Abtak Media Google News

તા.પ થી 10 ઓકટોબર  ઓપન ગુજરાત સીનીયર ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટ રમારે જેમાં ર9 જીલ્લાની ટીમ ભાગ લેશે

રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસોસીએશનની તાજેતરમાં હોટલ મોરસમાં તમામ હોદેદારો અને કમીટી મેમ્બરની મીટીંગ મળેલ ગુજરાત ફુટબોલ એસો.ના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે ગુણવંતભાઇ ડેલાવાળાની નિમણુંક તથા તેમજ રોહિતભાઇ બુન્દેલા, રફેલ ડાભી, જયેશ કનોજીયા સહીતનાઓની ગુજરાત ફુટબોલ એસો.માં અન્ય જવાબદારી સોપાતા તમામનુ અભિવાદન કરવામાં આવેલ મીટીંગની શરુઆતમાં મંત્રી રોહિતભાઇ બુન્દેલા એ સ્વાગત પ્રવચનમાં ઉપપ્રમુખ ડી.વી. મહેતા એ જણાવેલ કે આગામી દિવસોમાં ફુટબોલમાં રાજકોટના ખેલાડીઓ ઉચ્ચ સ્થળે રમવા માટે જાય તેવી બધાએ મહેનત કરવી પડશે.

રાજકોટમાં ફુટબોલ ની રમત માટે અઘ્યતન ગ્રાઉન્ડ બને તે માટે કોર્પોરેશનના પદ અધિકારીઓને રજુઆત કરશું. તેમજ ગુણવંતભાઇ ડેલાવાળા એ આગામી તારીખ 7-09 થી 15-09 સુધીમાં સ્વ. પીટર જેક સીનીયર ઓપન રાજકોટ ફુટબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાડ ડીસ્ટ્રીકટ સિલેકશન ત્યાર બાદ કેમ્પ રહેશે. તેમાંથી સ્ટેટમાં ભાગ લેવાનું સિલેકશન થશ. તેમજ ઓકટોબર માસમાં તા. 05/10 થી 15/10 સુધીમાં ઓપન ગુજરાત સીનીયરઇન્ટર ડીસ્ટ્રીકટ ટુર્નામેન્ટ રમાશે. જેમાં ગુજરાતની ર9 જીલ્લાની ટીમ ભાગ લેશે. આ માટે રાજકોટ મહાનગરપાલીકા તેમજ વિવિધ કંપનીઓને સહયોગ લેવામાં આવશે.

ગુણવંત્ભાઇ વધુ જણાવેલ કે કોરોના હળવો ત્યા બાદ આગામી જાન્યુઆરી માસમાં ઓપન રાજકોટ ઉમર 6 થી 1ર વર્ષના બાળકો બેબી લીગ ટુર્નામેન્ટ રમાશે. આ માટે રાજકોટની વિવિધ સ્કુલો સાથે સંપર્ક કરવામાં આવશે. આગામી દિવસોમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન માંથી તારીખ આવ્યા પછી ભાઇઓ અને બહેનો માટે અંડર 14 અને 17 વર્ષની રાજકોટમાં ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. આ મીટીંગમાં ટુર્નામેન્ટ  માટે કમીટી રચવામાં આવેલ. મીટીંગમાં નવા વર્ષના સભ્યો નોંધાવાની જવાબદારી મુનાભાઇ બોરાસીને સોંપેલ અંતમાં આભાર વિધિ રાજકોટ ફુલટબોલ એસો.ના ઉપપ્રમુખ મુકેશભાઇ બુન્દેલાએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.