Abtak Media Google News

કોરોના કાળ દરમિયાન કપડા ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગો પર માઠી અસર પડી હતી. તમામ ઉદ્યોગો હવે ધીમે ધીમે આ સંકટમાંથી ઉભરી રહ્યા છે. એવામાં સુરત કપડા ઉદ્યોગને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.સુરતથી કપડા સામગ્રીને બિહાર સુધી પહોંચાડવા માટે 25 ડબ્બાની પહેલી ખાસ કપડા પાર્સલ ટ્રેન શરું કરવામા આવી છે.

જેને શનિવારે સુરતથી બિહાર માટે રવાના કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ રવિવારે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, સસ્તા, ઝડપી અને સુરક્ષિત ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતના કપડા બજારને વેગ આપવાના હેતુસર આ ખાસ ટ્રેન શરુ કરવામાં આવી છે.

 

ગુજરાતના “સફેદ સોના”ની પ્લેટીનમ બનવા તરફ હરણફાળ..!! 

પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે રેલવે અને કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશે શનિવારે સુરતના ઉધના ન્યૂ ગુડ્સ શેડથી પટના નજીક દાનાપુર અને મુઝફ્ફરપુરના રામદયાળુ નગર માટે આ ખાસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પશ્ચિમ રેલવેના મુંબઇ વિભાગે હાલમાં જ પહેલી વાર 202.4 ટન કપડા સામગ્રીને સુરત પાસે ચલથણથી કોલકાતાના શાલીમાર સુધી પહોંચાડી હતી.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.