Abtak Media Google News

અબતક, મુઝફ્ફરનગર

કૃષિ કાનૂન સામે ખેડૂલ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે મુઝફ્ફરનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું છે.  કિસાન સંગઠન દ્વારા છેલ્લા 9 મહિનામાં અત્યાર સુધીની સૌથી મોટી મહાપંચાયત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે મહાપંચાયતમાં આવીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ કરી કે જ્યાં સુધી આંદોલન સફળ નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જાય.

ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે, આગામી વર્ષમાં અનેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ ફરીવાર સંયુક્ત કિસાન મોરચો સક્રિય થઈ ગયો છે. દેશભરમાંથી કિસાન આગેવાનોને બોલાવીને ક્યાંક શક્તિ પ્રદર્શન પણ કરાયું હોય તેવું પણ લાગી રહ્યું હતું. હવે આ આગમાં રાજકીય પક્ષો પણ ઝંપલાવશે તે બાબત પણ સ્પષ્ટ છે.

મંચ પરથી ટિકૈતે કહ્યું કે, મોદી-યોગી સરકાર જૂઠી છે. ખેડૂતોની આવક બમણી નથી થઈ. ખેડૂતોને શેરડીના ભાવ 430 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નથી મળ્યા, જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી દિલ્હીમાં આંદોલન ચાલુ રહેશે. સમગ્ર દેશમાં સંયુક્ત મોરચો આંદોલન કરશે અને જ્યાં સુધી આંદોલન સફળ નહીં થાય ત્યાં સુધી ઘરે પરત નહીં ફરું. તેમણે એમ પણ કહ્યું કે,

હવે આ મિશન ઉત્તર પ્રદેશ નહીં પણ મિશન ભારત છે. આપણે ભારતનું બંધારણ બચાવવાનું છે. મોદી સરકાર અને યોગી સરકાર વીજળી, એરપોર્ટ બધું વેચવાની તૈયારી કરી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.