Abtak Media Google News

ત્રણ માસની પ્રક્રિયા બાદ મૃતદેહ પાકિસ્તાન જવા રવાના થયો: બેની અંતિમવિધિ અહીંયા જ કરાઈ

જામનગરની જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રહેલ પાકિસ્તાની નાગરિકના મૃતદેહને લાંબા ગાળા બાદ પાકિસ્તાન લઇ જવાયો છે. બંને દેશ વચ્ચે લાંબો સમય કાયદાકીય પ્રક્રિયા ચાલ્યા બાદ ગઈ કાલે મૃતકના દેહને પાકિસ્તાન તરફ રવાના કરવામાં આવ્યો છે.અરબી સમુદ્રમાં આઈએમબીએલની વિસંગતતા ઓને લીધે ભારત-પાકિસ્તાનના માછીમારી એકબીજાની સરહદ ઓળંગી જતા હોય છે. જેની સામે બંને દેશની સુરક્ષા એજન્સીઓ કાર્યવાહી કરતી હોય છે. આવા સરહદ ભંગ કરનાર અનેક શખ્સો એકબીજા દેશની જેલમાં છે.

આવા જ એક મુળ પાકિસ્તાનના તગજી ઉર્ફે મનવર રાવતાભાઈ હોથીમલનુ ભુજની જેલમાં ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ. પાકિસ્તાનના નગરપારકર, જીલ્લો-થરપારકર, સિંધ પ્રાંત (પાકિસ્તાન)ના શખ્સનું 15 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ થયા બાદ તેના દેહને જામનગર જીજી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે લઇ આવવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.

પાકિસ્તાની શખ્સના મૃત્યુ બાદ બંને દેશ વચ્ચે કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયા લાંબી ચાલી હતી અને ત્રણેક માસ બાદ અંતે પાકિસ્તાન દ્વારા મૃતકનો સ્વીકાર કરવા લીલી ઝંડી આપવામાં આવી, ગઈ કાલે તમામ પ્રક્રિયા પૂર્ણ થતા કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ મૃતદેહને પાકિસ્તાન તરફ રવાના કરવામાં આવ્યો હતો આજે મૃતકને પજાંબના વાઘા બોર્ડર પર પાકિસ્તાનને સોપવામાં આવશે.

અન્ય બે પાકિસ્તાનીઓની જામનગરમાં કરવામાં આવી અંતિમવિધિપાકિસ્તાની માછીમાર સૈયદ રહીમ નામના બે કેદીઓના મૃતદેહને જામનગરની જીજી હોસ્પીટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા હતા. જે બંને દેશની કાનૂની પ્રક્રિયા બાદ બંને મૃતકોના જામનગરમાં જ અંતિમવિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇમરાનના દેહને છ માસથી અને સૈયદના દેહને ડીસેમ્બર માસથી જીજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જયારે આરબ મીશદી નામના 50 વર્ષીય વૃધ્ધ પાકિસ્તાની શખ્સના મૃતદેહને ભુજથી પોસ્ટમાર્ટમ માટે જામનગર લાવવામાં આવ્યા હતા.

બંન્નેના મૃતહેદની અંતિમવિધી માટેની મંજુરી પ્રક્રિયા બંને દેશ વચ્ચે થઇ જતા ગત 9 તારીખના રોજ જામનગર ખાતે મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્રારા અંતિમ વિધિ કરવામાં આવી હતી. અન્ય એક પાકિસ્તાની મૃતકનો દેહ છે કોલ્ડરૂમ માંગ કાલે પાકિસ્તાની શખ્સના દેહને પાકિસ્તાન તરફ રવાના કરવામાં આવ્યો છે. પરંતુ હજુ એક પાકિસ્તાની માછીમાર ઈમરાન કામરાનનો મૃતદેહ અહીંની હોસ્પીટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. બંને દેશ વચ્ચે દેહના પ્રત્યાર્પણને લઈને કાયદાકીય કાર્યવાહી અંતિમ તબ્બકામાં હોવાનું જાણવા મલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.