Abtak Media Google News

કચ્છના અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી ભારતીય એજન્સીને પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યો છે જેનેે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.

અબડાસાના જખૌ દરિયાઈ પટ્ટીમાં અવાર નવાર ચરસના પેકેટો મળી આવે છે જ્યારે આ બુલેટ પ્રુફ જેકેટ મળવાની સાયદ આ પ્રથમ ઘટના બની છે જેની જાણકારી સ્ટેટ આઈબી દ્વારા સ્થાનિક તંત્રને અપાઈ હતી. આ જેકેટ જખૌ મરીન પોલીસે કબ્જે કરી સ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, અત્યારસુધી આ દિરયાઈ પટ્ટીના વિસ્તારમાંથી માત્ર ચરસ જ મળી આવતા હતા હવે આ પાકિસ્તાન બુલેટ પ્રુફ જેકેટ મળતાની સાથે ઉચ્ચ અધિકારીઓ હરકતમાં ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.