ તો મળી ન હતી સામે ભારતીય ઓપનર બેટ્સમેનોને બોલ જૂનો કરવા પૂરતો સમય મળી ગયો હતો અને ત્યારબાદ પાછળના બેટ્સમેનોએ કરતબ કરી બતાવ્યું હતું. જો વરસાદે વિઘ્ન ન ઉભું કર્યું હોત તો ચોક્કસ ટીમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ત્રણ મેચની સિરીઝમાં લીડ મેળવી લીધી હોત.

ભારતીય ટીમને ૯ વિકેટ અંતિમ ઇનીંગની રમત દરમ્યાન બાકી હતી અને ૧૫૭ રન જીત માટે જરુરી હતી. આમ ટીમ ઇન્ડીયા માટે વિજય નજીક માનવામાં આવી રહી હતી. પરંતુ વરસાદે રમત પર પાણી ફેરવી દીધુ હતુ. રમતની શરુઆત પહેલા થી જ નોટિંગહામમાં વરસાદને લઇને રમત શરુ થઇ શકી નહોતી. વરસાદે પ્રથમ સેશન બગાડી દીધુ હતુ.

બીજા સેશનની રમત પણ વરસાદે ખતમ કરી દીધી હતી. લંચ અને ટી બ્રેક નો સમય પણ વિતી જવા છતાં, રમત ફરી શરુ થઇ શકી નહોતી. આમ અંતે વરસાદની સ્થિતીને ધ્યારે રાખીને દિવસની રમત રદ કરી દેવામાં આવી હતી. ટેસ્ટ નો અંતિમ દિવસ રદ થઇ જવાને લઇને આખરે મેચને ડ્રો ની સ્થિતી પર સમાપ્ત જાહેર કરવામાં આવી હતી.

ભારતીય ટીમે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ટોસ જીતીને ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડની ટીમને ૧૮૩ રન પર જ ઓલઆઉટ કરી દીધુ હતુ. ભારતીય બોલરો એ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઇનીંગમાં ઇંગ્લીશ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા.

ભારતીય ટીમે પ્રથમ ઇનીગમાં ઇંગ્લેન્ડ પર ૯૫ રનની લીડ મેળવતી રમત રમી હતી. જ્યારે બીજી ઇનીંગમાં ઇંગ્લેન્ડની ટીમે બીજી ઇનીંગમાં ૩૦૩ રન કર્યા હતા. મજબૂત લીડને લઇને ભારતને ૨૦૯ રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. જેને પાર પાડવા માટે ચોથા દિવસની ભારતની રમત શરુ થઇ હતી. જેમાં એક વિકેટ ગુમાવીને ૫૨ રન કર્યા હતા. આમ ૧૫૭ રનની જીત માટે જરુર હતી.  પરંતુ વરસાદે જીતની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.