Abtak Media Google News

પી.એસ.આઇ., કોન્સ્ટેબલ અને જી.આર.ડી.ના જવાનો ઘવાયા: પોલીસની જીપ ઉંધી નાખી તોડફોડ કરી: મોડી રાત્રે સલાયા પોલીસ છાવણીમાં ફેરવાયુ: બે કલાક બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવતી પોલીસ: તોફાની તત્વો સામે નોંધાતો ગુનો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં મોડીરાત્રે તાજીયાનું ઝુલુશ કાઢવા બાબતે પોલીસ અને વાધેર જુથ વચ્ચે થયેલા ધર્ષણ બાદ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પાર્ટી પર બેફામ  પથ્થરમારો કરતા તંગદીલી ફેલાઇ જવા પામી હતી તોફાને ચડેલા ટોળાએ બે સરકારી વાહનમાં તોડફોડ કરી પોલીસની જીપ ઉંધી વાળી દીધી હતી અને બેફામ પથ્થરમારાના કારણે પોલીસ કોન્સ્ટેબલ અને જી.આર.ડી. ત્રણ  જવાનોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્5િટલમાં ખસેડાયા હતા.

સામાન્ય તકરાર બાદ હીંસક સ્વરુપ ધારણ કરી લીધાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા એસ.પી. સુનીલ જોશી સહીતનો જીલ્લાભરનો પોલીસ સ્ટાફ મોડીરાત્રે સલાયામાં ખડકી દેવામાં આવ્યો હતો. અને પોલીસે પરિસ્થિતિને પામી જઇ સલાયામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઇ બે કલાક બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ કોરોના પરિસ્થિતિને સંદર્ભે રાજયભરમાં તાજીયા ઝુલુશ પર પ્રતિબંધ  મુકવાનો તાજીયા કમીટીઓએ નિર્ણય લીધો છે ત્યારે ગઇકાલે રાત્રે તાજીયા પડમાં આવ્યા બાદ શેરીના નાકે જ તાજીયા રાખી બે દિવસ માતમ રાખવાનો તાજીયા કમીટીઓએ નિર્ણય લીધો છે.

પરંતુ સલાયામાં અમુક તત્વો દ્વારા તાજીયાનું ઝુલુશ કાઢતા પોલીસે અટકાવ્યું હતું જેના કારણે મામલો બીચકયો હતો પોલીસે તાજીયાનું ઝુલુશ અટકાવતા ધાર્મીક લાગણી દુભાતા અમુક યુવાનો તોફાને ચડયા હતા અને બંદોરસ્તમાં રહેલ પોલીસ પાર્ટી પર તોફાની તત્વોએ બેફામ પથ્થરમારો શરુ કરી દીધો હતો. જેમાં સલાયા મરીન પોલીસ સ્ટેશનના મહીલા પી.એસ.આઇ. પી.બી. ઝાલા પોલીસમેન્ટ હીરેન્દ્રસિંહ જાડેજા અને જી.આર.ડી.ના જવાનો દિલીપભાઇ, કેશરીસિંહ અને કુલદીપસિંહને પથ્થરમારમાં ઇજા પહોંચી હતી.

બેફામ પથ્થરમારા બાદ વાધેર જુથે પોલીસ પાર્ટીના સરકારી વાહનોમાં તોડફોડ કરી બોલેરો જીપ ઉંધી વાળી દઇ સરકારી મિલ્કતને નુકશાન પહોચાડયું હતું.

સલાયામાં વાધેર જુથે હુલ્લડ  કર્યુ હોવાની જિલ્લા એસ.પી. સુનીલ જોષીને માહીતી મળતા સમગ્ર જિલ્લાની પોલીસને તાત્કાલીક સલાયામા ખડકી દેતા સલાયા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. જીલ્લા એસ.પી. સુનીલ જોષી પણ તાબરતોબ સલાયા દોડી જઇ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

આ ઘટના અંગે પોલીસે સલાયા મરીન પી.એસ.આઇ. પી.બી. ઝાલાની ફરીયાદ પરથી વાધેર જુથના ટોળા સામે ગેરકાયદેસર મંડળી રચી હુલ્લડ કરી પોલીસ પાર્ટી પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ તેમજ સરકારી મિલ્કતને નુકશાન પહોચાડી પથ્થરમારો કરવા અંગેની ગુનો નોંધી હુલ્લડ કરનાર તોફાની રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.

તોફાનીઓને કાબુમાં લેવા પોલીસે ત્રણ ટીયર ગેસ છોડયા

સલાયામાં છાશવારે કોમી હુલ્લડની ઘટનાઓ બની રહી છે ગઇકાલે રાત્રે તાજીયાનું ઝુલુસ કાઢવા બાબતે વાધેર જુથને પોલીસ સાથે ધર્ષણ થયા બાદ મામલો બિચકતા તંગદીલી ફેલાઇ જવા પામી હતી. અને તોફાને ચડેલા તત્વોએ પોલીસ પાર્ટી પર પથ્થરમારો કરી ઘાતક હથીયાર વડે હુમલો કરતા પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા લાઠીચાર્જ અને ત્રણ ટીયર ગેસના સેલ છોડયા હતા.

સલાયામાં તાજીયાનું ઝુલુશ કાઢવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ થતા તોફાને ચડેલા યુવાનોએ પોલીસ પાર્ટીઉપર ધાણીફૂટ પથ્થરમારો કરી તોડફોડ કરતા શહેરમાં તંગદીલી ફેલાઈ જવા પામી હતી. જો કે મોડીરાત્રે જિલ્લા પોલીસ વડા સુનીલ જોષી સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ આગજની અને પથ્થરમારાની ઘટના અટકાવી પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાની જાણ થતા સૌરાષ્ટ્રન પ્રવાસે નિકળેલા રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ તાત્કાલીક સલાયા ઘસી જઈ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ એસ.આર.પી.ની કુમક બંદોબસ્ત માટે ફાળવી દીધી હતી. અને જિલ્લા પોલીસ વડા અને કલેકટર સાથે વાતચીત કરી જરૂરી સુચના આપી હતી.

વેકશીનના કાર્યક્રમમાં ઝડઘો થતા એક માસ પહેલા સલાયામાં હુલ્લડ થયું’તું

સલાયામાં નજીવી બાબતે કોમી અથડામણ થઇ રહી છે હજુ એક મહીના પહેલા કોરોના વેકસીનની લાઇનમાં ઉભા રહેવા બાબતે દરબાર અને મુસ્લીમ જુથ વચ્ચે માથાકુટ થયા બાદ સામાન્ય તકરારે ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતા તંગદીલી ફેલાઇ જવા પામી હતી. એક મહીના પહેલા સલાયા સરકારી શાળામાં વેકશીનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે લાઇનમાં ઉભા રહેવા બાબતે મુસ્લીમ અને દરબાર યુવાન વચ્ચે માથાકુટ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.